Chhotaudepur: અલીખેરવા ગામે પૂરતા પ્રમાણમાં પાણી ન અપાતા મહિલાઓએ ગ્રામ પંચયાત પર જઈ હોબાળો મચાવ્યો
મહિલાઓને જોતાં જ પંચાયત ઓફીસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે મહિલા દરવાજાના બહાર ઓટલા પર બેસી જઇ હંગામો મચાવ્યો હતો અને આખરે જાતે દરવાજો ખોલી ઓફીસમાં ઘૂસી ગઈ હતી.
છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં બોડેલી તાલુકાના 9000ની વસ્તી ધરાવતા અલીખેરવાના કેટલાક વિસ્તરોમા પીવાનું પૂરતા પ્રમાણમા પાણી (Water) ન મળતા રામનગર, સાધનાનગર અને જનકલ્યાણ સોસાયટીની મહિલાઓ (women) ગ્રામ પંચાયત (gram panchayat) ઓફિસ પર પીવાના પાણીનો મુદ્દો લઈ પહોંચી હતી. મહિલાઓને જોતાં જ પંચાયત ઓફીસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે મહિલા દરવાજાના બહાર ઓટલા પર બેસી જઇ હંગામો મચાવ્યો હતો અને આખરે જાતે દરવાજો ખોલી ઓફીસમાં ઘૂસી જઇ મહિલા સરપંચ (Sarpanch) ને રજુઆત કરવાની કોશિશ કરી હતી. આ સમયે ડે. સરપંચે સતીશ ભાઈએ દરમિયાનગિરિ કરતા મામલો ગરમાયો હતો અને મહિલાઓ એ રીતસરનો ડે. સરપંચનો ઘેરાવો કર્યો હતો. જોકે મહિલા સરપંચ ગંગાબેન પાણીના મુદ્દે આવેલી મહિલાઓનો આક્રોસ પારખી કાઈ પણ બોલ્યા ન હતા. ફક્ત શાંત રહેવા જણાવ્યું. કેમેરા સામે પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો.
મહિલાઓની રજુઆત મહિલા સરપંચ ગંગાબેન રાઠવાએ તો ન સાંભળી પણ મહિલાઓનો આક્રોસ પારખી અને ઓફીસ બહાર નીકળી ગયેલ ડે. સરપંચ સતીશ રાઠવાને પૂછતાં તેમને જણાવ્યું કે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને કુવામાં પાણી ઓછું થયુ છે. જેથી પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. બીજા વિસ્તરોમા પીવાના પાણીની સમસ્યા નથી અને રામનગર અને જનકલ્યાણ સોસાયટીમાં જ કેમ ? એ સવાલ કરતા પંચયાતના દરેક વૉર્ડ સરખા છે. કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી એમ કહી તેઓ છૂટી ગયા હતા.
જ્યારે મહિલાઓ ચૂંટણીમાં તેમને મત નથી મળ્યા તેને લઈ સરપંચ દ્વારા તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે તેવા આક્ષેપ કરી રહ્યા. તે વાતને ડે. સરપંચે નકારી કે પંચયાતના કોઈ પણ વોર્ડમાં ભેદભાવ રાખવામાં નથી આવતો. તો પછી પંચાયત ઉપર મોટી સંખ્યામાં કેમ મહિલાઓ આવી એ એક સવાલ છે. મહિલાઓની વાત માનીએ તો તેમને આગાઉ પણ તલાટી,સરપંચ,ડે સરપંચને છેલ્લા ઘણા સમયથી રજુઆતો કરી છે, પણ કોઈ ઉકેલના આવતા આખરે પંચયત પર આવવા તેઓ મજબુર બન્યા હતા. હવે જોવાનું એ રહે છે કે આ મહિલાઓની રજુઆત ધ્યાને લેવાય છે કે આવનારા સમય મા પણ આ મહિલાઓને પીવાના પાણીનું દુઃખ ભોગવવું પડશે ?