AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક! મેયર નેહલ શુક્લાનો મોટો નિર્ણય, અનેક પ્રોજેક્ટ હોલ્ડ પર

Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક! મેયર નેહલ શુક્લાનો મોટો નિર્ણય, અનેક પ્રોજેક્ટ હોલ્ડ પર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2026 | 12:46 PM
Share

રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ નેહલ શુક્લાએ મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મંજૂર કરવામાં આવેલા અંદાજે 100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોને હાલ માટે હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. મેયર દ્વારા યોજાયેલી રિવ્યુ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રોજેક્ટનું ફરી મૂલ્યાંકન

મળતી માહિતી મુજબ, જે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી 20 ટકાથી ઓછી કામગીરી થઈ છે અથવા કામની પ્રગતિ ધીમી છે, તેવા તમામ પ્રોજેક્ટનું ફરી મૂલ્યાંકન કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય બાદ શહેરમાં ચાલી રહેલા અનેક વિકાસ કાર્યો પર અસર જોવા મળી શકે છે.

હોલ્ડ પર મૂકાયેલા પ્રોજેક્ટોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ અને શાક માર્કેટના નવીનીકરણ જેવા મહત્વપૂર્ણ કામોનો પણ સમાવેશ થાય છે. મેયરે સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિકાસ માટે પ્રાથમિક સુવિધાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે અને બિનજરૂરી ભૌતિક વિકાસના ખર્ચમાં ઘટાડો કરવામાં આવશે.

નવી પ્રાથમિકતાઓ નક્કી થવાની સંભાવના

રિવ્યુ બેઠક દરમિયાન અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે નાગરિકોને સીધી અસર કરતી સુવિધાઓ પાછળ વધુ ખર્ચ કરવામાં આવે અને શહેરની મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવે. આ નિર્ણયથી આગામી દિવસોમાં વિકાસ કાર્યોની નવી પ્રાથમિકતાઓ નક્કી થવાની સંભાવના છે.

પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા કામોને અચાનક હોલ્ડ પર રાખવાના નિર્ણયને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે મહાનગરપાલિકાના સૂત્રોનું માનવું છે કે આ પગલું શહેરના નાણાકીય સંચાલન અને વિકાસ કાર્યોની અસરકારકતા વધારવાના હેતુથી લેવામાં આવ્યું છે.

Breaking News: વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ, પરિવારોમાં શોકનો માહોલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">