Ahmedabad Breaking News : અમદાવાદમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની આગેવાનીમાં સાબરમતી નદી સફાઈ અભિયાન શરૂઆત! જુઓ Video
અમદાવાદમાં સાબરમતી નદીના સફાઈ અભિયાનની શરૂઆત થઈ છે. કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમયે મેયર સહિત AMCના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈનું અભિયાન આજે 02મે સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું. જો કે સમગ્ર અભિયાનમાં એક જ ચર્ચા ઊઠી છે કે નેતાઓને માત્ર તસવીરો જ પડાવવામાં રસ છે. તેવમ ખાલી તસવીરો પડાવીને જતા રહે છે. તમામ NGO અને શહેરીજનો સવારે સાત વાગે સફાઈ માટે પહોંચી ગયા હતા. પરંતુ, કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે આઠ વાગે પહોંચી અભિયાન શરૂ કરાવ્યું.
નેતાઓને માત્ર તસવીરો પડાવવામાં જ રસ
નેતાઓ પંદર મિનિટમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કરાવી નીકળી ગયા હતા. લોકોએ જાતે જ સફાઈનું બીડું ઊપાડ્યાનો કેબિનેટ પ્રધાન દાવો કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકારે ઊભી કરી છે પણ સ્વચ્છતાને સ્વભાવ બનાવવાનું કામ પ્રજાએ જાતે જ કરવું પડશે. હકીકતમાં સફાઈનું આખું અભિયાન વિવિધ NGO અને સ્વૈચ્છિક રીતે જોડાયેલા શહેરીજનો પાર પાડી રહ્યા છે. એક તરફ આવા લોકોને માત્ર તેમના કામમાં જ રસ છે. જ્યારે નેતાઓને થોડી મિનિટો માટે દેખાડો કરી વાહવાહી લૂંટવામાં રસ છે તેવી ચર્ચા જાગી છે.
આ પણ વાંચો, Breaking News: વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ, પરિવારોમાં શોકનો માહોલ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
