અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી, નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
અમદાવાદના નારોલ પાસેથી સ્ટેટ GST મોબાઈલ સ્ક્વોડે એક લક્ઝરી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલો કિમતી પથ્થરોનો જથ્થો જપ્ત કર્યો છે.
અમદાવાદમાં સ્ટેટ જીએસટી મોબાઈલ સ્ક્વોડે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરી છે. અમદાવાદના નારોલ પાસેથી અન્ય રાજ્યમાંથી આવેલી ખાનગી લક્ઝરી બસોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાનથી આવેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસની ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલો કિમતી પથ્થરોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો.
પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત 4 કરોડ 25 લાખ રૂપિયા જેટલી છે. અધિકારીઓ દ્વારા આ માલસામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માલના સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને સંભવિત કરચોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. અગાઉ સ્ટેટ જીએસટી દ્વારા ગીતા મંદિર વિસ્તારમાંથી પણ 100 કિલો ચાંદીનો જથ્થો પકડવામાં આવ્યો હતો. રાજ્યવેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે કરચોરી અને ગેરકાયદે માલ પરિવહન સામે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે.
અમદાવાદમાં મહિલા PSI દ્વારા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને અન્ય jurisdiction ના પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાનો આરોપ, જુઓ Video
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
