વીજ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, ફયુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો કરાયો ઘટાડો
કોરોનાના સંકટ વચ્ચે સરકારે વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગ્રાહકોને અંદાજે રૂ.310 કરોડની રાહત થશે. માર્ચ મહિના સુધી ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ2.06 પૈસા લેખે કરાતી હતી. હવે એપ્રિલ જૂન મહિનાથી ત્રિમાસિક ગાળા દરમિયાન […]
કોરોનાના સંકટ વચ્ચે સરકારે વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગ્રાહકોને અંદાજે રૂ.310 કરોડની રાહત થશે. માર્ચ મહિના સુધી ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ2.06 પૈસા લેખે કરાતી હતી. હવે એપ્રિલ જૂન મહિનાથી ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.90ના દરે વસૂલાવામાં આવશે. આ અંગે ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે સરકારે ગ્રાહકોના હિતમાં નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં શ્રમિકો ઘરે જવાની માગણી સાથે ઉતર્યા રસ્તા પર, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો