Botad Latthakand Live : દારૂકાંડમાં મૃતકાંક થયો 42, એમોસ કંપનીમાં નશાબંધી અને આબકારી વિભાગે તપાસ હાથ ધરી

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jul 27, 2022 | 11:52 PM

Latthakand Live Updates : રોજિદ ગામમાં 10,દેવગાણા ગામમાં 5 ,ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોનાં મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે..જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.

Botad Latthakand Live :  દારૂકાંડમાં મૃતકાંક થયો 42, એમોસ કંપનીમાં નશાબંધી અને આબકારી વિભાગે તપાસ હાથ ધરી
Botad Latthakand Live Updates

બરવાળા ઝેરી દારૂ કાંડમાં (Barvala hooch tragedy)  મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે. દરમિયાન પોલીસે આરોપીઓને  કોર્ટમાં  હાજર કર્યા છે.  જે  પૈકી બેને 6 દિવસના  રિમાન્ડ આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગની  પત્રકાર પરિષદમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે  આ કેસની ચાર્જશીટ 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને તમામ જવાબદારો સામે  કડક પગલાં લેવામાં આવશે. આ ઘટનામાં અસરગ્રસ્ત એવા  88 દર્દીઓને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લવાયા હતા, જેમાંથી 19 વ્યક્તિના મોત થયા છે. ભાવનગર (bhavnagar) અને અમદાવાદ સહિત વિવિધ હોસ્પિટલમાં કુલ 144 લોકો સારવાર  લઈ રહ્યા છે. ઝેરી દારૂ કાંડમાં (Gujarat Latthakand Live)અનેક જિંદગીનો ભોગ લેવામાં સંડોવાયેલા(Latthakand live updates)  21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ તમામને આજે પોલીસ કોર્ટમાં રજૂ કર્યાં છે. આ આરોપીઓ સામે બરવાળા, (Barvala Latthakand live updates) ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાયેલી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jul 2022 11:44 PM (IST)

    Latthakand Live : AMOS કંપનીમાંથી સુપરવાઇઝર જયેશે મિથેનોલ ચોરી કરીને મોકલ્યું હતું

    Latthakand Live : AMOS કંપનીમાંથી 600 લિટર મિથેનોલ સુપરવાઈઝર જયેશે ચોરી કરી મોકલ્યું હતું. તેમજ મિથેનોલની હેરફેર પર કોઈ અંકુશ ન હોવાથી 600 લિટર જેટલો મિથેનોલનો જથ્થો અમદાવાદથી બોટાદ પહોંચ્યો હતો.  નશાબંધી અને આબકારી વિભાગની બેદરકારીના કારણે બનાવ બન્યો હોવાનો આક્ષેપ છે. ગુજરાતમા મિથેનોલનું ઉત્પાદન થતું નથી. તેમજ વિદેશમાથી ઈમ્પોર્ટેડ કેમિકલના વેચાણ માટે નશાબંધી વિભાગ પરમીશન આપે છે. ગુજરાતમાં M2 કેટેગરીમા 257 લાયસન્સ ઈશ્યુ કર્યાં છે. જેમાથી અમદાવાદ જિલ્લામા 11 લાયસન્સ છે. જેમાંથી 11 પૈકી પીપળજની AMOS કેમીકલ કંપનીને પરમીશન આપવામા આવી હતી. મિથેનોલની પરમીશન આપનાર ફેક્ટરીનું નિરીક્ષણ અને નિયત્રંણનુ નશાબંઘીએ ઘ્યાન રાખવાનું હોય છે. પણ AMOS કંપનીમાં ધ્યાન ન રાખતા બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે.

