Krishna Janmashtami 2022 Live : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી , ભક્તિભાવ ભર્યા માહોલમાં થયો જશોદાના જાયાનો જન્મ, બાળગોપાલને પારણે ઝૂલાવી ધન્ય થાય ભક્તજનો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 12:29 AM

Krishna Janmashtami 2022 Live Updates : જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકાનગરીમાં દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે.

Krishna Janmashtami 2022 Live : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી , ભક્તિભાવ ભર્યા માહોલમાં થયો જશોદાના જાયાનો જન્મ, બાળગોપાલને પારણે ઝૂલાવી ધન્ય થાય ભક્તજનો
Krishna Janmashtami 2022 Live

ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna)  જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી. આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં (Devbhoomi dwarka)  દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લીધો હતો. અને  કૃષ્ણ જન્મ બાદ  પ્રભુના ઓવારણા લીધા હતા.  આજે (Janmashtami 2022) પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી.જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ કરવામાં આવી. હાલ ભક્તો ભગવાનના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.તો ડાકોરમાં પણ જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરના (Dakor)  ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું (Devotee)  ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર “જય રણછોડ. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે.તો ભક્તજનોએ પરસ્પર જન્માષ્ટમીની વધામણીઓ પણ આપી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Aug 2022 12:28 AM (IST)

    Krishna Janmashtami 2022 Live : દ્વારિકામાં હેતના હિલોળે ચઢ્યા ભક્તજનો, બાળ ગોપાલના દર્શનનો અનેરો લ્હાવો લીધો

    Krishna Janmashtami 2022 Live : દ્વારકામાં દ્વારિકાધીશના દર્શન  કરવા માટે લાંબી કતારો લાગી છે અને સૌ  ભગવાનના એક ઝલક જોવા લાંબી  કતારોમાં ઉભા છે.  દ્વારકામાં રાત્રે 2-30 વાગ્યા સુધી  ભગવાનના દર્શનનો લાભ લઈ શકાશે. દ્વારાકમાં ભક્તો હેતના હિલોળે ચઢયા હોય તેવો માહોલ  જોવા મળ્યો છે.

  • 20 Aug 2022 12:25 AM (IST)

    Krishna Janmashtami 2022 Live : માધવરાયના ઓવારણા લઇને લોકોએ કૃષ્ણજન્મને વધાવ્યો, રસ્તા પર જામ્યું મેળા જેવું વાતાવરણ

    Krishna Janmashtami 2022 Live :  રાજ્યમાં દ્વારકા, ડાકોર, શામળાજી સહિત રાજ્યના કૃષ્ણમંદિરોમાં થઈ  ભવ્ય ઉજવણી. લાલાને લાડ લડાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું  નંદ ઘેર આનંદભયો જય કનૈયાલાલ કી  સાથે વ્હાલના દર્શન કરવા માટે ભકતોનો મહેરામણ ઉમટી પડ્યો  હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  પણ  ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના દર્શન કર્યા હતા.

  • 20 Aug 2022 12:12 AM (IST)

    Krishna Janmashtami 2022 Live: શ્રીનાથજીમાં 21 તોપની સલામી સાથે થઈ કૃષ્ણજન્મોત્સવની ઉજવણી

    Krishna Janmashtami 2022 Live: શ્રીનાથજીમાં થોડી જ વારમાં  21 તોપની સલામી સાથે  કૃષ્ણ જન્મને વધાવવામાં આવ્યો હતો.  આ પરંપરા 330 વર્ષ જૂની છે. ૧.નર અને માદા આ બે તોપ વડે સલામી અપાઈ હતી.. આવી અનોખી રીતે માત્ર અહીં જ કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં અહીં ભક્તો જન્મોત્સવ મનાવવા માટે ઉમટી પડ્યા છે.  અને તકેદારીનાં ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

  • 20 Aug 2022 12:09 AM (IST)

    Krishna Janmashtami 2022 Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાળ ગોપાલના જન્મના કર્યાં વધામણા

    Krishna Janmashtami 2022 Live: રાજ્યમાં  શ્રીકૃષ્ણજન્મોત્સવની ધૂમ મચી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કર્યા હતા. અને  પ્રભુના દર્શનનો  લાભ લીધો હતો.

