AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Board GSEB Result 2022 Highlights: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર, વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ 76.49 ટકા પરિણામ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 12:36 PM
Share

Gujarat Board GSEB 12th Commerce Results 2022 Highlights: રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Board GSEB Result 2022 Highlights: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર, વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ 76.49 ટકા પરિણામ
Gujarat Board GSEB 12th Results

ગુજરાતમાં (Gujarat) ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂન એટલે કે આજે જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે માર્ચ-એપ્રિલ-2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12(સામાન્ય પ્રવાહ)નું પરિણામ 04 જૂનના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર  વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક enter  કરીને વેબસાઈટ પરથી મેળવી શકશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jun 2022 11:30 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ પાંચ ટકા વધુ

    Gujarat Board GSEB Result 2022 Live: છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ પાંચ ટકા વધુ આવ્યુ છે. રાજકોટની હર્ષિતા કીડી 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં ટોપર બની છે. કારખાનામાં મજૂરી કરતા પિતાની દીકરી બોર્ડમાં ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. હર્ષિતાએ પરિણામનો શ્રેય પરિવારને આપ્યો છે.

  • 04 Jun 2022 10:22 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ આવ્યું

    Gujarat Board GSEB Result 2022 Live: રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા પરિણામ છે.. રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતા શૂન્ય પરિણામ આવ્યું છે.રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 2 હજાર 558 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4 હજાર 166 વિદ્યાર્થીઓ, B2માં 4 હજાર 876 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 3 હજાર 811 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 1 હજાર 562 વિદ્યાર્થીઓ D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

  • 04 Jun 2022 10:16 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: ગુજરાતી વિષયનું સૌથી વધુ 99.18 ટકા પરિણામ

    Gujarat Board GSEB Result 2022 Live: ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષયનું 99.18 ટકા પરિણામ જાહેર થયુ છે. અંગ્રેજી પ્રથમ ભાષા વિષયનું 98.78, હીન્દી વિષયનું 99.28, અંગ્રેજી ગૌણ ભાષાનું 97.16 ટકા પરિણામ જાહેર થયુ છે. અર્થશાસ્ત્રમાં 97.23, વાણિજ્ય વ્યવસ્થામાં 97.07, સંસ્કૃતમાં 98.40, આંકડાશાસ્ત્ર વિષયમાં 90.20, તત્વજ્ઞાન વિષયમાં 94.94, સમાજશાસ્ત્રમાં 99.04, મનોવિજ્ઞાનમાં 98.48, ભૂગોળમાં 99.09, નામના મૂળતત્વો (અકાઉન્ટ) વિષયમાં 93.33 ટકા પરિણામ જાહેર થયુ છે. તો કમ્પ્યુટર વિષયમાં 85.72 ટકા પરિણામ જાહેર થયુ છે.

  • 04 Jun 2022 10:06 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: ગુજરાતની જેલોમાં પરીક્ષા આપનાર કેદીઓ પૈકી 29 ઉમેદવાર પાસ

    Gujarat Board GSEB Result 2022 Live: આ વર્ષે ગુજરાતમાં જુદી જુદી જેલમાં કેદીઓ માટે પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેદીઓ પણ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે માટે બોર્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતભરની જેલમાંથી કુલ 50 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 29 ઉમેદવાર સફળ થયા છે.

  • 04 Jun 2022 10:01 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં રાજકોટનો દિવ્યાંગ વિદ્યાર્થી ત્રીજા ક્રમે

    Gujarat Board GSEB Result 2022 Live: ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં રાજકોટનો સ્મિત નામનો વિદ્યાર્થી ત્રીજા ક્રમે આવ્યો છે. રાજકોટમાં સ્મિતની  શાળા દ્વારા તેનું સન્માન કરવામાં આાવ્યુ હતુ. સ્મિતની સાથે તેની માતાના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  સ્મિતની સહપાઠીઓ દ્વારા પણ સ્મિતને અભિનંદન આપવામાં આવ્યા હતા.

  • 04 Jun 2022 09:09 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા

    Gujarat Board GSEB Result 2022 Live: શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણીએ  ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પાસ થનારા વિદ્યાર્થીઓને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

  • 04 Jun 2022 08:53 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: સામાન્ય પ્રવાહમાં 2544 ગેરરીતિના કેસ નોંધાયા

    Gujarat Board GSEB Result 2022 Live: સામાન્ય પ્રવાહમાં 2544 ગેરરીતિના કેસ નોંધાયા છે. બીજી તરફ 2092 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 25215 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. 62734 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 84629 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 76449 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો છે.

  • 04 Jun 2022 08:52 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: ગુજરાતી માધ્યમનું 87.22 ટકા પરિણામ, અંગ્રેજી માધ્મમનું 86.85 ટકા પરિણામ

    Gujarat Board GSEB Result 2022 Live: ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગુજરાતી માધ્યમનું 87.22 ટકા પરિણામ, જ્યારે અંગ્રેજી માધ્મમનું 86.85 ટકા પરિણામ જાહેર થયુ છે.  3610 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

  • 04 Jun 2022 08:42 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: રીપીટર ઉમેદવારોનું 45.45 ટકા પરિણામ

    Gujarat Board GSEB Result 2022 Live: રીપીટર ઉમેદવારોનું 45.45 ટકા પરિણામ જાહેર થયુ છે. 30014 રીપીટર વિદ્યાર્થીઓ માંથી 13641 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

  • 04 Jun 2022 08:22 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: 1064 શાળાઓનું 100 ટકા પરિણામ

    Gujarat Board GSEB Result 2022 Live: 1064 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયુ છે. સુબીર, છાપી, અલારસા કેન્દ્રનું પરિણામ 100 ટકા જાહેર થયુ છે. વિદ્યાર્થીઓનું 84.67 ટકા અને વિદ્યાર્થીનીઓનું 89.23 ટકા પરિણામ જાહેર થયુ છે.

  • 04 Jun 2022 08:15 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95. 41 ટકા પરિણામ જાહેર

    Gujarat Board GSEB Result 2022 Live: ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95. 41 ટકા પરિણામ જાહેર થયુ છે. તો અમદાવાદ શહેરનું 79.87 ટકા પરિણામ જાહેર. જામનગર જિલ્લાનું 89.39 ટકા પરિણામ જાહેર. વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ 76.49 ટકા પરિણામ જાહેર થયુ છે. ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ છે. માત્ર એક જ શાળાનું 10 ટકાથી ઓછું પરિણામ છે.

  • 04 Jun 2022 08:10 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live: સુરતમાં વિદ્યાર્થિનીઓમાં ખુશીનો માહોલ

    Gujarat Board GSEB Result 2022 Live: સુરતમાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થિનીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓએ પણ પરિણામ જાહેર થયા બાદ મીઠાઇ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી.

  • 04 Jun 2022 08:02 AM (IST)

    Gujarat Board GSEB Result 2022 Live:

    Gujarat Board GSEB Result 2022 Live:  ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થયુ છે.

Published On - Jun 04,2022 7:57 AM

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">