AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દાનવીર અંબાણી પરિવાર, સાળંગપુર હનુમાનજી મંદિરને મળ્યુ 10 કરોડ અને દ્વારકામાં 30 કરોડનું અનુદાન કર્યું

રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રુપિયા 30 કરોડનું અનુદાન જાહેર કર્યું છે. તેમજ સાળંગપુર હનુમાનજી મંદિરને ગૌશાળા નિર્માણ માટે 10 કરોડનું દાન આપ્યું છે.

Breaking News : દાનવીર અંબાણી પરિવાર, સાળંગપુર હનુમાનજી મંદિરને મળ્યુ 10 કરોડ અને દ્વારકામાં 30 કરોડનું અનુદાન કર્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2026 | 1:11 PM
Share

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીનો 10 એપ્રિલના રોજ જન્મદિવસ છે. અબજોપતિનો માલિક અનંત અંબાણીના જન્મદિવસના સેલિબ્રેશન કરવા માટે બોલિવુડ સ્ટાર જામનગર પહોંચી ચૂક્યા છે. અંબાણી પરિવાર લગ્ન હોય કે પાર્ટીનું હંમેશા ગ્રાન્ડ સેલિબ્રેશન કરે છે.અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સમારોહનો કુલ ખર્ચ અંદાજે એક હજાર કરોડ રુપિયા હતો. પ્રી-વેડિંગનો ખર્ચ 500 કરોડ રુપિયા હતો.દેશ-વિદેશના કલાકારો પાછળ 300 કરોડ ખર્ચાયા હતા. ત્યારે અંબાણી પરિવાર દાન આપવામાં પણ પાછળ રહેતું નથી. દીકરાના જન્મદિવસ પર કરોડો રુપિયાનું દાન દ્વારકા અને સાળંગપુર મંદિરમાં કર્યું છે.

રિલાયન્સ ગ્રુપ તરફથી 10 કરોડનું દાન

સાળંગપુર હનુમાનજી મંદિર ને ગૌશાળાના નિર્માણ માટે રિલાયન્સ ગ્રુપ તરફથી 10 કરોડનું દાન મળ્યું છે.મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મ દિવસ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિરમાં વલ્ડ કલાસ આધુનિક ગૌશાળાના નિર્માણ માટે દાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, 28 એકરમાં ગૌશાળાનું નિર્માણ થશે. 500 ગાયોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા મળે તેના માટે 15 કરોડ ના ખર્ચ ગૌશાળાનું નિર્માણ થશે. થોડા સમય પહેલા મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે હનુમાનજી મંદિરે દર્શન કરવા આવેલ ત્યારે પણ મંદિરના વિકાસ માટે 5 કરોડ નું દાન આપ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ માટે કુલ રૂપિયા 30 કરોડનું આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.

દાનવીર છે અંબાણી પરિવાર

તમને જણાવી દઈએ કે,દાનવીર છે અંબાણી પરિવારે નવા વર્ષની શરૂઆતમાં અંબાણી પરિવારે ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લઈ 5 કરોડનું મોટું દાન આપ્યું હતુ. અનંત અંબાણીએ શિરડીની યાત્રા કરી સાંઈ બાબા મંદિરને 5 કરોડનું દાન આપ્યું હતુ. અંબાણી પરિવારે અગાઉ અનેક ધાર્મિક સ્થળોને દાન આપ્યું છે.

કરોડો રુપિયાનો સંપત્તિ હોવા છતાં નથી કોઈ ઘમંડ,દેશ વિદેશ નહી જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન અહી ક્લિક કરો

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">