AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કુંવરજી બાવળીયાના મતવિસ્તારમાં ભાજપની ભવ્ય જીત ! 22માંથી 15 સીટ BJP જીત્યું, AAPને 6 તો કોંગ્રેસને 1 મળી

જસદણ તાલુકા પંચાયતના 22 બેઠકોના પરિણામોમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. કુલ 22 બેઠકોમાંથી ભાજપના ફાળે 15 બેઠકો આવી છે, જેના કારણે તાલુકા પંચાયત પર ભાજપે કબજો જમાવ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ નોંધપાત્ર પ્રદર્શન કરતાં 6 બેઠકો જીતતા જસદણ તાલુકા પંચાયતમાં પ્રથમ વખત પોતાનું ખાતું ખોલ્યું છે

Breaking News : કુંવરજી બાવળીયાના મતવિસ્તારમાં ભાજપની ભવ્ય જીત ! 22માંથી 15 સીટ BJP જીત્યું, AAPને 6 તો કોંગ્રેસને 1 મળી
jasdan local body election result
| Updated on: Apr 28, 2026 | 2:40 PM
Share

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા પંચાયતના 22 બેઠકોના પરિણામોમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. કુલ 22 બેઠકોમાંથી ભાજપના ફાળે 15 બેઠકો આવી છે, જેના કારણે તાલુકા પંચાયત પર ભાજપે કબજો જમાવ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ નોંધપાત્ર પ્રદર્શન કરતાં 6 બેઠકો જીતતા જસદણ તાલુકા પંચાયતમાં પ્રથમ વખત પોતાનું ખાતું ખોલ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે.

જસદણમાં ભાજપની ભવ્ય જીત

ગત ટર્મમાં જસદણ તાલુકા પંચાયત પર કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું, પરંતુ આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આઝાદી બાદ ભાજપ બીજી વખત સત્તા પર આવી છે. 2013માં જસદણ અને વિછીયા તાલુકાનું વિભાજન થયા બાદ 2014માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે અહીં પ્રથમ વખત સત્તા મેળવી હતી અને હવે ફરી એકવાર ભાજપે પોતાની પકડ મજબૂત કરી છે.

વીંછીયા તાલુકામાં પણ 14 બેઠક ભાજપે જીતી

વીંછીયા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો જીતતા પ્રથમ વખત સત્તા પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસને 4 બેઠકો પર જીત મળી છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતવિસ્તારમાં ભાજપની આ જીતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેના કારણે તેમના ગઢને વધુ મજબૂતી મળી છે.

આ બેઠકો પર ભાજપ જીતી

આ સાથે જસદણ તાલુકામાં રાજકોટ જિલ્લા પંચાયતની 5 બેઠકો આટકોટ, સાણથલી, ભાડલા, શિવરાજપુર અને કમળાપુરમાં ભાજપે જીત મેળવી છે. જ્યારે વિછીયા તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠકો વિછીયા, પીપળી અને બદલી પણ ભાજપના ખાતામાં ગઈ છે. આ પરિણામો રાજ્યના ગ્રામ્ય રાજકારણમાં ભાજપના વધતા પ્રભુત્વને દર્શાવે છે.

લોકોનો ઝુકાવ સ્પષ્ટ રીતે ભાજપ તરફ

આ પરિણામો દર્શાવે છે કે જસદણ અને વિછીયા વિસ્તારમાં મતદારોનો ઝુકાવ સ્પષ્ટ રીતે ભાજપ તરફ રહ્યો છે, જ્યારે કોંગ્રેસનો પરંપરાગત આધાર ખસતો જોવા મળ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી માટે આ શરૂઆત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે પ્રથમ વખત જીત મેળવી પાર્ટીએ ગ્રામ્ય રાજકારણમાં પોતાની હાજરી નોંધાવી છે. આગામી સમયમાં આ પરિણામો સ્થાનિક રાજકીય સમીકરણોને અસર કરશે અને વિવિધ પક્ષો માટે નવી રણનીતિ ઘડવાની જરૂરિયાત ઉભી કરશે.

Breaking News : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">