AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના હીરાસર એરપોર્ટ પર યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, એર ઈન્ડિયાની ફ્લાઈટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઈ શકી

અમદાવાદમાં એર ઈન્ડીયાનું પ્લેન ક્રેશ થયાની ઘટનામાં 241થી વધારે લોકોના મોત નિપજ્યા છે. ત્યારે વધુ એક એર ઈન્ડીયાની ફ્લાઈટમાં ખામી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર યાત્રિકોના જીવ તાડવે ચોંટ્યા હતા. દિલ્લીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી હોવાનું સામે આવ્યું છે. એર ઈન્ડીયાની ફ્લાઈટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઈ શકી હતી.

Breaking News : રાજકોટના હીરાસર એરપોર્ટ પર યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, એર ઈન્ડિયાની ફ્લાઈટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઈ શકી
Rajkot
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 14, 2025 | 2:59 PM
Share

અમદાવાદમાં એર ઈન્ડીયાનું પ્લેન ક્રેશ થયાની ઘટનામાં 241થી વધારે લોકોના મોત નિપજ્યા છે. ત્યારે વધુ એક એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. દિલ્લીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી હોવાનું સામે આવ્યું છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી !

દિલ્લીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઈ શકી હતી. બે વખત રનવેને સ્પર્શ કરીને ફ્લાઈટ આકાશમાં ચડી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્રીજા પ્રયાસમાં ફ્લાઈટ લેન્ડ થતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે. એર ઈન્ડિયાએ અલાઈન્મેન્ટ સેટ કરવાની સામાન્ય પ્રક્રિયા ગણાવી છે. અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના બાદ હવાઈ યાત્રિકોમાં ચિંતાનો માહોલ છવાયેલો છે.

સુરત આવતી ફ્લાઈટમાં પણ જોવા મળી હતી ખામી !

બીજી તરફ એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સામે આવી છે. AI એક્સપ્રેસની બેંગકોક-સુરતની ફ્લાઈટમાં થ્રસ્ટની સમસ્યા સર્જાઈ હતી. પ્લેન ક્રેશની ઘટનાના બીજા જ દિવસે આ બનાવ  બન્યો હતો. સમસ્યાને લીધે ફ્લાઈટ ટેકઑફ જ ન થઈ શકી. ફ્લાઈટમાં બેસેલા 190 મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારવાની ફરજ પડી હતી.  શુક્રવારે સાંજે 4:45 કલાકે બેંગકોકથી ફ્લાઈટ ટેકઑફ થવાની હતી. મોડી રાત સુધી ફ્લાઈટની ટેક્નિકલ ખામી સુધરી ન હતી.

જયપુરથી બેંગલુરુ ફલાઇટમાં પણ સમસ્યા

તો ગઇકાલે જયપુરથી બેંગલુરુ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 2749 શુક્રવારે સવારે 11:30 વાગ્યે જયપુરથી બેંગલુરુ જતી હતી. પરંતુ વિમાન ઉડાન ભરી શક્યું હતુ નહીં.

એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ફ્લાઇટ્સની સલામતીની સમીક્ષા શરૂ

આ તમામ ઘટનાઓએ એરલાઇનના ટેક્નિકલ મેન્ટેનન્સ અને સલામતી પ્રોટોકોલ્સ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે AI-171ની દુર્ઘટનામાં પાઇલટની ભૂલ, એન્જિન ફેઇલ્યોર અથવા ફ્લેપ સેટિંગ્સમાં ખામી હોઈ શકે છે.તપાસ એજન્સીઓએ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ફ્લાઇટ્સની સલામતીની સમીક્ષા શરૂ કરી છે, અને આગામી મહિનાઓમાં વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">