AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ

બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજીથી નડાબેટ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે.. જેને લઈ ગુજરાત રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ પરબત પટેલ,બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત બનાસકાંઠા જિલ્લાના ભાજપા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Banaskantha : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ
Ambaji To Nadabet Tiranga Yatra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 5:41 PM
Share

ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)  અંતર્ગત ગામે ગામ દેશભક્તિનો માહોલ સર્જાયો છે. સાથે હર ઘર તિરંગાની વાતને લઈ લોકોમાં પણ દેશપ્રેમ જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠા(Banaskantha)  જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજીથી નડાબેટ(Nadabet)  સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે.. જેને લઈ ગુજરાત રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ પરબત પટેલ,બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત બનાસકાંઠા જિલ્લાના ભાજપા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ યાત્રાને નડાબેટ માટે પ્રસ્થાન કરાવી હતી.આજે અંબાજીથી નડાબેટ સુધીની 1551 ફૂટ લાંબા તિરંગા ધ્વજ સાથે આ તિરંગા યાત્રાનો શુભારંભ કરાયો હતો.

એટલુ જ નહીં આ યાત્રા અંબાજીના માર્ગો પર પસાર થતાં લોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યુ હતુ..અંબાજીથી નીકળેલી આ યાત્રા ભારત પાકિસ્તાનની સરહદે આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાના મંદિરે પૂર્ણ કરવામાં આવશે.. જ્યારે 1551 ફૂટ લાંબા તિંરગા ધ્વજ યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યુ હતુ.ભારતદેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે..ત્યારે લોકોમાં દેશભાવના જાગે તેમજ સદ્ગતી પામેલા વીરજવાનોને યાદ કરતા રહે તે માટે આ આયોજન કરાયુ હતુ.

નડાબેટ સીમા પર ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી 13થી 15 ઓગષ્ટ સુધી ‘હરઘર તિરંગા અભિયાન’ શરૂ કરાયું છે જેને સમગ્ર ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન સરહદ પાસે બનાસકાંઠાના નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી.એસ.એફ.ના પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ ‘‘સીમા દર્શન પ્રોજેક્ટ’’નું તાજેતરમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ ઉદ્ઘઘાટન કરવામાં આવ્યુ હતું.

ભારત-પાકિસ્તાન સરહદ નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર જેવો નજારો જોવા મળે છે જેને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. દેશની સ્વતંત્રતાનો મહાપર્વ નજીકમાં છે અને હાલમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા દેશવાસીઓને આઝાદીની ઉજવણીમાં જોડવાનું આહ્વાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યુ છે ત્યારે બોર્ડર પર સીમા દર્શનની સાથે સાથે લોકો હરઘર તિરંગા ઉજવણીનો બેવડો આનંદ માણી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.

“રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને વધુુ ગાઢ બનાવવાનો ઉદ્દેશ્ય”

અગાઉ ધ્વજનો ઉપયોગ માત્ર સંસ્થાકીય કાર્યો અને ઔપચારિક પ્રસંગો માટે થતો હતો. ઘરો અને સંસ્થાઓમાં ધ્વજ ફરકાવાથી લોકો વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈ શકશે. આ અભિયાન થકી લોકોને આપણા રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે જાગૃત કરવામાં મદદ મળશે. 22 જુલાઈ-2022૨ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમના મતે ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જશે અને લોકોમાં રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે પણ જાગૃતિ ફેલાવશે.

આ ઝુંબેશ એવી અપેક્ષા રાખે છે કે દરેક ભારતીય 15 મી ઓગષ્ટે પોતાના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવે. આ અભિયાન અંતર્ગત 13 થી 15 ઓગષ્ટ દરમિયાન ધ્વજવંદન ફરકાવવા કરવા અનુરોધ કરાયો છે. જેના ભાગરૂપે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સંસ્થાનો, ઘરો, ઇમારતો એમ તમામ સ્થળોએ તિરંગો ફરકાવી લોકો પોતાની દેશભક્તિ વ્યકત કરી શકશે.

( With Input Chirag Agarwal ) 

Follow Us
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
g clip-path="url(#clip0_868_265)">