AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાવધાન! બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ‘નકલી-ઝેરી’ ચોકલેટનું ગોડાઉન ઝડપાયું, જાણીતી ફૂડ શોપ પર ત્રાટકી મનપા! જુઓ Video

રાજકોટના કાલાવડ રોડ પર ફૂડ વિભાગે દરોડા પાડી બીટ એન્ડ બાઈટ ફૂડ ઝોન અને જીજે5 સેન્ડવીચ એન્ડ પીઝામાંથી 28 કિલો વાસી ખાદ્ય પદાર્થો ઝડપ્યા. ઉપરાંત, ચોકલેટના ગોડાઉન પર પણ રેડ કરીને 250 કિલોથી વધુ નકલી અને એક્સપાયર્ડ ચોકલેટ જપ્ત કરી તેનો નાશ કર્યો. 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરાઈ હતી.

Breaking News : સાવધાન! બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી 'નકલી-ઝેરી' ચોકલેટનું ગોડાઉન ઝડપાયું, જાણીતી ફૂડ શોપ પર ત્રાટકી મનપા! જુઓ Video
beware fake toxic chocolate warehouse busted municipal corporation raids famous food shop Watch Video Image Credit source: chatgpt
| Updated on: Jun 03, 2026 | 12:17 PM
Share

રાજકોટ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટે શહેરના કાલાવડ રોડ પરના વિસ્તારોમાં અને ચોકલેટના એક મોટા ગોડાઉન પર દરોડા પાડીને ખાદ્ય સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન મોટી માત્રામાં વાસી અખાદ્ય અને એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેનો તાત્કાલિક સ્થળ પર નાશ કરવામાં આવ્યો.

ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા

પ્રથમ દરોડાની કાર્યવાહી કાલાવડ રોડ પર આવેલા “બીટ એન્ડ બાઈટ ફૂડ ઝોન” અને “જીજે5 સેન્ડવીચ એન્ડ પીઝા” જેવી દુકાનો પર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ એકમોમાંથી વાસી ટમેટા સોસ, વાસી ચટણી અને વાસી સેન્ડવીચ મસાલો મળી આવ્યો હતો. ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 28 કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, કુલ 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી છ ધંધાર્થીને તેમના લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે 15 એકમમાંથી ખાદ્ય પદાર્થના નમૂના પણ મેળવી લેવામાં આવ્યા હતા, જે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

અખાદ્ય ચોકલેટ પકડી પાડવામાં આવી

વધુ એક ચોંકાવનારી કાર્યવાહીમાં, રાજકોટમાં ચોકલેટના એક ગોડાઉન પર પણ ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. આ ગોડાઉનમાંથી 250 કિલોગ્રામથી વધુ અખાદ્ય ચોકલેટ પકડી પાડવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ ચોકલેટ બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી રીતે વેચવામાં આવતી હતી. આ જથ્થામાં અંતિમ તારીખ વીતી ગયેલી (એક્સપાયર્ડ) ચોકલેટ્સ પણ મોટા પ્રમાણમાં મળી આવી હતી. વધુમાં ઇન્જેક્શનમાં જેલી જેવું પ્રવાહી ભરીને વેચવામાં આવતું હતું.

ગંભીર બેદરકારી આવી સામે

આ પ્રકારના અખાદ્ય પદાર્થો ગ્રામીણ વિસ્તારોમાં વેચવામાં આવતા હતા, જે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસરો કરી શકે છે. ગોડાઉનના માલિક સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ એક્સપાયર્ડ જથ્થો એક મહિનાથી માંડીને ચાર-પાંચ મહિના પહેલાંનો હતો. કુલ 200 થી 250 કિલોગ્રામ જેટલો એક્સપાયર્ડ જથ્થો મળી આવ્યો હતો.

ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા FSS એક્ટ હેઠળ આવા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ અખાદ્ય અથવા એક્સપાયરી થયેલા જથ્થાનો નાશ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને પેનલ્ટી પણ ફટકારવામાં આવશે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો અને બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાનો છે. ચટાકેદાર પકોડી માત્ર જીભનો સ્વાદ નહીં, પેટની તકલીફો પણ કરશે દૂર! જાણો તેના ફાયદા આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">