  • 20 Aug 2022 12:05 AM (IST)

    Krishna Janmashtami 2022 Live: કૃષ્ણજન્મોત્સવ બાદ ઠેર ઠેર આતશબાજી, માખણ મિસરીના પ્રસાદ વહેચાયા

    Krishna Janmashtami 2022 Live: કોરોનાકાળ હળવો થયા બાદ ઢોલ નગારાના નાદ સાથે   લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવી લીધો હતો.  ઠેર ઠેર આતશબાજી જોવા મળી હતી અને લોકોએ ઘરમાં તથા મંદિરોમાં બાળ ગોપાલને પારણિયે ઝૂલાવ્યા હતા.  બારલ ગોપાલને જન્મ બાદ માખણ, મિસરી અને વિવિધ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

  • 20 Aug 2022 12:00 AM (IST)

    Krishna Janmashtami 2022 Live: ભક્તિભાવપૂર્ણ માહોલમાં દેવકીનંદનનો થયો જન્મોત્સવ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કીના નાદ ગૂંજ્યા

    Krishna Janmashtami 2022 Live: કૃષ્ણજન્મોત્સવ (Krishnajanmotsav) થતા જ  ભક્તો ઘેલા બન્યા હતા અને  બાળ ગોપાલને  પારણે ઝૂલાવવાનો લ્હાવો લીધો હતો. બાલ કૃષ્ણના જન્મ અગાઉ રાજ્યના મંદિરોમાં ભગવાનની શોડષોપચારથી પૂજા કરવામાં આવી હતી અને  ભગવાનને મનમોહક શણગાર  ધરાવવામાં આવ્યા હતા. ભગવાનનું આ સ્વરૂપ એવું  મોહક હતું કે ભક્તો  તેમના  સ્વરૂપ ઉપરથી  નજર હટાવી શકતા નહોતા રાત્રે બાર વાગતા જ ભક્તોની દિવસનભરની આતુરતાનો અંત આવ્યો હતો અને ક્રીશ્ન કનૈયાલાલ કી જયના નાદ સાથે ભાવિકોએ કૃષ્ણજન્મને વધાવી લીધો હતો. સર્વત્ર આનંદ ઉમંગનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

  • 19 Aug 2022 11:50 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: ભક્તો બન્યા છે કૃષ્ણ ધૂનમાં લીન, પ્રભુ આવે અને દર્શન આપે તેની જોવાઈ રહી છે રાહ

    Krishna Janmashtami 2022 Live: આખા દિવસની પ્રતીક્ષાનો અંત હવે નજીકમાં છે  અને  કૃષ્ણભક્તિ ચરમસીમાએ પહોચી છે ત્યારે ભક્તજનો રાહ જોઈ રહ્યા છે કે બસ હવે ગણતરીના સમયમાં પ્રભુ તેમને દર્શન આપશે. સુરત પાલ વિસ્તારમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાળગોપાલને વધાવવાની તૈયારી ગરબા રમી કરી ઉજવણી

  • 19 Aug 2022 11:43 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: શ્રીનાથજીમાં 21 તોપની સલામી સાથે થશે કૃષ્ણ જન્મના વધામણા, 330 વર્ષ જૂની પરંપરા

    Krishna Janmashtami 2022 Live: શ્રીનાથજીમાં થોડી જ વારમાં  21 તોપની સલામી સાથે  કૃષ્ણ જન્મને વધાવવામાં આવશે,   આ પરંપરા 330 વર્ષ જૂની છે. ૧.નર અને માદા આ બે તોપ વડે સલામી અપાશે. આવી અનોખી રીતે માત્ર અહીં જ કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં અહીં ભક્તો જન્મોત્સવ મનાવવા માટે ઉમટી પડ્યા છે.  અને તકેદારીનાં ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

