Dahod: પર્યાવરણને બચાવવા ચાર ગુજરાતી યુવકોની પહેલ, પ્રદૂષણ ફેલાવતા જુના ટુ-વ્હીલર્સની કાયાપલટ કરી બનાવે છે ઇલેક્ટ્રીક

દાહોદના (Dahod) અબ્બાસ લીમડીવાલાએ જણાવ્યું હતું કે, જ્યારે અમે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઇલેક્ટ્રીક વ્હીકલ પ્રોજેક્ટ બનાવી રાષ્ટ્રીય સ્પર્ધામાં ઝંપલાવી દેશમાં પ્રથમ આવ્યા હતા.

Dahod: પર્યાવરણને બચાવવા ચાર ગુજરાતી યુવકોની પહેલ, પ્રદૂષણ ફેલાવતા જુના ટુ-વ્હીલર્સની કાયાપલટ કરી બનાવે છે ઇલેક્ટ્રીક
દાહોદના યુવક અને તેના મિત્રોએ મળીને જુના વાહનોની કાયાપલટ કરી બનાવ્યા ઇલેક્ટ્રીક વાહન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 2:39 PM

દુનિયામાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને (Vehicles) કારણે દિવસે દિવસે પ્રદૂષણનું (Pollution) પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. ત્યારે દાહોદના (Dahod) એક યુવાન સહિત ચાર ગુજરાતી યુવાનોની ટીમે પ્રદૂષણ અટકાવવા એક નવીન શોધ કરી દીધી છે. આ યુવાનોએ પેટ્રોલથી ચાલતા જુના વાહનોને ઈલેક્ટ્રીક વાહનમાં રૂપાંતરિત કરવાની નવી ટેકનોલોજી તૈયાર કરી છે. આ ટેકનોલોજીની મદદથી હવે જુના પ્રદૂષણ ફેંકતા સ્કૂટરની કાયાપલટ કરી દેવામાં આવશે અને તેને ઈલેક્ટ્રીક વાહન બનાવી દેવામાં આવશે. યુવાનોની આ પહેલ દુનિયામાં પર્યાવરણ બચાવવા માટેનું એક મોટુ પગલુ ગણી શકાય.

જુના ટુ વ્હીલર્સમાં કર્યા બદલાવ

દાહોદના યુવક અબ્બાસ લીમડીવાલા અને તેના ચાર મિત્રોએ વર્ષ 2022માં વલ્લભ વિદ્યાનગરની એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એ.ડી.આઇ.ટી.) કોલેજમાં ઓટોમોબાઈલ એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. અબ્બાસ, તેના ચાર મિત્રો સહિત 10 વિદ્યાર્થીઓએ 2019માં તેમના અભ્યાસની સાથેસાથે જ એક ઇલેક્ટ્રિક ચાર્જિગ બાઈક બનાવ્યું હતું. જો કે અભ્યાસ પૂર્ણ થયા પછી આ ચારેય વિદ્યાર્થીઓએ દોઢ- બે વર્ષ અન્યત્ર અનેક સંઘર્ષ કર્યા. જે પછી અમદાવાદ ખાતે “સ્વેપ (SWAP) ઓટોમોટિવ” નામે કંપની બનાવીને તેના નેજા હેઠળ પેટ્રોલથી ચાલતા એક્ટિવા, વિગો જેવા ટુ- વ્હીલરમાં ભારતીય બનાવટની ઈલેક્ટ્રીક કીટ ફીટ કરી ગુજરાતમાં સંભવિત પ્રથમ જ વખત આ નવતર સાહસ કર્યું છે.

આ સંદર્ભે દાહોદના અબ્બાસ લીમડીવાલાએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઇલેક્ટ્રીક વ્હીકલ પ્રોજેક્ટ બનાવી રાષ્ટ્રીય સ્પર્ધામાં ઝંપલાવી દેશમાં પ્રથમ આવ્યા હતા. હાલના સમયમાં પેટ્રોલની કિંમત અને પ્રદૂષણ બંને ઝડપથી વધી રહ્યા છે. નવા સારા ઈલેક્ટ્રિક વાહનો મોંઘા છે અને જૂના વાહનો સ્ક્રેપમાં જઈ રહ્યા છે. ત્યારે અમને કોલેજ સમયથી જ એવું હતું કે ભવિષ્યના આ ક્ષેત્રે આગળ વધી દેશ માટે કંઈક કરવું છે એના જ ભાગરૂપે અમે ચાર મિત્રોએ મળીને ‘SWAP Automotive Pvt. Ltd.’ સ્થાપના કરી છે. ”

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નવી ટેકનોલોજીની વિશેષતા

અબ્બાસ લીમડીવાલાએ આપેલી માહિતી અનુસાર તેઓ જૂના પેટ્રોલ ટુ-વ્હીલરને અંદાજિત રૂ 40 હજાર રુપિયાના ખર્ચે ઈલેક્ટ્રીકમાં કન્વર્ટ કરે છે. આ વાહન અંદાજે દોઢ યુનિટના ઉપયોગથી થતા એક ચાર્જમાં 70 થી 80 કિલોમીટર જેવું અંતર કાપે છે. આ વાહન અંદાજે 10 પૈસા/કિમી.ના સાવ નહીંવત્ દરે ચાલશે. જુના વાહનમાં નખશિખ ભારતીય બનાવટના ગુણવત્તાયુક્ત ભાગોનો ઉપયોગ કરવાથી વાહનમાં આગ લાગવાની શક્યતા પણ નહીંવત્ છે. આ વાહનનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

અબ્બાસ લીમડીવાલાએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં ઓક્ટોબરમાં તેની સાથે અન્ય 10 વિદ્યાર્થીઓની ટીમે અભ્યાસની સાથેસાથે એક ઇલેક્ટ્રિક બાઈક બનાવ્યું હતું. 2019માં તેમણે રૂ. 7ના ચાર્જિંગ ખર્ચમાં 80 કિમીની એવરેજ આપતું ઇલેક્ટ્રિક બાઇક બનાવેલું. જેને તામિલનાડુ ખાતે યોજાયેલા રાષ્ટ્રકક્ષાના SAEISS ની ટુ-વ્હીલર્સ માટેની ડિઝાઇન કોમ્પિટિશનમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. દેશભરની 54 ટીમ પૈકી એ.ડી.આઇ.ટી.ના આ વિદ્યાર્થીઓએ બનાવેલા ઇલેક્ટ્રિક બાઇકનો પ્રથમ નંબર આવતા આ ટીમને રૂ.75 હજાર રુપિયાનું ઇનામ પ્રાપ્ત થયું હતું.

તો સાથે જ એક સારા અને કુશળ બાઈક ચાલક એવા અબ્બાસ લીમડીવાલાએ આ બાઇકને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન ચલાવતા મેન્યુબિલિટીમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને વધારાનું રૂ.15 હજારનું ઇનામ મેળવ્યું હતું. તે10 વિદ્યાર્થીઓ પૈકીના રાજન જમાદાર (સુરત), વેદાંશ ઠાકુર (સુરત) અને નીરજ ઓઝા(અમદાવાદ) અને અબ્બાસ લીમડીવાલા ચાર હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ ચારેય વિદ્યાર્થીઓએ SWAP નામે કંપની બનાવી જુના ટુ વ્હીલર્સની કાયાપલટ કરવાનું શરુ કર્યુ છે.

(વીથ ઇનપુટ- પ્રિતેશ પંચાલ, દાહોદ)

g clip-path="url(#clip0_868_265)">