  • 27 Jul 2022 10:56 PM (IST)

    Latthakand Live : બોટાદમાં દારૂ પીવાની ટેવ ધરાવતા કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો સરકારનું ધ્યાન દોરવાની અપીલ

    Latthakand Live :   બોટાદ અને તેની આસપાસના  ગામમાં જો દારૂ પીધેલી વ્યક્તિનું મૃત્યુ  થાય તો સરકારનું ધ્યાન દોરવાની અપીલ કરવામાં આવી છે. અગાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે  રોજીદ ગામના સરપંચે લખેલા  પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે , સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. 20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

  • 27 Jul 2022 10:28 PM (IST)

    Latthakand Live : ઝેરી દારૂકાંડના બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ થયા મંજૂર

    ઝેરી દારૂકાંડના બંને આરોપીઓ 6 દિવસના રિમાન્ડ  મંજૂર કરવામાં આવ્યા છે.  તો કોંગ્રેસે દારૂકાંડ અંગે રાજ્યપાલને રજૂઆત કરીને જવાબદારો સામે માનવ હત્યાની ફરિયાદ કરવા માંગણી કરી છે. પોલીસે ગજુબેન પ્રવીણભાઈ વડોદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને કોર્ટમાં હાજર કર્યા હતા અને  પોલીસ કોર્ટ સમક્ષ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જ્યારે કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બરવાળા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 328, 120(બી), 65(એ), 67-1(એ) મુજબ દાખલ કરવામાં આવેલા ગુનામાં ઝીણવટભરી તપાસ કરતાં 14 આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી12 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તે જ પ્રમાણે રાણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા આ ગુનામાં પણ 11 આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી 09 આરોપીઓની ધરપકડ કરાઇ છે.

  • 27 Jul 2022 10:22 PM (IST)

    Latthakand Live : અમદાવાદની એમોસ (AMOS)કંપનીમાંથી મિથેનોલ ચોરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી

    Latthakand Live : ઝેરી દારૂકાંડમાં  42 લોકોના મૃત્યુ થયા છે. જેમાં વપરાયેલા  મિથેનોલ કેમિકલને  અમદાવાદની એમોસ કંપનીમાંથી(AMOS)  ચોરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી. જે કંપનીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે તપાસ હાથ ધરી હતી. જે બાદ આજે  નશાબંઘી અને આબકારી વિભાગ હરકતમા આવ્યું છે. તેમજ એમોસ કંપનીમાં નશાબંઘી અને આબકારી વિભાગે તપાસ હાથ ધરી હતી. તેમજ કંપનીમાં રહેલ આશરે 5000 લિટર મિથેનોલનો જથ્થો સિલ કર્યો અને કંપનીનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

  • 27 Jul 2022 09:56 PM (IST)

    Latthakand Live : નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા AMOS કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી

    Latthakand Live :  બોટાદ કેમિકલ કાંડ કેસમાં હવે નશાબંધી અને આબકારી વિભાગ પણ હરકતમાં આવ્યો છે અને એમોસ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. કંપનીમાં રહેલા આશરે  5000 લિટર મિથેનોલનો  જથ્થો સિલ કરવામાં આવ્યો છે અને કંપનીનું લાયસન્સ રદ કરવાની પણ  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMOS કંપનીમાં 600 લિટર મિથેનોલ સુપરવાઈઝર જયેશે ચોરી કરીને મોકલ્યું હતું. રાજ્યમાં મિથેનોલની હેરફેર પર કોઈ અંકુશ ન હોવાથી 600 લિટર જેટલો મિથેનોલ અમદાવાદથી બોટાદ પહોંચ્યો હતો.

  • 27 Jul 2022 08:56 PM (IST)

    Latthakand Live : ચાલુ વર્ષે દારૂના ગુનામાં 134 ગુનેગારને કરવામાં આવ્યા તડીપાર

    Latthakand Live : દારૂકાંડની ઘટના બની તે અંગે આજે ગૃહ વિભાગ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ઘટનામાં જાવબાદાર કોઇને પણ બક્ષવામાં આવશે નહીં અને જવાબદોર સામે કડક પગલાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે પોલીસે આ ઘટનામાં 475 લિટર કેમિકલ જપ્ત કર્યું છે. અને તે બધા સામે કામગીરી થઈ રહી છે. પોલીસ તેમજ  સ્ટેટ મોનિટરિંગ સેલ (State monitering Cell) દ્વારા  ચાલુ વર્ષે દેશી દારૂના મુદ્દે 70 હજાર કેસ દાખલ કરવામાં  આવ્યા છે.   તેમજ  134 ગુનેગારને  તડીપાર કરવામાં આવ્યા છે.

