AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : અમેરિકામાં દુકાનમાં કામ કરી રહેલી ગુજરાતી મહિલાની હત્યા, મૃતક ગાંધીનગરની હતી વતની, જુઓ વીડિયો

Breaking News : અમેરિકામાં દુકાનમાં કામ કરી રહેલી ગુજરાતી મહિલાની હત્યા, મૃતક ગાંધીનગરની હતી વતની, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2026 | 11:17 AM
Share

અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં દુકાનમાં કામ કરી રહેલી મેઘના પટેલની હત્યા થઈ છે. મૃતક મહિલા મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામની રહેવાસી છે. અમેરિકાની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

આજ-કાલ વિદેશમાં જવાનો મોહ લોકોને ખુબ જ છે. પૈસા કમાવવાની લાલચ કે પછી વિદેશમાં રહેવાની ઈચ્છાના કારણે લોકો પરિવાર સાથે વિદેશમાં રહેવા જાય છે. તો કેટલાક લોકો નોકરી, અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે. ત્યારે અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, જેને સાંભળી લોકો ચોંકી જાય છે. તેઓ આ ઘટનાઓ સાંભળ્યા બાદ ભારત સેફ્ટી માટે બેસ્ટ છે. તેવી વાતો કરે છે. તમે અનેક એવા કિસ્સા સાંભળ્યા હશે. જેમાં વિદેશમાં ગુજરાતીની ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હોય. ત્યારે હાલમાં અમેરિકામાં એક ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

મહિલાની ગોળી મારી હત્યા કરાઈ

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઘાતકી હત્યા સામે આી છે.વર્જિનિયામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરાઈ છે.અજાણ્યા હુમલાખોરે દુકાનમાં કામ કરતી મહિલા પર ગોળીબાર કર્યો હતો.મૃતક મહિલા ગાંધીનગર જિલ્લાની રહેવાસી છે. દુકાનમાં કામ કરી રહેલી મેઘના પટેલની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. હાલ આ સમગ્ર મામલે અમેરિકાની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂકરવામાં આવી છે. હવે લોકો વિદેશમાં સુરક્ષા અંગે પણ ચિંતા કરી રહ્યા છે. હવે અમેરિકામાં ગુજરાતીઓ સુરક્ષિત ન હોવાની વાતો થઈ રહી છે.

 

 

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">