સાવધાન ! અમદાવાદમાં ફરી કોરોનાની એન્ટ્રી, એક સાથે 7 એક્ટિવ કેસ આવ્યા સામે, જુઓ વીડિયો
અમદાવાદ શહેરમાં ફરીથી કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા છે. તમામ 7 કેસ પાછલા એક સપ્તાહમાં નોંધાય છે. સતત વધતાં કેસને લઈ આરોગ્ય વિભાગ પણ હવે સતર્ક બન્યું છે. આરોગ્ય મંત્રીએ આ અંગે તમામ આરોગ્ય એકમોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. જેમાં અમદાવાદમાં પણ 7 કેસ નોંધાય છે જે પૈકીના 5 કેસ વિદેશથી આવ્યા હોવાનું માનવમાં આવે છે. 2 કેસ ની ટ્રાવેલ હિસ્ટ્રી નહીં મળી હોવાનું જણાવ્યુ હતું. ઓસ્ટ્રેલિયા , UK અને સિંગાપોરથી આવેલા 5 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આ એક્ટિવ કેસમાં 4 મહિલા અને 3 પુરુષ હાલ હોમ આઇસોલેશનમાં છે. 15 થી લઈને 70 વર્ષ સુધીના દર્દીઓ હાલ ઘરે સારવાર લઇ રહ્યા છે. જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં કેસ નોંધાયા છે. મામ દર્દીઓએ અમદાવાદના નદી પારના પશ્ચિમ વિસ્તારના છે. તમામ પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વાઇરસ છે કે, નહીં એ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે.
ગુજરાતમાં કોરોનાની ફરી થી એન્ટ્રીને લઈ સરકારનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ આજે 13 સુધી પહોંચ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
આ કોરોનાનાન નવા કેસને લઈ સરકારે જણાવ્યુ હતું કે આ કોરોનાનો વેરિયન્ટ માઈલ્ડ હોવાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું નવા વેરિયન્ટથી સાવધાની રાખવાની જરૂર છે. નવા વેરિયન્ટથી વાયબ્રન્ટ સમિટને ખતરો નહીં હોવાની પણ વાત મંત્રી દ્વારા કરવામાં આવી હતી. આ સાથે કેન્દ્ર સરકારે સતર્ક રહેવાની સૂચના આપી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..