Har Ghar Tiranga : ત્રિરંગા યાત્રા દ્વારા ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં સેંકડો રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરાયું, વન વિસ્તારમાં રાષ્ટ્ર પ્રેમની લહેર છવાઈ

યાત્રા બોરખલ મુકામે પહોંચતા અહી ગામના સરપંચ સહિતના અગ્રણીઓએ તેનુ ભાવભીનુ સ્વાગત કરી ભારત માતાનુ પૂજન અર્ચન કરી ધ્વજ સ્વીકાર્યા હતા.

Har Ghar Tiranga : ત્રિરંગા યાત્રા દ્વારા ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં સેંકડો રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરાયું, વન વિસ્તારમાં રાષ્ટ્ર પ્રેમની લહેર છવાઈ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 2:34 PM

આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)ની ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે આગામી તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરમા આયોજિત ‘હર ઘર ત્રિરંગા’(Har Ghar Tiranga) અભિયાનને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં પણ ગામે ગામને ત્રિરંગા રંગવાની તડામાર તૈયારીઓચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ડાંગમા કાર્યરત પ્રયોશા પ્રતિસ્ઠાન દ્વારા ત્રિરંગા રથયાત્રાના સથવારે જિલ્લાની તમામે તમામ ગ્રામ પંચાયતો સુધી વિના મુલ્યે ત્રિરંગા પહોંચાડવામાં આવી રહ્યાં છે. ડાંગની પંચાયતોમા સમાવિષ્ઠ તમામ ગામ, ફળિયાઓ અને ઘર-ઘર અને પરિવાર સુધી આ ત્રિરંગા પૂર્ણ માન સન્માન સાથે ફર્કે તેવો આશય રાખવામાં આવ્યો છે.

નક્કી કરાયેલા રૂટ ઉપર આગળ વધી રહેલી આ યાત્રા ડાંગ જિલ્લાના વેપારી મથક વઘઈ ખાતે પહોંચતા અહી ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિતના જન પ્રતિનિધીઓએ રાષ્ટ્ર ગૌરવના આ કાર્ય બદલ સંસ્થાની કામગીરીની સરાહના કરી હતી. આ અવસરે ત્રિરંગા યાત્રાના સ્વાગત સહીત ભારત માતાની પૂજા અર્ચના સાથે નગરજનોને ત્રિરંગાનુ વિતરણ કરાયુ હતુ. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ ગુંજી ઉઠતા વઘઈ નગરમા દેશભક્તિનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

આ યાત્રા બોરખલ મુકામે પહોંચતા અહી ગામના સરપંચ સહિતના અગ્રણીઓએ તેનુ ભાવભીનુ સ્વાગત કરી ભારત માતાનુ પૂજન અર્ચન કરી ધ્વજ સ્વીકાર્યા હતા. સંસ્થાના સ્વયંસેવકો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની જાણકારી આપવાની સાથે રાષ્ટ્રધ્વજની આચાર સંહિતાની સમજુતી પણ આપવામા આવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગામે ગામ અનોખી લોકચેતના જગાવતી આ ત્રિરંગા યાત્રા જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે પહોંચી હતી. અહીં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના વડા એવા કલેકટર ભાવિન પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ અને નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત સહિતના અધિકારીઓએ રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યા હતા. ડાંગ જિલ્લામા તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘરત્રિરંગા’ અભિયાનને અનુલક્ષીને પ્રજાજનોમા અનોખા ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું

રત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત ગામે ગામ દેશભક્તિનો માહોલ સર્જાયો છે. સાથે હર ઘર તિરંગાની વાતને લઈ લોકોમાં પણ દેશપ્રેમ જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠા(Banaskantha) જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજીથી નડાબેટ(Nadabet) સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે.. જેને લઈ ગુજરાત રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ પરબત પટેલ,બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત બનાસકાંઠા જિલ્લાના ભાજપા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ યાત્રાને નડાબેટ માટે પ્રસ્થાન કરાવી હતી.આજે અંબાજીથી નડાબેટ સુધીની 1551 ફૂટ લાંબા તિરંગા ધ્વજ સાથે આ તિરંગા યાત્રાનો શુભારંભ કરાયો હતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">