ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અંગદાતાના પરિવારજનોનું સન્માન કર્યું, અમદાવાદ સિવિલમાં 16 મહિનામાં 234 અંગોનું દાન 212 વ્યક્તિઓને નવજીવન મળ્યું

|

Jun 22, 2022 | 8:41 PM

અમદાવાદ(Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં ગત 16 મહિનામાં અંદાજે 74 વ્યક્તિના 234 અંગોનું દાન મળ્યું છે જેના પગલે 212 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અંગદાતાના પરિવારજનોનું સન્માન કર્યું, અમદાવાદ સિવિલમાં 16 મહિનામાં 234 અંગોનું દાન 212 વ્યક્તિઓને નવજીવન મળ્યું
Gujarat CM Honour Organ Donar Family Member

Follow us on

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અંગદાતાના પરિવારજનોનું ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને  સન્માન કર્યું હતું.મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન(Organ Donation)  ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા છે. તેમજ સ્વજનના અવસાનની દુઃખની ઘડીમાં પણ અંગદાનનો ઉત્કૃષ્ટ નિર્ણય કર્યો છે. બીજાના ભલાનો વિચાર કરવો તે પ્રશંસાપાત્ર અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ SOTTOના સભ્યો અને અંગદાન ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાના કર્મચારીઓનું પણ સન્માન કર્યું હતું.

16 મહિનામાં અંગદાનથી 212 વ્યક્તિઓને નવજીવન મળ્યું

આ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રાકેશ જોષીએ અંગદાતા પરિવારજનોનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં સ્થિત સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ની કામગીરીને પરિણામે ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, ઉપરાંત અંગદાન બાબતે લોકોમાં વ્યાપક જાગૃતિ પણ આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગત 16 મહિનામાં અંદાજે 74 વ્યક્તિના 234 અંગોનું દાન મળ્યું છે જેના પગલે 212 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અંગદાન ટીમ વર્કથી થતું કામ છે. અંગદાતા વ્યક્તિના પરિવારજનો, તબીબો, વહીવટી તંત્ર સૌ સાથે મળીને, એક વિચાર એક લક્ષ્યથી અંગદાનનું કામ પાર પાડતા હોય છે. જેને પરિણામે જરૂરતમંદ વ્યક્તિને નવું જીવન મળતું હોય છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા છે, પહેલા કરતા વધુ જાગૃતિ આવી છે.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓર્ગન ડોનર- અંગદાતા પરિવારજનોનું ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આયોજીત સમારોહમાં સન્માન કર્યું હતું.મુખ્યમંત્રીએ અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે-સાથે અંગદાન બાબતે બીજાને પ્રેરણા આપતા રહેવાની હિમાયત પણ કરી હતી.અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના વડા દિલીપ દેશમુખે કહ્યું કે, એક પરિવારનો દિપક ઓલવાય ત્યારે અંગદાનનો નિર્ણય બીજા અનેક કુળદિપકને પ્રજ્વલીત કરતો હોય છે. દેશમુખે અંગદાતાના પરિવારજનોનું સ્વાગત કરી તેમને બિરદાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

Published On - 8:39 pm, Wed, 22 June 22

Next Article