AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતવાસીઓનો પરસેવો છોડાવ્યો! જુઓ Video

ગુજરાતમાં ભીષણ ગરમી અને ઉકળાટ યથાવત છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાહત ન મળવાની આગાહી કરી છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભેજ વધ્યો છે. સુરેન્દ્રનગર 44.5°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું. આરોગ્ય વિભાગે લૂ લાગવાથી બચવા માટે બપોરે બહાર ન નીકળવા, પાણી વધુ પીવા અને હળવા કપડાં પહેરવાની સલાહ આપી છે.

Breaking News : ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતવાસીઓનો પરસેવો છોડાવ્યો! જુઓ Video
cyclonic circulation active in gujarat weather update
| Updated on: May 18, 2026 | 9:12 AM
Share

ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને સમગ્ર રાજ્ય ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં છે. હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના નાગરિકોને આ આકરા ઉનાળામાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો રહેશે અને અસહ્ય ઉકળાટભર્યું વાતાવરણ યથાવત રહેશે.

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિસ્ટમના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જ્યારે તાપમાન ઊંચું હોય અને હવામાં ભેજ ભળે ત્યારે બફારો અને ઉકળાટ ખૂબ જ વધી જાય છે. આ જ કારણ છે કે વાસ્તવિક તાપમાન કરતાં પણ લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. આગામી દિવસોમાં પણ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

રાજ્યનું સૌથી ગરમ શહેર

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારોમાં જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના અન્ય પ્રમુખ શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ નીચે મુજબ જોવા મળ્યો હતો

શહેર

તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં)

સુરેન્દ્રનગર  44.5°C
રાજકોટ 43.5°C
અમરેલી 43.3°C
ગાંધીનગર 43.0°C
ભુજ 42.6°C
વડોદરા 42.6°C
ડીસા 42.3°C
અમદાવાદ 42.1°C

સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 43 ડિગ્રી અને આર્થિક પાટનગર અમદાવાદમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળાઈ ઉઠ્યા છે. ઉત્તર ગુજરાતના ડીસા અને સરહદી જિલ્લા કચ્છના ભુજમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો છે.

આરોગ્ય વિભાગની સલાહ

હવામાન વિભાગની આ આગાહીને પગલે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હીટ સ્ટ્રોક (લૂ લાગવી) થી બચવા માટે શરીર સદાય હાઇડ્રેટેડ રહે તે જરૂરી છે, આથી વધુ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ પાણી અથવા નાળિયેર પાણીનું સેવન કરવું હિતાવહ છે. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું જોઈએ. આગામી થોડા દિવસો સુધી ગુજરાતવાસીઓએ આ આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલના વિદેશી નફા પર લાગશે લગામ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પર મોટી રાહત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">