  • 19 Aug 2022 11:31 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: દ્વારિકાધીશ જોવા મળશે દિવ્ય શણગારમાં નીલમ, પોખરાજ, માણેક જેવા કિંમતી રત્નથી સુશોભિત છે વસ્ત્રો

    Krishna Janmashtami 2022 Live:  ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની( Janmashtami 2022 )દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દ્વારકાના(Dwarka) દ્વારકાધીશ મંદિરમાં શ્રી કૃષ્ણના શણગાર માટે ‘દિવ્ય’ વસ્ત્ર અને મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સિલ્ક ગોલ્ડ સ્ટડેડ ડ્રેસ પણ હીરા જડેલા છે. તેમના મુગટમાં નીલમણિ, પોખરાજ, માણેક અને હીરા જેવા અનેક કિંમતી રત્નો જડેલા છે. જે ભગવાન કૃષ્ણ જન્મોત્સવ બાદ રાત્રે 12 વાગ્યે પહેરશે.

    1. ભગવાન શ્રી કૃષ્ણને જન્મોત્સવ પછી જે વસ્ત્ર પહેરાવવામાં આવશે તેની લંબાઈ 10 મીટર છે. ખાસ ડ્રેસ 100 ગ્રામ પ્યોર સિલ્ક ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. આ કાપડને  કર્ણાટકના દાવંગેરેથી ખરીદવામાં આવ્યું હતું.
    2. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના વસ્ત્ર પર સિલાઈ અને એમ્બ્રોઈડરીનું કામ કરવામાં આવ્યું છે. તે જ સમયે, સુરતમાં વસ્ત્ર પર જરદોશીનું કામ પૂર્ણ થયું હતું, જેમાં સોના અને ચાંદી પણ જડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે સ્ટાર્સની વચ્ચે હીરા પણ લગાવવામાં આવ્યા છે.
    3. શ્રી કૃષ્ણના વિશિષ્ટ વસ્ત્રને તૈયાર કરવામાં છ મહિનાનો સમય લાગ્યો છે. આ દરમિયાન એમ્બ્રોઈડરી અને પછી જરદોશી વર્ક પછી સિલાઈનું કામ પૂરું થયું. ખાસ ડ્રેસ તૈયાર કરવા માટે 50 કારીગરોએ દિવસ-રાત એક સાથે મહેનત કરી છે.
    4. રાજકોટના પાટડિયા જ્વેલર્સે ભગવાન કૃષ્ણ માટે મુગટ તૈયાર કર્યો છે. ભારતના મોટાભાગના જૈન મંદિરોમાં તેમના દ્વારા બનાવેલા ઘરેણાં મંગાવવામાં આવે છે.
    5. પાટડિયા જ્વેલર્સ ભગવાનની ચક્ષુઓ બનાવવામાં નિપુણતા ધરાવે છે. આંખોને સોના, ચાંદી અને હીરાથી ડિઝાઇન કરવામાં આવી છે. તેઓ ચક્ષુવાલા નામથી પણ ઓળખાય છે. ખાસ વાત એ છે કે તેમનો પરિવાર બે પેઢીઓથી આ કામ સાથે જોડાયેલો છે.
  • 19 Aug 2022 11:21 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા

    Krishna Janmashtami 2022 Live: જન્માષ્ટમીના ઉત્સવને માણવા રાજકોટના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.   લોકો  સાજ શણગાર સજીને મેળાની  મજા માણવા પહોંચ્યા હતા અને  મેળામાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ જોવા મળી હતી.

