Breaking News : જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી ! કેમિકલમાંથી બનતો હતો દારૂ
અગરબત્તી બનાવવામાં વપરાતા કેમિકલનો દારુ બનાવીને પીતા 5 લોકોની તબિયત લથડી છે. અન્ય બે લોકોની સ્થિતિમાં હાલ સુધારો નોંધાયો છે અને તેઓ સારવાર હેઠળ છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામમાં અગરબત્તી બનાવવામાં વપરાતા કેમિકલનું સેવન કરવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. ઘટનામાં કુલ પાંચ લોકોની તબિયત લથડી ગઈ હતી, જેમાં એક મહિલા સહિત બે લોકોની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.
અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, અગરબત્તી બનાવવામાં વપરાતા કેમિકલનો દારુ બનાવીને પીતા 5 લોકોની તબિયત લથડી છે. અન્ય બે લોકોની સ્થિતિમાં હાલ સુધારો નોંધાયો છે અને તેઓ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કેમિકલમાંથી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગરબત્તી બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલમાંથી કથિત રીતે દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ચાર લોકોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન એક વ્યક્તિએ મહત્વની કબૂલાત કરતા તપાસનો ધમધમાટ રાજકોટ સુધી પહોંચ્યો છે.
FSL કરી રહ્યું તપાસ
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેમિકલ આશરે સાત દિવસ પહેલાં રાજકોટથી લાવવામાં આવ્યું હતું. હાલ પોલીસે શંકાસ્પદ પ્રવાહીના નમૂનાઓ વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલી આપ્યા છે.
પોલીસ અને FSLના અહેવાલ બાદ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ દ્વારા સપ્લાય ચેઇન, કેમિકલના સ્ત્રોત અને તેમાં સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે.
Surat Breaking News : મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, CISF જવાને ઈમાનદારી બતાવી કરી પરત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ

