AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : “ટેન્શન મત લો, મેને તો સિર્ફ બિયર પી હૈ…” સ્ટીયરીંગ પર બેઠેલા ‘યમરાજ’ની મુસાફરોએ શાન ઠેકાણે લાવી! જુઓ Video

છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં ગોંડલ જતી બસના ડ્રાઇવરને નશાની હાલતમાં પકડી પાડવામાં આવ્યો હતો. મુસાફરોએ હોબાળો મચાવીને બસ રોકાવી હતી. ડ્રાઇવરે બિયર પીધું હોવાની કબૂલાત કરી હતી. ઉશ્કેરાયેલા મુસાફરોએ તેને પોલીસને સોંપ્યો અને વૈકલ્પિક બસમાં રવાના થયા હતા.

Breaking News : ટેન્શન મત લો, મેને તો સિર્ફ બિયર પી હૈ... સ્ટીયરીંગ પર બેઠેલા 'યમરાજ'ની મુસાફરોએ શાન ઠેકાણે લાવી! જુઓ Video
passengers caught drunk st bus driver
| Updated on: May 19, 2026 | 1:14 PM
Share

આપણે જ્યારે કોઈ બસમાં મુસાફરી કરવા બેસીએ છીએ, ત્યારે આપણો જીવ અને સુરક્ષા સંપૂર્ણપણે ડ્રાઇવરના હાથમાં સોંપી દઈએ છીએ. પણ શું થાય જ્યારે તમારો જીવ બચાવનાર જ તમારો કાળ બનીને બેઠો હોય? છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં બનેલી એક ઘટનાએ આખી સિસ્ટમ અને મુસાફરોની સુરક્ષાની પોલ ખોલી નાખી છે. ગોંડલ જઈ રહેલી બસનો ડ્રાઈવર ખુલ્લેઆમ નશો કરીને બસ ચલાવતો પકડાયો, જે સાબિત કરે છે કે મુસાફરોના જીવની આ તંત્રમાં કોઈ જ કિંમત નથી!

નિર્દોષ લોકોના જીવ જોખમમાં

પાવી જેતપુરથી ગોંડલ તરફ જતી આ બસમાં અનેક મુસાફરો બેઠા હતા. રસ્તામાં ડ્રાઇવરની હરકતો અને બસ ચલાવવાની રીત જોઈને મુસાફરોને શંકા ગઈ. જ્યારે તેમણે તપાસ કરી તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ! બસનો ડ્રાઇવર પૂરેપૂરો નશામાં ધૂત હતો. ઉશ્કેરાયેલા અને પોતાના જીવની ચિંતા કરતા મુસાફરોએ તાત્કાલિક હોબાળો મચાવ્યો અને પાવી જેતપુર પાસે બસને ઊભી રખાવી દીધી.

બેશરમીની હદ: ડ્રાઇવરે જાતે જ કબૂલ્યું કે તેણે ‘બિયર’ પીધું છે!

આ ડ્રાઈવરની બેશરમી તો જુઓ, લોકોએ તેને પકડ્યા પછી તેણે જાહેરમાં કબૂલાત કરી કે તેણે બિયર પીધું છે. મુસાફરોનો સીધો આરોપ છે કે ડ્રાઇવરની પાસેથી બિયરનું ટીન પણ મળી આવ્યું હતું. આ શરમજનક ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નશામાં લથડિયા ખાતો આ ડ્રાઇવર મુસાફરોને એવી ખાતરી આપતો હતો કે, “હું તમને બધાને સહી સલામત ગોંડલ પહોંચાડી દઈશ.” શું 50 થી વધુ લોકોના જીવ કોઈ રમકડું છે કે આવો નશેડી ડ્રાઇવર તેમની ગેરંટી લે?

જાગૃત મુસાફરોએ પોલીસને હવાલે કર્યો

સદનસીબે, મુસાફરોએ આ નશેડી ડ્રાઇવરની કોઈ જ વાહિયાત વાત માની નહીં. તેમણે આક્રોશમાં આવીને આ બેજવાબદાર ડ્રાઇવરને પકડી રાખ્યો અને સીધો જ પોલીસના હવાલે કરી દીધો. આખરે, હેરાન-પરેશાન થયેલા મુસાફરોએ પોતાના જીવના રક્ષણ માટે અધવચ્ચે જ આ બસ છોડવી પડી અને બીજી બસમાં પોતાની મંજિલ તરફ જવું પડ્યું.

સિસ્ટમ પર ઉઠતા ગંભીર સવાલો:

  • આ ઘટના માત્ર એક ડ્રાઇવરની ભૂલ નથી, પણ આખા તંત્ર પર એક મોટો તમાચો છે.
  • જ્યારે બસ સ્ટેન્ડમાંથી ઉપડી ત્યારે શું કોઈએ આ ડ્રાઇવરનું ચેકિંગ નહોતું કર્યું?
  • જો હાઈવે પર કોઈ ભયંકર અકસ્માત થયો હોત અને નિર્દોષ બાળકો કે પરિવારોના જીવ ગયા હોત, તો તેનો જવાબદાર કોણ હોત?

આવા બેજવાબદાર ડ્રાઇવરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમનું લાયસન્સ આજીવન રદ થવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ અને સામાન્ય જનતાના જીવ સાથે રમવાની હિંમત ન કરી શકે! સિસ્ટમે હવે જાગવાની જરૂર છે, નહીં તો જનતા જાતે જ રસ્તા પર ઉતરીને ન્યાય કરશે.

ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતવાસીઓનો પરસેવો છોડાવ્યો! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">