Breaking News : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત, આત્મવિલોપન કરનાર મહિલાઓને મળવા ના દીધા

|

Apr 06, 2024 | 2:54 PM

પરશોત્તમ રુપાલાની વાંધાજનક ટિપ્પણીનો વિરોદ્ધ દિવસે દિવસે વધી રહ્યો છે. જેના પગલે ક્ષત્રિય સમાજની 5 મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જોહર કરનાર મહિલાઓને મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી છે.

Breaking News : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત, આત્મવિલોપન કરનાર મહિલાઓને મળવા ના દીધા

Follow us on

પરશોત્તમ રુપાલાની વાંધાજનક ટિપ્પણીનો વિરોદ્ધ દિવસે દિવસે વધી રહ્યો છે. જેના પગલે ક્ષત્રિય સમાજની 5 મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જોહર કરનાર મહિલાઓને મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કર્યા બાદ બંનેને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર લઇ જવાયા છે.

 

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા આજે અમદાવાદના બોપલ ખાતે પહોંચ્યા હતા. આત્મવિલોપનના નિર્ણય ઉપર અડગ ક્ષત્રાણીઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ સાથે જ તેઓ આત્મવિલોપનનો નિર્ણય બદલવા માટે અપીલ કરવાના હતા. મહિલાઓએ લીધેલો આ નિર્ણય પરત ખેંચવા માટે અપીલ કરવાના હતા. પરંતુ પોલીસે મહિપાલસિંહ મકરાણાને ક્ષત્રાણિયોને મળવા દીધા ન હતા.

રુપાલા વિવાદમાં મહિપાલસિંહ મકરાણાનો હુંકાર

અમદાવાદ ખાતે રૂપાલા વિવાદમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનો હુંકાર જોવા મળ્યો. તેમણે જણાવ્યુ કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપે ભોગવવું પડશે પરિણામ. આ સાથે જ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યુ ‘કમળનું ફૂલ, અમારી ભૂલ’ સૂત્ર લઈને અમે નીકળીશું.
મોદી-શાહ રૂપાલા અંગે નિર્ણય લેવો પડશે. “નિર્ણય નહીં લેવાય તો 24 રાજ્યોમાં ભાજપ સામે પ્રચાર કરશે કરણી સેના”

ખંભાળિયામાં ક્ષત્રિય લોકોએ સીઆર પાટીલના કાર્યક્રમમાં ખુરશીઓ તોડી

બીજી તરફ આજે દેવભૂમિ દ્વારકામાં ભાજપના કમલમ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે થવાનું હતુ. જો કે આ કાર્યક્રમમાં પરશોત્તમ રુપાલાના વિરોધના પડઘા જોવા મળ્યા. સી આર પાટીલ એક તરફ ઉદ્ઘાટન માટે રિબિન કટ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ વિરોધ કરનારાઓએ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી રહ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:23 pm, Sat, 6 April 24

Next Article