AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, CISF જવાને ઈમાનદારી બતાવી કરી પરત

Surat Breaking News : મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, CISF જવાને ઈમાનદારી બતાવી કરી પરત

| Updated on: Jun 02, 2026 | 12:42 PM
Share

મુસાફરની બેગમાં અંદાજે ₹53.54 લાખના કિંમતી દાગીના તેમજ ₹30 હજારની રોકડ રકમ હતી અને મુસાફર તેની આ બેગ એરપોર્ટ પર જ ભૂલી ગયો હતો. જે બાદ મુસાફરે તેની શોધખોળ શરૂ કરી હતી.

સુરત એરપોર્ટ પર CISFના જવાનોની ઈમાનદારીનો એક પ્રશંસનીય કિસ્સો સામે આવ્યો છે. બેંગલુરુથી સુરત આવેલા એક મુસાફર એરપોર્ટ પર પોતાની બેગ ભૂલી ગયા હતા. બેગમાં લાખો રૂપિયાના કિંમતી દાગીના અને રોકડ રકમ હતી. દાગીના ખોવાઈ જતા મુસાફર ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા.

એરપોર્ટ પર મુસાફર ભૂલી ગયો બેગ

મળતી માહિતી અનુસાર, મુસાફરની બેગમાં અંદાજે ₹53.54 લાખના કિંમતી દાગીના તેમજ ₹30 હજારની રોકડ રકમ હતી અને મુસાફર તેની આ બેગ એરપોર્ટ પર જ ભૂલી ગયો હતો. જે બાદ મુસાફરે તેની શોધખોળ શરૂ કરી હતી.

બેગમાં હતા રુ 53.54 લાખના કિંમતી દાગીના

આ દરમિયાન એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા CISFના જવાનોએ બેગ મળી આવતાં તેને સુરક્ષિત રીતે કબજે લીધી હતી. બાદમાં મુસાફરની ઓળખ અને જરૂરી પુરાવાને આધારે બેગ તેમને પરત સોંપવામાં આવી હતી.

CISFના જવાને મુસાફરને બેગ કરી પરત

લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓથી ભરેલી બેગ સુરક્ષિત પરત મળતાં મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે CISFના જવાનોની ઈમાનદારી અને ફરજનિષ્ઠાની પ્રશંસા કરી હતી તેમજ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સુરક્ષા દળોના જવાનો માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ઈમાનદારી અને જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Breaking News : બનાસકાંઠાના ડીસામાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી, માર્કેટયાર્ડમાં કરોડોનું નુકસાનની આશંકા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jun 02, 2026 12:40 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">