  • 27 Jul 2022 08:03 PM (IST)

    Latthakand Live : ચાલુ વર્ષે દેશીદારુના કુલ 70 હજાર ગુનાઓ દાખલ, 173 બુટલેગર તડીપાર

    Latthakand Live : પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસે કેમિકલ પી જનાર 2500થી વધુ લોકોને ગામડાઓમાં અંતરિયાળ ખેતરોમાં જઇને શોધ્યા હતા. આ ઘટનામાં 475 લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. તો ચાલુ વર્ષે દેશીદારુના કુલ 70 હજાર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ રૂપિયા 85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો 173 બુટલેગરોને તડીપાર કરવામાં આવ્યા છે.

  • 27 Jul 2022 07:53 PM (IST)

    Latthakand Live :સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી માધ્યમો દ્વારા થાય રજૂ થાય

    Latthakand Live : સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેવાં પગલાં ભરવામાં આવ્યા છે તેની માહિતી માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવે. કસૂરવાર સામે કડક પગલાં લેવાશે  જ.  નાગરિકો પણ  આવી બદીની માહિતી આપે. તો તેને  દૂર કરવામાં મદદ મળે ,અમારી  જવાબદારી લોકોની સુખાકારી માટે છે.

  • 27 Jul 2022 07:46 PM (IST)

    Latthakand Live : જેની લિંક આ કેસમાં જોડાશે તે તમામ સામે પગલાં લેવમાં આવશે

    Latthakand Live : તપાસનો સંપૂર્ણ ડેટા આવ્યા બાદ બીજી તમામ કામગીરી કરવામાં આવશે. કેસની તપાસ સતત ચાલુ છે  જેમ જેમ વિગતો સામે આવશે અને જેની લિંક આ કેસમાં જોડાશે તે તમામ સામે પગલાં લેવમાં આવશે. અમે કોઈ પણ વિષયમાંથી હાથ ઊંચા કર્યાં નથી. વિપક્ષનો ધર્મ છેકે વિરોધ કરવો, અને ATS સમીર પટેલની પણ તપાસ કરશે.

  • 27 Jul 2022 07:41 PM (IST)

    Latthakand Live : આ દૂષણને ભેગા મળીને ડામવું પડશે

    Latthakand Live :  આવી ઘટનાઓ તમારી આસપાસ બનતી હોય તો તેની માહિતી state monitoring Cell ને આપજો, દારૂ સમાજનું સૌથી મોટું સમાજનું દૂષણ છે આપણે એક થઇને આ દૂષણને ડામવું પડશે. આ લઠ્ઠો છે કે  કેમિકલ તેમાં  પડવાની જરૂર નથી. આવી ઘટનાઓ અંગે 100 ટકા કડક પગલાં લેવામાં આવશે.

  • 27 Jul 2022 07:35 PM (IST)

    Latthakand Live : SIT ના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલાં લેવામાં આવશે

    Latthakand Live :10 દિવસમાં આ કેસની ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. SIT ના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલાં લેવામાં આવશે.  ફાસ્ટ્ ટ્રેક કેસમાં દારૂ કાંડનો કેસ ચલાવવામાં આવશે. આ ઘટનામાં કેમિકલ ચોરાયું ત્યારથી માંડીને   વેચનાર તમામ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.  આવી ઘટનાઓ તમારી આસપાસ બનતી હોય તો તેની માહિતી state monitoring Cell ને આપજો, દારૂ સમાજનું સૌથી મોટું સમાજનું દૂષણ છે આપણે એક થઇને આ દૂષણને ડામવું પડશે.

