Dwarka : ખંભાળિયાના સલાયા ગામમાં મોડી રાત્રે ઘર્ષણ બાદ શાંતિપૂર્ણ માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સલાયા ગામમાં મોડી રાત્રે બબાલ થઇ હતી. તાજીયા જુલુસ કાઢવાના મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સ્થાનિકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 8:18 AM

Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સલાયા ગામમાં મોડી રાત્રે બબાલ થઇ હતી. તાજીયા જુલુસ કાઢવાના મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સ્થાનિકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેથી પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસવડા, કલેક્ટર સહિતના અધિકારી દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ સ્થાનિક આગેવાનો સાથે બેઠક કર્યા બાદ હાલ મામલો થાળે પડ્યો છે. હાલ સલાયામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છેકે કોરોનાની સ્થિતિને પગલે સરકારે તાજિયાના ઝુલુસ કાઢવા મામલે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે સલાયા ગામમાં તાજિયાનું ઝુલુસ કાઢવા મામલે જ તકરાર થઇ હતી. અને, સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો. જોકે પોલીસે આખરે લોકોને સમજાવીને મામલો થાળે પાડયો હતો. જોકે, આ ઘટનામાં કોઇ મોટી જાનહાનીના સમાચાર નથી. જેથી પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે અહીં કહેવું રહ્યું કે કોરોના મહામારીના આ સમયમાં લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. અને, જાહેર કાર્યક્રમોને સ્વૈચ્છિક રીતે જ બંધ રાખવા જોઇએ. કારણ કે આપણી જરાક અમથી બેદરકારી ત્રીજી લહેરને નિમંત્રણ આપી શકે છે.

 

આ પણ વાંચો : Bhavnagar : હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે નવું સોપાન, દિલ્લી-સુરત અને મુંબઈ સીધી વિમાન સેવા શરૂ થશે

આ પણ વાંચો : Gujarat : ગોંડલ અને લીલીયા પંથકમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">