AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘પાકિસ્તાન’ ની એન્ટ્રી અમદાવાદની ચૂંટણીમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર, જુઓ Video

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના પૂર્વધારા સભ્ય ભૂષણ ભટ્ટના ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ નિવેદને રાજકીય ગરમાવો સર્જ્યો છે. તેમણે કોંગ્રેસના આયાતી ઉમેદવારો અને અશાંત ધારાના અમલના સંદર્ભમાં આ વાત કરી હોવાનું સ્પષ્ટ કર્યું. કોંગ્રેસે ભાજપ પર વિકાસના મુદ્દાઓથી ભટકાવવાનો આરોપ લગાવ્યો છે.

Breaking News : ‘પાકિસ્તાન’ ની એન્ટ્રી અમદાવાદની ચૂંટણીમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર, જુઓ Video
amc election campaign heats after pakistans entry ahmedabad Watch video
| Updated on: Apr 07, 2026 | 1:25 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ માહોલ વચ્ચે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના એક નિવેદને નવો વિવાદ સર્જ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ.” આ નિવેદન સાથે તેમણે એમ પણ દાવો કર્યો કે 1972થી ખાડિયા ભાજપનો અડીખમ ગઢ રહ્યો છે અને લોકો ચારધામ યાત્રાની જેમ મતદાન કરવા આવશે.

“ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ.”

ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાના નિવેદનમાં ઉમેર્યું કે, “અલગ નામના લોકો હવે મત માંગવા ઘરે ઘરે આવશે, સંખ્યા ઘટી પણ ખાડિયામાં કોઈ પગપેસારો નહીં કરી શકે.” તેમણે 2026ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “શેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ.” આ નિવેદનથી પાકિસ્તાન શબ્દની ચૂંટણીમાં એન્ટ્રી થઈ છે. જોકે, ભૂષણ ભટ્ટે પાછળથી આ નિવેદન અંગે સ્પષ્ટતા કરી.

તેમણે જણાવ્યું કે તેમનો સંદર્ભ કોંગ્રેસ દ્વારા ખાડિયામાં “આયાતી ઉમેદવારો” (પ્રવાસી ઉમેદવાર) ઉતારવા અને “અશાંત ધારા”ના ચુસ્તપણે અમલ સાથે હતો. તેમણે ઉમેદવારોને જુહાપુરા કે જમાલપુર જેવો વિસ્તાર ન બનાવવા દેવાની વાત કરી, જેને તેમણે પાકિસ્તાનના સંદર્ભમાં જોડવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે અમદાવાદમાં લઘુમતી સમાજ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારમાં સુખ શાંતિ અનુભવે છે, પરંતુ અમુક વિચારધારાનો વિરોધ કરવા અને કાયદાનો અમલ કરાવવા તેમણે આ વાત કરી.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર

આ નિવેદન બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ભૂષણ ભટ્ટના નિવેદનને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોની “ગભરામણ” અને “હવાતિયા” ગણાવ્યું. મનીષ દોશીએ ભાજપને 20 વર્ષના શાસનનો હિસાબ આપવા પડકાર ફેંક્યો. તેમણે અમદાવાદ જેવા મેગા સિટીમાં ભાજપના શાસનકાળમાં ખાડા, તૂટેલા રસ્તા, 24% નાગરિકોને શુદ્ધ પીવાના પાણીનો અભાવ, અને કોટ વિસ્તારમાં ગટર અને પીવાના પાણીના મિશ્રણ જેવી સમસ્યાઓ ગણાવી.

તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે પણ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો. મનીષ દોશીએ સવાલ કર્યો કે ભાજપ વિકાસની વાતો કરવાને બદલે કેમ માત્ર હિન્દુ-મુસ્લિમ વોટબેંકની વાતો કરી રહી છે. તેમણે ભાજપ પર ગેરકાયદેસર બાંધકામને “સ્વરોજગાર” બનાવવાનો અને “હપ્તા રાજ” ચલાવવાનો આરોપ પણ મૂક્યો.

જવાબમાં ભૂષણ ભટ્ટે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ કરતી આવી છે. તેમણે કોંગ્રેસના આરોપોને ફગાવતા દસ માળના બિલ્ડીંગો અને 5000 વારના પ્લોટ કબજે કરવા જેવા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો પર આક્ષેપો કર્યા. ભૂષણ ભટ્ટે પુનરોચ્ચાર કર્યો કે ભારતીય જનતા પાર્ટી કોઈ ધર્મ, જાતિ કે સમાજની નથી.

મનીષ દોશીએ ફરીથી ભાજપના ભ્રષ્ટ શાસનને જવાબદાર ઠેરવ્યું, જ્યારે ભૂષણ ભટ્ટે પોતાના પક્ષના વિકાસના કાર્યોનો બચાવ કર્યો.

આ પાકિસ્તાન અને ચારધામ યાત્રા જેવા શબ્દોના ઉચ્ચારણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચોક્કસ એક નવો વિવાદ ઉભો થયો છે. મતદારો આ નિવેદનોને કેવી રીતે લે છે અને તેની વોટબેંક પર શું અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે.

વરસાદી વિઘ્નથી KKR vs PBKS મેચ ધોવાઈ, શ્રેયસ ઐયરની બહેને શાહરૂખ ખાનની ટીમની ઉડાવી મજાક, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
Breaking News : પક્ષપલટાની સાથે જામ્યો ચૂંટણીનો જંગ
Breaking News : પક્ષપલટાની સાથે જામ્યો ચૂંટણીનો જંગ
LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી આવશે ભારત
LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી આવશે ભારત
21 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
21 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
ખર્ચાઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો, તમને મિત્રો તરફથી ટેકો મળશે
ખર્ચાઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો, તમને મિત્રો તરફથી ટેકો મળશે
રાજકોટના કોઠારીયા રોડ પર યુવતી પાસેથી મોબાઈલ ઝૂંટવી તસ્કર ફરાર
રાજકોટના કોઠારીયા રોડ પર યુવતી પાસેથી મોબાઈલ ઝૂંટવી તસ્કર ફરાર
ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલનો 'બે કલાકનો' કોંગ્રેસ પ્રેમ!
ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલનો 'બે કલાકનો' કોંગ્રેસ પ્રેમ!
g clip-path="url(#clip0_868_265)">