Chhotaudepur: જિલ્લાનું એક એવું ગામ જે નર્મદા નદીને કિનારે હોવા છતાં તરસ્યું

છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના 343 ગામોના લોકોને પીવાનું પાણી મળે તે માટે 893 કરોડના ખર્ચે હાફેશ્વર યોજના બનાવી અને કેટલાક ગામના લોકોને પીવાનું પાણી મળતું પણ થઈ ગયું છે. પણ નવાઈની વાત એ છે કે જ્યાંથી આ યોજનાનું પાણી પહોચડવામાં આવી રહ્યું છે તે હાફેશ્વર ગામના લોકો આજે પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે.

Chhotaudepur: જિલ્લાનું એક એવું ગામ જે નર્મદા નદીને કિનારે હોવા છતાં તરસ્યું
Thirsty village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 5:19 PM

નદી કિનારે તરસ્યા એવા છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના હાફેશ્વરના આ લોકોની સ્થિતી છે. આ ગામ છે કવાંટ તાલુકાના છેવાડાનું ગામ કે જ્યાં ત્રણ રાજ્યોનો સંગમ થાય છે અને જ્યાંથી નર્મદા નદી (Narmada) વહે છે છતાં આ ગામના લોકો બુંદ બુંદ પાણી માટે વલખાં મારી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના સંગમ વિસ્તારમાં આવેલ ગુજરાતનું છેવાડાનું અને છેલ્લું ગામ હાફેશ્વર ગામ કે વનરાજી અને ડુંગરોની હારમાળા વચ્ચે આવેલુ છે. છૂટા છવાયા રહેતા આ ગામની વસ્તી લગભગ ચાર હજારની છે. અને આ ગામના કિનારે નર્મદા નદી વહે છે. અહીથી જ પાણી પુરવઠા યોજનાની લાઇન દાહોદ (Dahod) સુધી લઈ જવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા કવાંટ પાવીજેતપુર, અને બોડેલી અને દાહોદ જિલ્લા કેટલાક ગામો મળી કુલ 343 ગામોના લોકોને પીવાનું પાણી મળે તે માટે 893 કરોડના ખર્ચે હાફેશ્વર યોજના બનાવી અને કેટલાક ગામના લોકોને પીવાનું પાણી મળતું પણ થઈ ગયું છે. પણ નવાઈની વાત એ છે કે જ્યાંથી આ યોજનાનું પાણી પહોચડવામાં આવી રહ્યું છે તે હાફેશ્વર ગામના લોકો આજે પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે.

એવું પણ નથી કે આ ગામના લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં ના આવી હોય. અહીં પણ કેટલાક વિસ્તારોમાં નળ સે જળ યોજનાની પાઇપ લાઇન જોવા મળશે પણ તે શોભાના ગાંઠિયા સમાન છે. ફક્ત પાઇપના ટુકડા ઘર પાસે લગાવી દેવામાં આવ્યા છે કે નથી સ્ટેન્ડ પોલ લગાડવામાં આવ્યા. કેટલીક જગ્યા એ જે નિયમ પ્રમાણે ઊંડાઈમાં પાઇપ નાખવાની હોય તે બહાર જોવાઈ રહી છે તો કેટલાક વિસ્તારોમાં એ પણ વયવસ્થા કરવામાં આવી નથી. દાહોદ સુધી પાણીની મશ મોટી લાઇન પસાર થઈ અહી છે તેની નજીક જ એક મકાનની બાજુ માં એક પાઇપનું ટુકડો નાખી દેવામાં આવ્યો છે. જે ગામના લોકો માટે નળ સે જળ યોજના ફારસ રૂપ જોવાઈ રહી છે. ગામના લોકોમાં આ બાબતે નારાજગી જોવાઈ રહી છે કે જે ગામમાંથી 150 કિમી દૂર દાહોદ સુધી પાણી લઈ જવાતું હોય તો તેમણે કેમ નહી. આ ગામના લોકો માટે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પણ પાણીને સમસ્યા રહે છે.

હાફેશ્વર ગામના લોકો માટે નળ સે જળ યોજના મજાક સમાન જોવાઈ રહી છે. અને જેન લઈ વિસ્તારના ધારાસભ્ય અને વિપક્ષના નેતાએ જણાવ્યુ કે નળ સે જળ યોજના મતોનું રાજકારણ છે. આ યોજના સક્સેસ નથી. ઘણા સમયથી ચાલતી આ યોજના આજે પણ પૂર્ણ થઇ નથી. કોંટ્રાક્ટર દ્રારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવે છે. ઘર આંગણે એક સ્ટેન્ડ લગાવીને કામ પૂર્ણ અથવા કામ ચાલુ હોવનું બતાવી સરકારની વાહવાઈ કરવામાં આવી રહી છે. ઘર આંગણે પાઇપ લાગવ્વા થી પાણી મળી જતું નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નદી કિનારે જ અને ડુંગર વિસ્તારમાં રહેતા લોકો પીવાનું પાણી મેળવવા જીવનું જોખમ ખેડી રહ્યાં છે. બે બેડા પાણી મેળવવા ગામના બાળકો અને મહિલાઑ ઊંડી ખીણમાં આવેલ કૂવા પર જાય છે. જે જોતાં જ કમકમાં આવી જાય પણ આ ગામના લોકોની એ મજબૂરી છે. પાણી ભરવા જતી બાળકીઓ અને મહિલાઓને ડર પણ લાગે છે. આ વિસ્તારમાં જે હેન્ડપંપ છે તેમાં પણ પાણી નથી કે નથી કોઈ પીવાના પાણીની વ્યવસ્થા. ચોમાસાના સમયે તો આ લોકો કપરી હાલત મુકાઇ જાય છે. ગામના પશુઓને પણ આજ ખીણમાં આવેલ કુવા પર લઈ જવા પડે છે.

આજ ગામ માથી દૂર દૂર સુધી પાણી પુરવઠા યોજના દ્રારા પાણી લઇ જવાતું હોય તેનો ગામ લોકોનો વિરોધ નથી પણ આ ગામના લોકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે તેવી ગામના લોકોની માંગ છે. (વીથ ઇનપુટ- મકબૂલ મન્સૂરી, છોટાઉદેપુર)

g clip-path="url(#clip0_868_265)">