  • 19 Aug 2022 11:00 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: Rajkot ના લોકમેળામાં દુર્ઘટના સર્જાઇ, યુવક રાઈડમાંથી પટકાતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો

    Krishna Janmashtami 2022 Live: રાજકોટના (Rajkot) લોકમેળામાં યુવક રાઇડસમાં પટકાયો છે. લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડ્સ એક યુવક માટે જોખમી સાબિત થઇ છે. જેમાં બ્રેક ડાન્સ રાઇડ્સમાં યુવક બરાબરનો પટકાયો હતો. રાઇડ્સમાં બેસતા પહેલા તમારી સુરક્ષા ધ્યાન રાખજો નહીં તો જીવનું જોખમ ઉભું થઇ શકે છે.આવો જ એક કિસ્સો રાજકોટના લોકમેળામાં સામે આવ્યો છે . જ્યાં લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડ્સ એક યુવક માટે જોખમી સાબિત થઇ છે. જેમાં બ્રેક ડાન્સ રાઇડ્સમાં યુવક બરાબરનો પટકાયો હતો.રાઇડ્સ દરમિયાન યુવક પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.હાલ યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

  • 19 Aug 2022 10:45 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: ભક્તજનોની વધી છે આતુરતા, કીર્તનભક્તિથી બાળગોપાલને રીઝવી રહ્યા છે ભાવિકો

    Krishna Janmashtami 2022 Live: રાજ્યના વિવિધ મંદિરોમાં હાલમાં ગોકુળિયા ગામ સમો માહોલ સર્જાઈ ગયો છે અને શ્રીકૃષ્ણના જન્મને  હવે  ગણતરીનો સમય બાકી છે ત્યારે  ભક્તજનો કીર્તન ભક્તિમાં લીન બન્યા છે અને ભગવાનને ગદ ગદ કંઠે જન્મ લેવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.   રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તજનો કીર્તન ભક્તિની સાથે સાથે  ગરબા અને  દુહા છંદ ગાઇને ભગવાનને રીઝવી રહ્યા છે.  વિવિધ મંદિરોમાં ભગવાનને અનોખા શણગાર કરવામાં આવ્યા છે ત્યારે  શામળાજીમાં ભગવાનના ગદાધારી સ્વરૂપના મનમોહક દર્શન થયા હતા

    Shamlaji janmashtmi darshan

    શામળાજીમાં ભગવાનના ગદાધારી સ્વરૂપના મનમોહક દર્શન

  • 19 Aug 2022 09:45 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: અમરેલીના વડિયા અને રાજુલામાં નીકળી ભવ્ય શોભાયાત્રા

    Krishna Janmashtami 2022 Live:  કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કર્યા શોભાયાત્રાના વધામણા

    અમરેલીમાં નીકળેલી શોભાયાત્રાના કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) પુષ્પથી વધામણા કર્યા હતા.  દર વર્ષની જેમ અમરેલી શહેરમાં પણ જન્માષ્ટમી નિમિતે રાજમાર્ગો પર રથયાત્રા પસાર થઈ હતી. અહીં વિવિધ સંસ્થા અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. રાજુલા શહેરમાં ધારાસભ્ય અંબરીષ ડેર,પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સહિત રાજકીય અગ્રણીઓ આ શોભાયાત્રામાં સામેલ થયા હતા. તેમજ દહીહાંડી  કરનારા બાળકો અને યુવાનોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો.સમગ્ર અમરેલી જિલ્લામા જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે. અહીંના પોલીસ કોમ્યુનિટી હોલના મેદાનમા શ્રીકૃષ્ણ ભગવાનનો આઠ ફુટ ઉંચો ફલોટસ ઉભો કરાયો છે.

    dahi handi in Amreli janmashtmi Shobhayatra

    વડિયા અને રાજુલામાં જન્માષ્ટમી નિમિત્તે થયું દહીહાંડીનું આયોજન

  • 19 Aug 2022 07:48 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: શ્રીનાથજીમાં પ્રભુને ધરાવાયા છે ભાત ભાતના પકવાન

