બોટાદ: ધારાસભ્ય રાજેશ ગોહિલ અને ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, રાણપુર તાલુકામાંથી પસાર થતી બ્રાચં કેનાલમાંથી પાણી છોડવાની કરી માગ

ખેડૂતો (Farmers) દ્વારા કલેકટર કચેરી બહાર પાણી આપોના નારા લગાવ્યા હતા. અગોતરા વાવેતરમાં હાલ ખેડૂતોને પાણીની જરૂરીયાત છે. ખેડૂતો દ્વારા આગોતરું આયોજન કરવામાં આવેલ હોઈ ખેડૂતોને પાણીની જરૂરીયાત રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 7:54 PM

બોટાદ જીલ્લામાંથી પસાર થતી બ્રાંચ કેનાલમાં પાણી છોડવાની માગ સાથે કોગ્રેસના (Congress) ધારાસભ્ય રાજેશ ગોહિલ અને ખેડૂતો (Farmers) દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતો દ્વારા કલેકટર કચેરી બહાર પાણી આપોના નારા લગાવ્યા હતા. અગોતરા વાવેતરમાં હાલ ખેડૂતોને પાણીની જરૂરીયાત છે. ખેડૂતો દ્વારા આગોતરું આયોજન કરવામાં આવેલ હોઈ ખેડૂતોને પાણીની જરૂરીયાત રહે છે, ત્યારે બોટાદ જીલ્લામાંથી પસાર થતી બોટાદ બ્રાંચ કેનાલ, લીંબડી બ્રાંચ કેનાલ અને વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી માગ સાથે ધંધુકા કોગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ, કોગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા કલેકટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા હતા.

ખેડૂતો અને કોગ્રેસના આગેવાનો દ્વારા કચેરી બહાર પાણી આપોના નારા લગાવ્યા હતા. કલેકટરને આવેદનપત્ર આપી વહેલી તકે ખેડૂતોને પાણી મળે તેવી માગ કરવામાં આવી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ આગોતરું આયોજન વાવેતર કરવામાં આવેલ હોઈ પાણીની જરૂરીયાત હોઈ વહેલી તકે પાણી આપે તેવી કરી માગ કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે ચોમાસા દરમિયાન પાણી છોડવાથી ખેડૂતોને કોઈ ફાયદો નહી થાય. કલેકટર કચેરી ખાતે 50 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.

રાજ્યમાં વહેલા વરસાદની હવામાન વિભાગની આગાહી રાહત જનક છે. પરંતુ વરસાદ ખેંચાય તો પાણીનો પોકાર વિકટ બની શકે છે. રાજ્યના ડેમમાં પીવાલાયક પાણીનો માત્ર 30 ટકા જથ્થો જ બચ્યો છે. સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતના ડેમોની છે. બનાસકાંઠામાં 4.77 ટકા અને મહેસાણામાં 9.95 ટકા પીવાલાયક પાણી ઉપલબ્ધ છે. તો કચ્છમાં 8.47 ટકા, દેવભૂમિ દ્વારકાના ડેમમાં માત્ર 2.35 ટકા જ પાણી છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીના જીવંત સંગ્રહની ક્ષમતાના 19.46 ટકા પાણી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. અંદાજે 40 જેટલા ગામમાં રોજના 115 કરતા વધુ ટેન્કરના ફેરા મારીને અત્યારે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">