Valsad માં માછીમારોએ ઉજવી નાળિયેરી પૂનમ, દરિયાની પુજા કરીને દરિયો ખેડવાની શરૂઆત કરી

વલસાડમાં પણ માછીમારો એ દરિયાની  પુજા અર્ચના કરીને આજથી વ્યવસાય શરુ કર્યો છે. માછીમારોએ દરિયાની પૂજા કરીને નાળિયેરી પૂનમની ઉજવણી કરી હતી.

Valsad માં માછીમારોએ ઉજવી નાળિયેરી પૂનમ, દરિયાની પુજા કરીને દરિયો ખેડવાની શરૂઆત કરી
Fishermen in Valsad start plowing the sea by worshiping celebrated Narali Purnima (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 7:16 PM

રક્ષાબંધનને નાળિયેરી પુનમ તો કોઈ બળેવ પણ કહે છે. રક્ષાબંધનનો દિવસ સાગરખેડુઓ માટે ખુબજ  મહત્વનો દિવસ માનવામાં આવે છે.ચોમાસાના વિરામ બાદ માછીમારો આજથી દરિયો ખેડવાનું શરુ કરે છે. તો આખું વર્ષ સારું જાય અને દરિયો બધીજ રીતે સાથ આપે એ માટે આજે માછીમારો દરિયા અને બોટની પુજા કરે છે.

વલસાડમાં પણ માછીમારો એ દરિયાની  પુજા અર્ચના કરીને આજથી વ્યવસાય શરુ કર્યો છે. માછીમારોએ દરિયાની પૂજા કરીને નાળિયેરી પૂનમની ઉજવણી કરી હતી.

ખેતીની સાથે સાથે વલસાડ જિલ્લો માછીમારી માટે પણ જાણીતો છે.વલસાડ જિલ્લામાં ૭૦ કિલોમીટર દરિયાઈ પટ્ટો હોવાથી અહી માછીમારોની સંખ્યા પણ ખુબજ વધુ છે.તો ચોમાસાના વેકેશન બાદ આજથી માછીમારો ફરીથી દરિયો ખેડવાની શરુઆત કરે છે.રક્ષાબંધનની સાથે સાથે આજના દિવસને બળેવ અને નાળિયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવે છે . જ્યારે વલસાડ જિલ્લામાં માછીમારો એ દરિયાની પુજા કરીને દરિયો ખેડવાની શરૂઆત કરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ચોમાસા દરમિયાન દરિયો તોફાની હોય છે.જેથી દરિયો ખેડવો જોખમી બની જતો હોય છે.જેથી માછીમારો દરિયામાંથી પરત આવી જાય છે.વલસાડ જિલ્લામાં પણ આશરે ૧૫૦૦ બોટ છે,જોકે ચોમાસાના સમયે આ બોટ કિનારે લાંગરવામાં આવે છે.

તો આજે માછીમારોના પરિવારોએ કિનારે આવીને બોટની પુજા અર્ચના કરી હતી અને દરિયામાં નારિયેળ વધાવીને દરિયાની પણ પુજા કરી હતી. તેમની માન્યતા છે કે દરિયાની પુજા કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને તેમના પરિવારની દરિયો સુરક્ષા કરે છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે માછીમારોની હાલત કફોડી થઈ હતી. બે વર્ષ સુધી માછીમારીની સીઝનમાં પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.જોકે આ વર્ષ હવે માછીમારો માટે સારું જાય તેવી માછીમાર પરિવારોએ દરિયાદેવની પૂજા કરી અને આશીર્વાદ માંગ્યા હતા.

રક્ષાબંધનના દિવસે  માછીમારો નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેમજ પોતાની રોજગારી અને  દરિયામાં સુરક્ષા માટે પ્રાર્થના કરીને પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે. જેથી રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો : Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી

આ પણ વાંચો :  Ahmedabadની સાબરમતી જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઇ, ભાવુક દ્રશ્યો સર્જાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">