  • 27 Jul 2022 07:28 PM (IST)

    Latthakand Live : 600 લિટર કેમિકલની ચોરી થઈ હતી: ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી

    Latthakand Live : પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવાર માટે મારી સંપૂર્ણ સંવેદના છે આ ઘટના ઘણી દુઃખદ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસે સંબંધિત ગામમાં જઇને અંતરિયાળ ચેકિંગ કર્યું હતું. મૃતકોના પરિવાર માટે મારી સંપૂર્ણ સંવેદના છે. તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનામાં 600 લિટર કેમિકલની ચોરી થઈ હતી અને તેનું વેચાણ થયું હતું.

  • 27 Jul 2022 07:21 PM (IST)

    Latthakand Live : ગૃહ વિભાગની પત્રકાર પરિષદ, ચાલુ વર્ષે દેશી દારૂના મુદ્દે 70 ગુના થયા દાખલ

    Latthakand Live : ગૃહ વિભાગે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે આોરપીઓની પૂછપરછ ચાલુ છે.  આ મુદ્દે જેના પણ નામ  ખૂલશે તેની સામે કાર્યાવહી કરવામાં આવશે.   દારૂ કાંડમાં 21 આરોપીઓ ઝડપાયા છે.

  • 27 Jul 2022 06:37 PM (IST)

    Latthakand Live : ચકચારી ઝેરી દારૂકાંડ મામલે પોલીસે આરોપીઓને કોર્ટમાં કર્યાં હાજર

    Latthakand Live :  બોટાદના બરવાળા તાલુકાના ચકચારી ઝેરી દારૂકાંડ મામલે પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં હાજર કર્યાં છે. પોલીસે  આરોપી ગજીબેન, પીન્ટુ, રસિક ગોરાહવાને કોર્ટમાં હાજર કર્યા છે આ ઘટનામાં પોલીસ કોર્ટ સમક્ષ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરશે. દરમિયાન ગૃહ વિભાગ આ મુદ્દે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં મૃતકોના પરિવારજનોને  રાહત સહાય અંગે જાહેરાત થઈ શકે છે.

  • 27 Jul 2022 05:45 PM (IST)

    Latthakand Live : બરવાળા ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો કુલ 43 લોકોનાં મોત, કુલ 144 લોકો સારવાર હેઠળ

    Latthakand Live :    બરવાળા ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું છે. રાણપુર તાલુકાના જાળીલા ગામમાં ઝેરી કેમિકલનું સેવન કરનાર વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થયા છે. સર ટી. હોસ્પિટલમાં 19 વ્યક્તિનાં મોત થયાં છે. ભાવનગર અને અમદાવાદ સહિત વિવિધ હોસ્પિટલમાં કુલ 144 લોકો સારવાર હેઠળ છે.  મોતનો આંકડો હજુ  પણ વધવાની શક્યતા છે. તો બરવાળા ઝેરી દારૂ કાંડમાં  ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી દાખલ 100 દર્દીઓમાંથી 13 દર્દી ડૉક્ટરની સલાહ ન માનતા મંજૂરી  લીધા વિના ઘરે જતા રહ્યા છે.

  • 27 Jul 2022 03:58 PM (IST)

    Latthakand Live : વલસાડમાં મહેફિલમાં ઝડપાયેલા તમામ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

    Latthakand Live : વલસાડમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફીલના મામલે મહેફિલમાં ઝડપાયેલા તમામ પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા છે. PSI આર.જે.ગામીત, કમલેશ ભગોરા, નીતિન રાઠોડ અને જયેન્દ્રસિંહ જેઠવા સસ્પેન્ડ કરાયા છે. સુરત રેન્જ IGએ આપ્યા સસ્પેન્શનના આદેશ આપ્યા છે. બીજી તરફ બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડ બાદ રાજ્યભરમાં પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી છે,, વલસાડ જિલ્લામાં પણ પોલીસે વિવિધ સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા છે. કોસંબા સહિત જિલ્લાની વિવિધ સ્થળે પોલીસ ત્રાટકી હતી. વાપીમાં પણ ત્રણ સ્થળો પર પોલીસે દરોડા પાડીને મહિલા સહિત 3 આરોપીઓને પકડ્યા છે.

