Breaking news: હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ રહેશે ભારે, 24 કલાક અતિભારે વરસાદ રહેશે

હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી જાહેર કરી છે.રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે, અને આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા છે.સારી બાબત એ છે કે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે ,આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે.આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.

Breaking news: હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ રહેશે ભારે, 24 કલાક અતિભારે વરસાદ રહેશે
Heavy rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 2:03 PM

હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી જાહેર કરી છે.રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે, અને આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા છે.સારી બાબત એ છે કે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે ,આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે.આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.

ગુજરાતમાં એલર્ટ આપેલા જીલ્લા

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી ,હજી પણ જૂનાગઢમાં ભારે વરસાદ રહેશે

નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ, અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે ,હાલ મોન્સૂન ટ્રફ ડીસા ઉપર હોવાથી વરસાદ રહેશે ,આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ,આવતી કાલે મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ. ગાંધીનગર. એવલ્લી. નવસારી વલસાડ અને જૂનાગઢ ગીર સોમનાથ માં યલ્લો એલર્ટ

રાજકોટમાં વરસાદના પગલે આજી નદીમાં ઘોડા પૂર

રાજકોટમાં શનિવારે ધોધમાર વરસાદ (Heavy rain) પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે.

સુરતમાં મેઘરાજાનું તાંડવ

રાજ્યમાં મેઘરાજા કહેર મચાવી રહ્યાં છે. જ્યાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તબાહી જોવા મળી છે. ત્યાં સુરતમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સુરતના કિમ, કરંજ, કિમ ચાર રસ્તા, લીમોદરા, હરિયાલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો આ તરફ કિમ-માંડવી રાજ્ય ધોરી માર્ગ તેમજ કીમ ચાર રસ્તા નજીક પાણી ભરાયા છે

વાહન ચાલકોને હાલાકી

તો રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ભારે વરસાદના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. આ બાજુ જૂનાગઢમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા રાયજીબાગ પણ મકાનો પાણીમાં ગરકાવ થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">