    Krishna Janmashtami 2022 Live:  દેશમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ  જન્માષ્ટમી(Janmashtmi 2022)   નિમિત્તે ઉજવણીનો માહોલ છવાયો છે ત્યારે રાજસ્થાનમાં આવેલા પવિત્ર યાત્રાધામ શ્રીનાથજીમાં પણ આ પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. આ તકે શ્રીનાથજી મંદિરના મુખ્ય પૂજારીએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી અને શ્રીનાથજી ધામના ઇતિહાસ અંગે રસપ્રદ ચર્ચા કરી હતી. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. અહીં ઠાકુરજીનું એક વિશેષ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાત વર્ષના બાળકના રૂપમાં પૂજા કરવામાં આવે છે. આ મંદિર રાજસ્થાનના નાથદ્વારામાં આવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ શ્રીનાથજી મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. ભગવાનના જન્મોત્સવને માણવા દેશ-વિદેશમાંથી ભક્તો અહીં પહોંચે છે. અહીંનું વાતાવરણ વ્રજ જેવું લાગે છે. જન્માષ્ટમીની સાંજે ભગવાનની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવે છે. આજે ભગવાનને અહીં  ભાતભાતના પકવાનનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.

  • 19 Aug 2022 07:25 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: દ્વારિકા નગરીમાં ધામધૂમથી ઉજવાશે શ્રીકૃષ્ણનો 5,249મો જન્મોત્સવ

    Krishna Janmashtami 2022 Live: દ્વારિકા (Dwarka) નગરીમાં આજે શ્રીકૃષ્ણનો 5249મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બે વર્ષ બાદ સમગ્ર દ્વારિકા નગરીમાં અનેરી રોનક જોવા મળી રહી છે. મંદિરને અનેરી રોશનીથી સજાવવામાં આવ્યું છે અને ભક્ત મંડળીઓ સતત કીર્તન ભક્તિ કરીને ભગવાનના જન્મોત્સવને વધાવવા માટે આતુર છે. દ્વારકા અને તેની આસપાસના ગ્રામિણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાંથી પણ દર્શનાર્થીઓ દ્વારકામાં ઉમટી પડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઈ માત્ર જગતમંદિર જ નહી, પરંતુ આખી દ્વારકા નગરીને શણગારાવામાં આવી છે અને  દૂર-દૂરથી કૃષ્ણભક્તો દ્વારકામાં આવી પહોંચ્યા છે,જગત મંદિરમાં દર્શન માટે ભાવિકોની કતાર લાગી છે તમામ કૃષ્ણ ભક્તોમાં શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 19 Aug 2022 05:59 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: દ્વારિકામાં ભાવિક મહિલાઓએ કર્યા ગરબા, ભગવાનના જન્મોત્સવને વધાવવા આતુર છે ભાવિકો

    Krishna Janmashtami 2022 Live: કોરોનાના બે વર્ષ બાદ આ એવું વર્ષ છે જ્યારે ભક્તો હોશે હોશે  ભગવાનને જન્મની વધામણી આપવા માટે મંદિરોમાં પહોંચ્યા છે તે પછી દ્વારકા મંદિર હોય કે  ડાકોર, શામળાજી હોય કે  નાથ દ્વારા- આ તમામ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને  દ્વારિકામાં તો મેર કોમની મહિલાઓ અને યુવતીઓ ભગવાનના જન્મની વધામણી આપતા પહેલા પરંપરાગત રાસ અને  ગરબા કરતા જોવા મળ્યા હતા. તો ઘણી મહિલાઓ ભજન ગાઇને ભગવાનને પ્રાર્થના કરી રહી છે.  મંદિર પરિસરમાં  જય રણછોડ અને જય કનૈયાલાલ કીના નાદ અવિરત ગૂંજી રહ્યા છે.  સમગ્ર દ્વારિકા નગરીમાં વિવિધ રંગી રોશની  પણ જોવા મળી રહી છે.