  • 27 Jul 2022 03:21 PM (IST)

    Latthakand Live : પંચમહાલમાં દોરુની ભઠ્ઠીઓ પર રેડ, બે દિવસમાં 50થી વધુ કેસ નોંધાયા

    Latthakand Live : પંચમહાલ જિલ્લામાં ઝેરી દારુકાંડ બાદ દેશીદારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. બે દિવસમાં જિલ્લામાં 50થી વધુ કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા, મોરવાહડફ, શહેરા વિસ્તારમાં બે દિવસમાં દેશીદારૂ વેચાણ કરતા ઈસમો સામે 28 કેસ નોંધાયા છે. વેજલપુર, કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારોમાં 30 જેટલા દેશી દારૂને લગતા કેસો નોંધાયા છે. તો જમીનમાં દબાવી રાખેલા બેરલોમાં રાખવામાં આવેલ દારૂનો પણ નાશ કરાયો છે.

  • 27 Jul 2022 03:02 PM (IST)

    Latthakand Live : કરજણ તાલુકાના 99 ગામમાં દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો

    Latthakand Live : વડોદરા કરજણ પોલીસનો દેશી દારૂના અડ્ડાઓ પર સપાટો બોલાવ્યો છે. કરજણ તાલુકાના 99 ગામમાં દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો છે. કરજણના દેલવાડામાં ભાજપના સભ્યના વાડામાં પણ દારૂની ભઠ્ઠી ચાલતી હતી. ભાજપના સભ્યના વાડામાં ચાલતી દારૂની ભઠ્ઠીનો પણ નાશ કરાયો. કંડારી, ગણપતપુરા, વેમાર, ગંધારા, ધાવટ, કરમડીમાં દરોડા પાડવામાં આવ્યા. ગામડાઓમાં દેશીદારૂની ભઠ્ઠીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.

  • 27 Jul 2022 02:35 PM (IST)

    Latthakand Live : રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગરમાં NSUIના કાર્યકરોનો વિરોધ

    Latthakand Live : બોટાદના બરવાળામાં ઝેરી દારૂકાંડ બાદ રાજ્યભરમાં રોષ છે. ત્યારે હવે આ મામલે રાજકીય રંગ પકડાઇ રહ્યો છે..રાજ્યમાં અનેક જિલ્લાઓમાં NSUIના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા અને સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહિં આ મામલે રાજ્ય સરકાર કાર્યવાહી કરે તેવી માગ કરી હતી. રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગરમાં NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.. તો ગીરસોમનાથના વેરાવળમાં અને બનાસકાંઠામાં પણ કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા.

  • 27 Jul 2022 02:28 PM (IST)

    Latthakand Live : તાપીના જૂથ ગ્રામપંચાયતના 7 ગામોમાં દારૂ બંધ કરવા ઠરાવ કરાયો

    Latthakand Live : ઝેરી દારૂકાંડ બાદ તાપી જિલ્લામાં સરપંચો જાગૃત થયા છે. વ્યારા તાલુકાની રાણીઆંબા ગ્રામ પંચાયતમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે. જૂથ ગ્રામપંચાયતના 7 ગામોમાં દારૂ બંધ કરવા ઠરાવ કરાયો છે. 7 ગામોમાં દેશી રાસાયણિક દારૂની ભઠ્ઠીઓ, ગોળ, ખાતર, જેવા રાસાયણિક પ્રદાર્થ પર પ્રતિબંધ મુકાયો છે. 7 ગામોમાં દેશી દારૂ બનાવતા કે પીતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

  • 27 Jul 2022 02:08 PM (IST)

    Latthakand Live : અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધુ 6 આરોપીની કરી ધરપકડ

    Latthakand Live : અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોટાદ ઝેરી દારૂકાંડ કેસમાં વધુ 6 આરોપીની ધરપકડ કરી છે. મિથેનોલ આપનારા વ્યક્તિ અને મદદગારી કરનારા પકડાયા છે. પકડાયેલા આરોપી બરવાળા અને બોટાદના રહેવાસી છે.  ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

  • 27 Jul 2022 02:02 PM (IST)

    Latthakand Live : ભાવનગરની સરટી હોસ્પિટલમાંથી 13 દર્દીઓ મંજુરી વિના ઘરે જતા રહ્યા

    Latthakand Live : બરવાળા ઝેરી દારૂ કાંડમાં કેટલાક અસરગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાંથી દાખલ 100 દર્દીઓમાંથી 13 દર્દી ડૉક્ટરની સલાહ ન માનીને મંજૂરી વિના ઘરે જતા રહ્યા છે.. જેને મેડિકલ ભાષામાં લેફ્ટ લિવ અગેઈન્સ્ટ મેડિકલ પ્રિકોશન કહેવામાં આવે છે.

  • 27 Jul 2022 01:48 PM (IST)

    Latthakand Live : દારૂકાંડના દર્દીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂકાંડના દર્દીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. નશાની લત છોડાવવા દર્દીઓનું અને તેના પરિવારનું પણ કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવશે.

  • 27 Jul 2022 01:42 PM (IST)

    Gujarat Latthakand Live Updates : AAP ના સાંસદોએ સંસદમાં વિરોધ કર્યો

    સંસદનુ હાલ ચોમાસુ સત્ર શરૂ છે,ત્યારે આમ આદમી પાર્ટીના સાંસદોએ સંસદમાં ઝેરી દારૂકાંડ મામલે વિરોધ દર્શાવ્યો છે.મહત્વનું છે કે, આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 42 લોકોનો ભોગ લેવાયો છે.

  • 27 Jul 2022 01:39 PM (IST)

    Botad Hooch Tragedy: NSUIના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ કર્યો

    બોટાદ લઠ્ઠાકાંડનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.MSU ની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI દ્વારા પ્લાસ્ટિકની પોટલીઓમાં પાણી ભરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો.

  • 27 Jul 2022 01:32 PM (IST)

    Lattha kand Live : રાજકોટમાં લઠ્ઠાકાંડ મામલે NSUIનો વિરોધ

    બોટાદ લઠ્ઠાકાંડ મામલે NSUI એ વિરોધ નોંધાવ્યો છે.કોટેચા ચોકમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો.જો કે મામલો ઉગ્ર બનતા માલવીયા પોલીસે NSUI કાર્યકરોની અટકાયત કરી છે.

  • 27 Jul 2022 01:19 PM (IST)

    Gujarat Latthakand Live : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

    બરવાળા ઝેરી દારૂકાંડથી અસરગ્રસ્ત અનેક લોકો ભાવનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે અહીં વધુ બે દર્દીઓને સારવાર માટે લવાઇ રહ્યા છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધીને 41 પર પહોંચી ગઇ છે.

  • 27 Jul 2022 01:14 PM (IST)

    Botad hooch tragedy : વેરાવળમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    ઝેરી દારૂકાંડ મામલે વેરાવળમાં યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે.શહેરના ટાવર ચોક ખાતે કોંગી કાર્યકરોએ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીનું પૂતળુ દહન કરવાનો પ્રયત્ન કર્યો.સાથે જ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી ગૃહમંત્રીનું રાજીનામું માગ્યુ.

