Breaking News : Cyclone Biparjoyની બપોરે 12 કલાક સુધીની તમામ Updates અહીં વાંચો
સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાતની ચેતવણી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર આવેલા અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” 2થી 5 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
Cyclone Biparjoy Live updates : ગુજરાતમાં Cyclone Biparjoy થોડા જ દિવસમાં ટકારાઇ શકે છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાતની ચેતવણી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર આવેલા અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” 2થી 5 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
પોરબંદરના દરિયાકાંઠેથી ‘બિપરજોય’ વાવાઝોડું 320 કિમી દૂર
મળતી માહિતી પ્રમાણે પોરબંદરના દરિયાકાંઠેથી હવે ‘બિપરજોય’ વાવાઝોડું માત્ર 320 કિમી દૂર છે. તો દ્વારકાના દરિયાકાંઠેથી ‘બિપોરજોય’ વાવાઝોડું માત્ર 329 કિમી દૂર છે. તો 14 જૂનની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે, પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના છે.
ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદ, પવન ફુંકાવાની આગાહી
વાવાઝોડું પોરબંદર કિનારેથી 200-300 કિમીના અંતરેથી પસાર થવાની સંભાવના છે પરંતુ ગુજરાતમાં વાવાઝોડા અને ભારે પવન લાવશે. 14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ અને 15મી જૂને અત્યંત ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર 9 અને 10 નંબરનું સિગ્નલ
દેવભૂમિદ્વારકાના ઓખા બંદર પર 10 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. મોરબીના નવલખી પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોરબંદરના બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
ગુજરાતમાં તાપમાન ઘટશે
વાવાઝોડાના પગલે 13થી 14 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સોમનાથમાં, 14થી 15 જૂન વચ્ચે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 15થી 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4-5 દિવસમાં ગુજરાતનું તાપમાન 4-6 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની શક્યતા છે.
ટ્રેન સેવાને થઇ શકે છે અસર
વાવાઝોડાના કારણે જુના અને જર્જરિત મકાનોને અસર, રસ્તાઓને નુકસાન, પૂર, સ્થાયી પાક, વાવેતર અને બગીચાને વ્યાપક નુકસાન અને ઉત્તરીય અને ઉત્તરમાં રેલવે, પાવરલાઈન અને સિગ્નલિંગ સિસ્ટમમાં વિક્ષેપ આવવાની સંભાવના છે.
જાલેશ્વર દરિયા કાંઠે પાંચ હોડી તણાઇ
બીપરજોય ચક્રવાતની વેરાવળના સમુદ્રમાં અસર જોવા મળી રહી છે. અહીં દરિયો તોફાની બન્યો છે. વેરાવળના જાલેશ્વર દરિયા કાંઠેથી પાંચ જેટલી હોડી તણાઈ ગઈ છે. સમુદ્ર કાંઠે વસતા માછીમાર પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આજીવિકાનું એકમાત્ર સાધન હોડી દરિયામાં તણાઈ જતા તેઓ ચિંતામાં મુકાયા છે.
કચ્છમાં ત્રણ દિવસ શાળા-કોલેજો બંધ
13 થી 15 જૂન કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ-કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીપરજોય વાવાઝોડાની શક્યતાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
‘બિપોરજોય’ મુદ્દે PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક
ચક્રવાત બિપોરજોય “અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા” માં તીવ્ર બન્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ આજે સમીક્ષા બેઠક બોલાવી છે. PM આજે બપોરે 1 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક કરશે.વાઝોડા અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
ગીર સોમનાથ SPએ મૂળ દ્વારકા બંદરની મુલાકાત લીધી
ગીર સોમનાથ SPએ મૂળ દ્વારકા બંદરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન માછીમાર અગ્રણીઓ સાથે વાવાઝોડાને લઈ ચર્ચા વિચારણા કરી છે. તો મૂળ દ્વારકાના દરિયા કિનારે વસતા 50 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું છે.
જૂનાગઢના માંગરોળના દરિયામાં વધ્યો કરન્ટ
જૂનાગઢના માંગરોળના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. 60 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. સંભવિત વાવાઝોડાને પગલે વરસાદ વરસવાનો શરૂ થયો છે. તંત્ર દ્વારા દરિયા કાંઠે સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. દરિયામાં 20 ફૂટથી વધુ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
રૂપેણ બંદર નજીક 2500 લોકોનું સ્થળાંતર
બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. રૂપેણ બંદર નજીક નીચાણવાળા વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને બસ મારફતે સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.