હવામાન વિભાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત(South Gujarat)માં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ(Dang) સ્થિત ગિરિમથક સાપુતારામાં ઝરમર વરસાદ વરસ્યો છે જ્યારે ડાંગમાં બુધવારે બપોરના સમયે જિલ્લામાં જોરદાર ઝાપટા સાથે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું. સવારે 6 વાગ્યા સુધી 24 કલાક દરમિયાન જિલ્લાના મુખ્ય મથક આહવા , વઘઇ તાલુકાઅને સુબિર તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે સુરતના કામરેજમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.
The fake message caused concern
ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના બારખાંધીયા નજીક કોઝવે પાણી માં ગરક થઈ ગયો હોવાના મેસેજ સાથે એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોના પગલે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે આ વિડિઓ જૂનો હોવાની તંત્રએ સ્પષ્ટતા કરતા રાહત અનુભવાઈ હતી. અગાઉના સમયમાં ભારે વરસાદના કારણે કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા તે સમયનો વિડીયો હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ ટીખળખોરે લોકોને ભ્રમિત કરવા ખોટા મેસેજ સાથે વિડિઓ વાયરલ કર્યો હોવાનું સ્પષ્ટ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ
રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કેટલાક તાલુકાઓમાં મેઘમહેર યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાંસારો વરસાદ વરસ્યો છે.. અમદાવાદના વિરમગામમાં અને મોડાસા તેમજ પોસીનામાં પણ સારો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાની માહિતી આપી છે. ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ પણ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.