  • 19 Aug 2022 05:39 PM (IST)

    Krishna Janmashtami 2022 Live: ડાકોરના ઠાકોરને મળી રજવાડી ભેટ, ભાવિક ભક્તે અર્પણ કર્યો 11 કિલો ચાંદીનો કળશ

    Krishna Janmashtami 2022 Live: શ્રીકૃષ્ણ જન્મને વધાવવા ભક્તો આતુર બન્યા છે ત્યારે ડાકોરમાં  જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તો ગરબે ધૂમ્યા હતા સાથે જ  ભાવિક ભક્તે ડાકોરના રણછોડ રાયને  11 કિલો ચાંદીનો કળશ અર્પણ કર્યો હતો. આ કળશ મુંબઇના ભાવિક ભક્તે  કેસરની દૂધ સેવા કરવા માટે અર્પણ કર્યો હતો.  આ કળશની  અંદાજિત કિંમત  રૂપિયા 8.23 લાખ છે.

  • 19 Aug 2022 02:18 PM (IST)

    Janmashtami 2022 : વ્હાલાનાં વધામણાં કરવા ભક્તો આતુર બન્યા

    નાથદ્વારામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.ભક્તો શ્રીનાથજી ભગવાનનાં રાજભોગનાં દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.મોટી સંખ્યામાં શ્રીનાથજી ખાતે ભક્તોનો ધસારો જોવા મળે છે.શરણાઈ-ઢોલ સાથે વ્હાલાનાં વધામણાં કરવા ભક્તો આતુર બન્યા છે.

  • 19 Aug 2022 02:12 PM (IST)

    Janmashtami Live : શોભાયાત્રામાં BJP ધારાસભ્ય રાસ રમતા જોવા મળ્યા

    રાજકોટના ધોરાજીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય રાસ રમતા દેખાયા.જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા રાસ રમતા જોવા મળ્યા છે.ધોરાજીમાં બે વર્ષ બાદ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ શોભાયાત્રામાં ધારાસભ્ય સાથે બીજા યુવકો પણ રાસ રમતા જોવા મળ્યા હતા.

  • 19 Aug 2022 01:45 PM (IST)

    Janmashtami : કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં ભક્તોની ભીડ

    કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં ભગવાનના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી રહી છે.જ્યાં જુઓ ત્યાં 'જય રણછોડ..માખણ ચોર'ના નાદ ગુંજી રહ્યા છે.

  • 19 Aug 2022 01:32 PM (IST)

    Janmashtami Live : દ્વારકાનગરી કૃષ્ણમય બની

    દ્વારકાનગરીમાં સવારથી ભક્તો ભગવાન કૃષ્ણના દર્શન માટે ઉમટી રહ્યા છે.દ્વારકા જાણે કૃષ્ણમય બન્યુ હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે.

  • 19 Aug 2022 12:51 PM (IST)

    Janmashtami Dakor : સેવાભાવી સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ

    ડાકોરમાં જન્માષ્ટમી નિમિત્તે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સેવાભાવી સંસ્થા દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના પર્વ પર આ પ્રકારે તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ડાકોરમાં આવતા ભક્તો આ તુલસીના રોપાઓને પ્રસાદ રુપે લેતા હોય છે. હજારોની સંખ્યામાં આ રોપાઓનું વિતરણ કરવામાં આવતુ હોય છે.

  • 19 Aug 2022 12:35 PM (IST)

    Janmashtami Live Updates : વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું, જન્માષ્ટમીના પાવન અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના.જય શ્રી કૃષ્ણ !

  • 19 Aug 2022 12:31 PM (IST)

    Janmashtami 2022 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી

    જન્માષ્ટમીના શુભ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્વિટમાં લખ્યું કે, ભગવાન કૃષ્ણના જીવન અને ઉપદેશોમાં લોકકલ્યાણ અને સદાચારનો સંદેશ છે. ભગવાન કૃષ્ણએ 'નિષ્કામ કર્મ'ની વિભાવનાનો પ્રચાર કર્યો અને લોકોને 'ધર્મ'ના માર્ગ દ્વારા પરમ સત્યની પ્રાપ્તિ વિશે જણાવ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવાર લોકોને મન, વચન અને કાર્યમાં સદાચારના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.