  • 27 Jul 2022 01:07 PM (IST)

    Lattha kand Live Updates : શક્તિસિંહ ગોહિલ દારૂકાંડનો મુદ્દો ઉઠાવે તે પહેલા કાર્યવાહી સ્થગિત

    રાજ્યમાં ઝેરી દારૂકાંડનો મુદ્દો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે.40થી વધુ જિંદગી ઝેરી દારૂના કારણે હોમાય ગઈ.ત્યારે ચકચારી દારૂકાંડનો મુદ્દો કોંગ્રેસ રાજ્યસભામાં ઉઠાવવાની હતી.રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર્સમાં ચર્ચા કરવા સમય માગ્યો હતો.જોકે હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.રાજ્યસભાની કાર્યવાહી સ્થગતિ થતા શક્તિસિંહ ગોહિલે ભાજપ અને આમ આદમી પાર્ટી પર અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

  • 27 Jul 2022 12:50 PM (IST)

    Lattha kand Live Updates : ગોપાલ ઈટાલીયાએ રોજીદ ગામના પીડિત પરિવારો સાથે કરી મુલાકાત

    ગોપાલ ઈટાલીયાએ રોજીદ ગામના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપર ગોપાલ ઈટાલીયાએ નિશાન સાધતા કહ્યું,નાની વાતોમાં ટ્વિટ કરતા સીઆર પાટીલે આ મુદ્દે મૌન સેવ્યું છે.અહીંના PSI સારુ કામ કરે છે તેવું ગ્રામજનો કહે છે પણ તેને કામગીરી કરવા દેવામાં આવતી નથી.થોડા સમયમાં પોલીસની બદલીઓ કરી દેવામાં આવે છે.આ સાથે જ તેણે ગામના લોકોને આર્થિક સહાય મળવી જોઈએ તેવી માગ કરી છે.વધુમાં તેણે કહ્યું કે,સરકારે લઠ્ઠાકાંડને કેમિકલ કાંડનું સ્વરૂપ આપ્યું છે.જે દારૂબંધી કાગળ ઉપર છે તેને જમીન ઉપર લાવવાની જરૂર છે.

  • 27 Jul 2022 12:09 PM (IST)

    barvala hooch tragedy : બોટાદ SP ડો. કરણરાજ વાઘેલાએ યોજી પત્રકાર પરિષદ

    બોટાદનાં SP ડો. કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને ઝેરી દારૂકાંડની તપાસ અંગે જણાવ્યુ હતુ.તેમણે કહ્યું કે, વહેલી સવારથી અલગ -અલગ ટિમો કામ કરી રહી છે.પાંચ ટિમો બરવાળા અને ચાર ટિમો રાણપુરમાં કાર્યરત છે.સાથે જ તેમણે બોટાદની જનતાને અપીલ કરતા કહ્યું કે,જે લોકોને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો પોલીસને જાણ કરે.હાલ પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી છે.

  • 27 Jul 2022 11:48 AM (IST)

    Barvala Hooch Tragedy Live : નિરાધાર બનેલા બાળકોને બોટાદ પોલીસે દતક લીધા

    દેવગાણા ગામના કનુ ચીખલીયા નામના વ્યક્તિનુ મોત નિપજતા તેના 4 બાળકો નિરાધાર બન્યા.આર્થિક રીતે નબળા પરિવારના 4 બાળકો નોધારા થતા પોલીસ વિભાગ તેમની મદદ આવી છે.જિલ્લા પોલીસ વડાએ જાહેરાત કરી છે કે તેઓ આ ચારેય બાળકોને દત્તક લેશે.અને અભ્યાસથી માંડીને ભરણપોષણનો તમામ ખર્ચ પોલીસ વિભાગ ઉઠાવશે. પ્રાથમિક શિક્ષણથી લઈને બાળકોના માધ્યમિક શિક્ષણ અને કોલેજના એડમિશનમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ મદદ કરશે.મૃતકના મોટાભાઈને બાળકોના શિક્ષણ સિવાય બીજી કોઈ જરૂરિયાત હશે તો તેની પણ પોલીસ મદદ કરશે.

  • 27 Jul 2022 11:03 AM (IST)

    Botad Lattha kand : દારૂકાંડની 10 મોટી UPDATE

    25 જુલાઈએ શરૂ થયેલી ઝેરી દારૂકાંડની આગ હજુ પણ યથાવત છે.અત્યાર સુધીમાં 42 લોકોએ જીવ ગુમાવ્યો છે.જ્યારે 144 લોકો સારવાર લઈ રહ્યા છે.જેમાં પાંચ વ્યક્તિની સ્થિતિ ગંભીર છે.

