Dahod: બે વર્ષ બાદ ધામધૂમથી નીકળી રથયાત્રા, હજારોની સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન
બે વર્ષ કોરોના (Corona) મહામારીને ધ્યાને રાખીને રથયાત્રા (Rathyatra) ભક્તો માટે બંધ રાખવામાં આવી હતી. જો કે આ વર્ષે ભક્તો સાથે ધામધૂમથી રથયાત્રા યોજાઇ.
દાહોદ (Dahod) જિલ્લામાં અલગ અલગ સ્થળે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. દાહોદમાં રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતુ. આ રથયાત્રા (Rathyatra) દાહોદ, લીમડી, ઝાલોદ, લીમખેડા નીકળી હતી. રણછોડરાયની રથયાત્રા દર વર્ષ અષાઢી બીજના દિવસે નીકળે છે. ત્યારે દાહોદમાં કોરોના મહામારીના બે વર્ષ બાદ ધામધૂમથી રથયાત્રા ભક્તો સાથે નીકળી. રથયાત્રામાં મોચી સંખ્યામાં જ હરિભક્તો અને સેવકો જોડાયા હતા. હજારોની સંખ્યામાં ભક્તોએ રથયાત્રાના દર્શન કર્યા હતા. તો ચુસ્ત પોલીસ સુરક્ષા (Police security) વચ્ચે રથયાત્રા નગરમાં ફરી હતી.
દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હોય છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા નીકળતી હોય છે. જો કે આ સિવાય પણ ગુજરાતમાં અનેક સ્થળે રથયાત્રા ઉત્સાહભેર નીકળે છે. દાહોદમાં પણ દર વર્ષે અલગ અલગ સ્થળોએ રથયાત્રા નીકળતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. આ વર્ષે પણ ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી.
500 કિલો જાંબુ અને 200 કિલો મગનો પ્રસાદ
દાહોદમાં ધાાર્મિક વાતાવરણમાં ઉત્સાહભેર રીતે રથયાત્રા નીકળી હતી. કોરોનાકાળના બે વર્ષ બાદ નીકળેલી યાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. દાહોદમાં રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ. બપોરે વિસામા બાદ ફરીથી યાત્રા તેના નિયત રુટ પર શરુ થઇ ગઇ હતી. દાહોદમાં રથયાત્રાના પગલે વિવિધ જગ્યાએ ખાણી પીણીના સ્ટોલ પણ લગાવાયા હતા. રથયાત્રામાં 500 કિલો જાંબુ અને 200 કિલો મગનો પ્રસાદ તૈયાર વહેંચવામાં આવ્યો હતો.
સેલ્ફી લેવા માટે અલગ ફોટો બુથ રાખવામાં આવ્યા
બે વર્ષ કોરોના (Corona) મહામારીને ધ્યાને રાખીને રથયાત્રા (Rathyatra) ભક્તો માટે બંધ રાખવામાં આવી હતી. જો કે આ વર્ષે ભક્તો સાથે ધામધૂમથી રથયાત્રા યોજાઇ. આ રથયાત્રામાં વિવિધ ઝાંખીઓએ ભક્તોમાં આકર્ષણ જમાવ્યુ હતુ. લોકો સેલ્ફી લઇ શકે તે માટે એક ફોટો બુથ પણ રાખવામાં આવ્યુ હતુ. રથયાત્રાને વિશેષ બનાવવા માટે કેટલાક યુવકોએ વેશભુષા સાથે વિવિધ કૃતિઓ પણ રજૂ કરી હતી. શ્રધ્ધાળુઓએ તેમજ સંગઠનો તેમજ વિવિધ સમાજ દ્વારા યાત્રાળુઓ માટે ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ પર જ્યાં વિવિધ પ્રકારના વ્યંજનો પીરસવામાં આવ્યા હતા. પીવાના પાણીની પણ ભાવિકો દ્વારા જ વ્યવસ્થા કરવામાં આવી હતી.