  • 19 Aug 2022 12:28 PM (IST)

    Janmashtami Live : મુંબઈની દહી હાંડી સ્પર્ધામાં છોકરીઓ ભાગ લીધો

    મુંબઈમાં જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ગોવિંદાઓનું જૂથ પણ દહીં હાંડી માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીના શુભ અવસર પર મુંબઈના દાદર નક્ષત્ર લેનમાં દહી હાંડી સ્પર્ધામાં છોકરીઓએ પણ ભાગ લીધો હતો.

  • 19 Aug 2022 12:22 PM (IST)

    Krishna Janmashtami : રાજા રણછોડરાયજીને ચાંદીનો કળશ અર્પણ કરવામાં આવ્યો

    જન્માષ્ટમીના પાવન પર્વને લઇને શ્રદ્ધાળુઓમાં ભકિતનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.."જય કનૈયાલાલ કી"ના નાદ સાથે દેશભરના મંદિર પરિસરો ગૂંજી રહ્યા છે, ત્યારે મુંબઇ સ્થિત એક ભાવિક ભક્ત દ્વારા પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રાજા રણછોડરાયજીને ચાંદીનો કળશ અર્પણ કરવામાં આવ્યો છે.અંદાજે 11 કિલો ચાંદીના આ કળશની કિંમત 8.23 લાખ જેટલી છે.

  • 19 Aug 2022 12:11 PM (IST)

    Janmashtami 2022 : નાથદ્વારામાં ભગવાનને 21 તોપની સલામી આપવામાં આવશે

    નાથદ્વારામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે.દિવસના કાર્યક્રમની વાત કરીએ તો વિવિધ પ્રકારની ઝાંખી કાઢવામાં આવશે.તો રાત્રે 12 વાગ્યે ભગવાનને 21 તોપની સલામી પણ આપવામાં આવશે.

  • 19 Aug 2022 12:05 PM (IST)

    Janmashtami Rajkot : પૂર્વ રાજ્યપાલ વજુભાઈએ PM મોદીની ભગવાન કૃષ્ણ સાથે કરી સરખામણી

    જન્માષ્ટમીના દિવસે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈએ PM મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી છે. રાજકોટમાં મવડી ચોકડી પર શોભાયાત્રાના પ્રસંગે તેઓ સંબોધન કરી રહ્યા હતા.. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.તેમણે કહ્યું કે- પીએમ મોદીએ 15 ઓગસ્ટે લલકાર કરીને ભ્રષ્ટાચાર અને સગાવાદને નાબૂદ કરવાની વાત કરી હતી. આ વાત પીએમ મોદી એટલા માટે કરે છે કારણ કે તેઓ RSSના સ્વયંસેવક છે.અને RSSની એક જ વાત છે કે સમસ્ત હિન્દુ સમાજને ભેગો કરો અને ભારતીય સંસ્કૃતિના રખેવાળ તરીકે કામ કરો.કૃષ્ણના જીવનમાં પણ આવું જ હતું.કૃષ્ણએ કોઈ દિવસ સગાવાદને પ્રોત્સાહન નથી આપ્યું.

  • 19 Aug 2022 12:00 PM (IST)

    Janmashtami Live : ભગવાન શામળિયાના જન્મોત્સવને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવનપર્વે ભક્તો બન્યા કૃષ્ણમય.અરવલ્લીના શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરને સોનાના આભૂષણો, મુગુટ, અને સોનાની વાંસળી સહીતનો શણગાર કરવામાં આવ્યો હતો..મંદિરમાં શામાળીયાની શણગાર આરતી પણ યોજાઈ હતી.મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી.શામળાજી મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મોત્સવને લઈ મંદિરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વહેલી સવારથી કૃષ્ણભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતુ. જન્માષ્ટમીના તહેવારના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાના જન્મોત્સવને હર્ષોલ્લાસ સાથે મનાવવા મંદિરને રંગબેરંગી રોશની અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યું છે.

  • 19 Aug 2022 11:44 AM (IST)

    Janmashtami Dwarka : દ્વારકામાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી

    ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની દ્વારકામાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.દ્વારકનગરીની શેરીઓમાં 'જય રણછોડ ...માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠ્યુ છે.

