AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ ! બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી જિલ્લામાં 7 ઈંચથી 5 ઈંચ સુધીનો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તેમજ અરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.

Breaking News : ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ ! બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી જિલ્લામાં 7 ઈંચથી 5 ઈંચ સુધીનો વરસાદ
Monsoon 2025
| Updated on: Jul 27, 2025 | 9:18 AM
Share

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તેમજ અરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. મોડાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધનસુરા, બાયડ અને માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ધનસુરામાં સાડા ત્રણ ઈંચ, બાયડમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત માલપુરમાં અઢીં ઈંચ વરસાદથી પણ પાણી ભરાયા છે.

સાબરકાંઠામાં બારેય મેઘ ખાંગા

સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. તલોદમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે પ્રાંતિજમાં પણ  પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત હિંમતનગરમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો છે.  તેમજ ખેડબ્રહ્મામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઈડરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠા , અરવલ્લી, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ વરસાદ વરસ્યો છે.  અરવલ્લીના મોડાસામાં 24 કલાકમાં 6.22 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાબરકાંઠાના તલોદમાં 5.31 ઈંચ અને પાટણના સિદ્ધપુરમાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 38 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">