AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળકોને જેલી વાળી ચોક્લેટ અપાવતા પહેલા 100 વાર વિચારજો, રાજકોટમાં 250 કિલો નકલી ચોક્લેટ અને ઇન્જેક્શન વાળી જેલી ઝડપાઈ

બાળકોને જેલી વાળી ચોક્લેટ અપાવતા પહેલા 100 વાર વિચારજો, રાજકોટમાં 250 કિલો નકલી ચોક્લેટ અને ઇન્જેક્શન વાળી જેલી ઝડપાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2026 | 7:32 PM
Share

મનપાના ફૂડ વિભાગે કાલાવડ રોડ પર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાનો અને એક ચોકલેટ ગોડાઉન પર દરોડા પાડીને ભારે માત્રામાં અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ મોટી કાર્યવાહી કરી છે. પ્રથમ દરોડામાં એક ચોકલેટના ગોડાઉનમાંથી 250 કિલોથી વધુ અખાદ્ય અને એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી ચોકલેટનો જથ્થો મળી આવ્યો છે. અહીં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ચોકલેટ બનાવીને ગ્રામ્ય વિસ્તારોમાં વેચવામાં આવતી હતી. આ સાથે જ ઇન્જેક્શનમાં જેલી જેવું લિક્વિડ ભરીને વેચવાનું જોખમી કૌભાંડ પણ ઝડપાયું છે.

બીજી તરફ, કાલાવડ રોડ પર આવેલા ‘બીટ એન્ડ બાઇટ ફુડ ઝોન’ અને ‘GJ 5 સેન્ડવીચ એન્ડ પિત્ઝા’ જેવી જાણીતી શોપ્સ પર તપાસ દરમિયાન વાસી ચટણી, ટમેટાનો વાસી સોસ અને સેન્ડવીચનો વાસી મસાલો મળી આવતા કુલ 28 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. ફૂડ વિભાગે કુલ 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરીને 6 લોકોને લાયસન્સ અંગે નોટિસ ફટકારી છે, જ્યારે 15 એકમોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

સવારે ખાલી પેટે આ 4 વસ્તુઓ ખાવાથી વજન વધવાની સાથે બ્લડ શુગર પણ વધી શકે છે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">