ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, નવા 1101 કેસ એક વ્યક્તિનું મૃત્યુ
ગુજરાતના કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 28 જુલાઇના રોજ કોરોનાની ત્રીજી લહેર બાદ પ્રથમ વાર 1000 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 28 જુલાઇના રોજ કોરોનાના નવા 1101 કેસ નોંધાયા છે તેમજ એક વ્યક્તિનું કોરોનાના લીધે મૃત્યુ થયું છે.

ગુજરાતના (Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 28 જુલાઇના રોજ કોરોનાની ત્રીજી લહેર બાદ પ્રથમ વાર 1000 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 28 જુલાઇના રોજ કોરોનાના નવા 1101 કેસ નોંધાયા છે તેમજ એક વ્યક્તિનું કોરોનાના લીધે મૃત્યુ થયું છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad) 364 કેસ 01 મૃત્યુ, વડોદરામાં 78, મહેસાણામાં 76, ગાંધીનગર જિલ્લામાં 60, વડોદરામાં 58, સુરતમાં 48, રાજકોટમાં 43, ગાંધીનગરમાં 40, કચ્છમાં 38, સુરત જિલ્લામાં 29, બનાસકાંઠામાં 26, વલસાડમાં 22, ભાવનગરમાં 21, નવસારીમાં 19, ભરૂચમાં 18, અમરેલીમાં 17, સાબરકાંઠામાં 17, પાટણમાં 16, રાજકોટ જિલ્લામાં 16, આણંદમાં 14, અમદાવાદ જિલ્લામાં 10, મોરબીમાં 10, પોરબંદરમાં 09, દ્વારકામાં 08, અરવલ્લીમાં 06 , ખેડામાં 06, પંચમહાલમાં 05, તાપીમાં 05, ભાવનગરમાં 04, બોટાદમાં 03, જામનગરમાં 03, જામનગર કોર્પોરેશનમાં 03, સુરેન્દ્રનગરમાં 03, મહીસાગરમાં 02, છોટા ઉદેપુરમાં 01 અને ગીર સોમનાથમાં 01 કેસ નોંધાયો છે.
કોરોનાના કેસમાં ફરી વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.
દેશમાં રસીકરણની કામગીરી પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં હાલ કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. જેથી દેશની જનતા કોરોનાથી બચી શકે. એ નોંધનીય છે કે, કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી હતી. પણ હાલમાં કોરોનાના કેસ ગુજરાતની સાથે સાથે દેશમાં પણ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં સાવધાની રાખવી જરુરી છે.