AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદથી ઝડપાયા 3 આતંકવાદી, અડાલજમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતા ATSએ કરી ધરપકડ

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ફરી એક વખત અમદાવાદમાંથી ગુજરાત ATSએ 3 આંતકવાદીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર અડાલજથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આંતકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યો છે.

Breaking News : અમદાવાદથી ઝડપાયા 3 આતંકવાદી, અડાલજમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતા ATSએ કરી ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Nov 09, 2025 | 1:24 PM
Share

ગુજરાત ATSએ અમદાવાદ શહેરમાં એક મોટી કાર્યવાહી કરીને ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે, જે એક નવા આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. આ ધરપકડ અમદાવાદ-ગાંધીનગર સરહદ પર આવેલા અડાલજ વિસ્તારમાંથી કરવામાં આવી હતી, જ્યાંથી આ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા આતંકીઓને ATSએ દબોચ્યા હતા. ATS માટે આ એક નોંધપાત્ર સફળતા ગણવામાં આવી રહી છે.

અમદાવાદથી ઝડપાયા 3 આતંકવાદી

ઉલ્લેખનીય છે કે આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા 3 આંતકી પાસે અલગ-અલગ સાહિત્ય મળી આવ્યું છે. આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યા હોય તેવી શંકા જતા ATSએ 3 આતંકવાદીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર 3 આરોપીઓ માંથી 2 આતંકવાદી ઉત્તર પ્રદેશના અને 1 આતંકવાદી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે.  જેઓ ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હોવાનું શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આરોપી ઝડપાયા છે. ગુજરાત એટીએસ એ વધુ તપાસ હાથ ધરી છે.

આતંકવાદીઓ મૂળ ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના હતા

પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાત ATS ઘણા સમયથી આ શંકાસ્પદ શખ્સોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. તેમની પાસેથી કેટલાક શંકાસ્પદ સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે, જે તેમના ઇરાદાઓ અને કાવતરાઓ અંગે વધુ માહિતી આપી શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ 3 આરોપીઓ માંથી 2 આતંકવાદી ઉત્તર પ્રદેશના અને 1 આતંકવાદી હૈદરાબાદનો વતની છે અને તેઓ થોડાક સમય પહેલા જ અમદાવાદ પહોંચ્યા હતા. ATS હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે તેઓ અમદાવાદ કયા હેતુથી આવ્યા હતા, તેમનો શું પ્લાન હતો અને તેઓ અહીં કેટલા સમયથી સક્રિય હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">