  • 19 Aug 2022 11:31 AM (IST)

    Janmashtami Dakor : હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી

    ડાકોરમાં પણ જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરના (Dakor)  ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું (Devotee)  ઘોડાપૂર ઉમટ્યું છે.

  • 19 Aug 2022 11:27 AM (IST)

    Janmashtami Live : ભગવાન શ્રીકૃષ્ણની શોભા યાત્રા કાઢવામાં આવી

    કેરળમાં જન્માષ્ટમી નિમિતે કન્નુરની શેરીઓમાં ભગવાન શ્રીકૃષ્ણની  શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

  • 19 Aug 2022 11:19 AM (IST)

    Janmashtami 2022 : સુરતમાં મટકીફોડનો કાર્યક્રમ યોજાશે

    કોરોના કાળ બાદ પ્રથમવાર સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે મટકીફોડનો કાર્યક્રમ યોજાશે.સૌથી ઊંચી મટકી 40 ફૂટની રાખવામાં આવી છે.મટકી ફોડનારને 1.25 લાખ રૂપિયાનું ઇનામ અપાશે.આ મટકીફોડ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે.શહેરના 32 ગોવિંદા મંડળો સ્પર્ધામાં ભાગ લેશે.ગોવિંદા ઉત્સવ સમિતિએ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

  • 19 Aug 2022 11:11 AM (IST)

    Janmashtami Dwarka : કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આપના કાનુડાને નિહાળો TV9 પર

    કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આપના કાનુડાને નિહાળો TV9 પર નિહાળી શકશો, આ માટે નીચે આપેલા નંબર પર તમારા કાનુડાનો ફોટો મોકલી આપો.

  • 19 Aug 2022 11:09 AM (IST)

    Janmashtami Live : 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી'

    ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ યુપીના મથુરામાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી..જન્માષ્ટમીના પાવન પાર્વ પર દેશભરમાંથી ભક્તો ઉમટી પડયા છે.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.રાત્રે 12 કલાકે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે.નટખટ કનૈયાને પીળા વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવશે..વ્હાલાને મધ અને ઘીથી અભિષેક કરવામાં આવશે.કૃષ્ણ જન્મોત્સવને લઈ રાત્રે ભજન સહિતના કાર્યક્રમો યોજાશે.ભક્તોએ "નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી અને હાથી-ઘોડા પાલકીના નારા લગાવ્યા હતા..

  • 19 Aug 2022 11:00 AM (IST)

    Janmashtami Live Updates : ભક્તોએ રાધે-કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી

    શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવનપર્વે ભક્તો બન્યા કૃષ્ણમય..ગુજરાત સહિત અનેક રાજયોના કૃષ્ણમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું.ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ યુપીના મથુરામાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી.તો દિલ્લીના ઈસ્કોન મંદીરમાં પણ ભક્તો ઉમટયા હતા.દ્વારકા અને બેંગ્લોરમાં પણ જન્માષ્ટમીના પર્વમાં ભક્તો બન્યા શ્રીકૃષ્ણમય.બેંગાલુરૂ અને ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો...લડ્ડુ ગોપાલને સ્નાન કરાવીને પારણે ઝુલાવ્યા હતા.જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.ભક્તોએ રાધે-કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

  • 19 Aug 2022 10:59 AM (IST)

    Janmashtami 2022 : ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

    ડાકોરમાં આજે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર "જય રણછોડ.. માખણચોર"ના નાદથી ગુંજી ઉઠ્યું છે..જગતના નાથના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ડાકોર મંદિરના આજના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 6:30 કલાકે નીજ મંદિર ખોલવામાં આવ્યું હતુ અને સવારે 6:45 કલાકે મંગળા આરતી ઉતારવામાં આવી હતી.નિત્યક્રમ અનુસાર ઠાકોરજીને ભોગ પ્રસાદ કરવામાં આવ્યો અને સેવા પૂજા કરવામાં આવી.

Published On - Aug 19,2022 10:53 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">