Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર, CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો! જુઓ Video
વડોદરાવાસીઓને વધુ એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. તેનાથી સામાન્ય જનતા અને વેપારીઓના બજેટ પર સીધી અસર પડવાની છે.
વડોદરાના લોકોને વધુ એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડે CNG અને PNGના ભાવમાં વધારો કર્યો છે. CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો અને SCM દીઢ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી નવા ભાવ અમલમાં આવ્યા છે. ઘરેલુ ગેસનાં 51.74થી વધારીને 53.74 રૂપિયા કરવામાં આવ્યા છે. CNGના દરમાં પણ 2 રૂપિયાનો વધારો થતા નવો ભાવ 85.95 રૂપિયા સુધી પહોંચ્યો છે.
તમામ શ્રેણીઓમાં 2રૂપિયાનો એકસમાન વધારો
સુધારેલા દરો હેઠળ, CNGનો ભાવ પ્રતિ કિલો 83.95 રૂપિયાથી વધીને 85.95 રૂપિયા થશે. સ્થાનિક PNG ટેરિફ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) દીઠ રૂ. 51.74 થી વધારીને રૂ. 53.74 કરવામાં આવ્યા છે. જ્યારે કોમર્શિયલ PNG ગ્રાહકોએ હવે પ્રતિ SCM રૂ. 71.50 ચૂકવવા પડશે જે અગાઉ રૂ. 69.50 પ્રતિ SCM હતું. આ સુધારો તમામ શ્રેણીઓમાં રૂ. 2 નો એકસમાન વધારો દર્શાવે છે.
આ પણ વાંચો, Ahmedabad Breaking News : અમદાવાદમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની આગેવાનીમાં સાબરમતી નદી સફાઈ અભિયાન શરૂઆત! જુઓ Video
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
