ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી. તેમજ અનેક અન્ય યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમાં શિક્ષણ હોય કે મહિલા સુરક્ષા તેમજ જન રક્ષણ સહિતા ક્ષેત્રોમાં લાભ થાય તેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
સમગ્ર નવસારી માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે !!!
આજે ગુજરાત રાજ્યનાં બજેટમાં આપણાં રાજ્યનાં નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ દ્વારા નવસારી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની ઘોષણા કરાઇ છે.
નવસારીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે એ અંગે અનેકવખત રજૂઆતો કરી હતી, નવસારીને મહાનગર… pic.twitter.com/nRXHqKSPA1
— C R Paatil (@CRPaatil) February 2, 2024
માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે 8423 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ આ એ શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઈ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 767 કરોડની જોગવાઈ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2711 કરોડની જોગવાઈ, મહિલા ને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Published On - 11:45 am, Fri, 2 February 24