  • 27 Jul 2022 11:01 AM (IST)

    Barvala Hooch Tragedy : વડોદરામાંથી ઝેરી દારૂકાંડનો આરોપી ઝડપાયો

    બોટાદ ઝેરી દારૂકાંડનો આરોપી ઝડપાયો છે.સાવલી પોલીસે બાતમીના આધારે આરોપી ઝડપી પાડ્યો.માહિતી મુજબ સાવલીના પરથમપુરા ગામે સંબંધીને ત્યાં આરોપી રોકાયો હતો. બે મોબાઈલ અને રોકડ મળી કુલ 21 હજાર 980નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે.

  • 27 Jul 2022 10:48 AM (IST)

    Gujarat Lattha Kand Live : શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં દારૂકાંડનો મુદ્દો ઉઠાવશે

    કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં દારૂકાંડનો મુદ્દો ઉઠાવશે.હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં  તપાસ કરાવવા માગ કરશે.સાથે જ તેઓ ગૃહમાં પિડીતોના સહાયની પણ રજુઆત કરશે.

  • 27 Jul 2022 10:42 AM (IST)

    Barvala Lattha Kand Live : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

    ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે.બરવાળા ઝેરી દારૂકાંડને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.મહત્વનું છે કે,SIT રિપોર્ટ બાદ સરકાર આગામી સમયમાં દારૂબંધીને લઈને વધુ કડકાઈતા દાખવવામાં આવી શકે છે.

  • 27 Jul 2022 10:34 AM (IST)

    Botad Hooch Tragedy : અલ્પેશ ઠાકોરે પિડિત પરિવારોની મુલાકાત લીધી

    બરવાળા ઝેરી દારૂકાંડમાં મૃતકોના પરિજનો સાથે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે મુલાકાત કરી.અને રોજીદ ગામના મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી.અલ્પેશ ઠાકોરે પરિજનોને સરકાર તરફથી તમામ સહાય અને મદદની ખાતરી આપી. સાંત્વના મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે દાવો કર્યો કે,જો રાજ્યના 182 ધારાસભ્યો ઇચ્છે તો ગુજરાતમાં દારૂબંધનો કડક અમલ શક્ય છે.જોકે દારૂકાંડ મુદ્દે રાજનીતિ કરનારાઓને અલ્પેશ ઠાકોરે ચેતવ્યા અને નમાલી રાજનીતિ બંધ કરવા અપીલ કરી.સાથે જ સરકારે તપાસ માટે રચેલી SIT તટસ્થ તપાસ કરે તેવી માગ કરી.

  • 27 Jul 2022 10:27 AM (IST)

    Lattha Kand Live Updates : ઝેરી કેમિકલ મગાવનાર આરોપીનું પણ થયુ મોત

    બોટાદમાં ઝેરી દારૂકાંડ મામલે ઝેરી કેમિકલ મગાવનાર આરોપીનું પણ મોત થયું છે.માહિતી મુજબ વિપુલ કાવઠીયાનું મોત થયુ છે. તમને જણાવી દઈએ કે,વિપુલ કાવઠીયા સામે સુરત શહેરમાં 45થી વધુ ગુના દાખલ છે.ઉપરાંત વિપુલ કાવઠીયા ત્રણ વખત પાસા હેઠળ સજા ભોગવી ચુક્યો છે.

  • 27 Jul 2022 09:49 AM (IST)

    Gujarat Latthakand Live : 21 આરોપીની ધરપકડ કરવામાં આવી

    બોટાદના બરવાળા ઝેરી દારૂ કાંડમાં અનેક જિંદગીનો ભોગ લેવામાં સંડોવાયેલા 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે.આ આરોપીઓ સામે બરવાળા, ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાયેલી છે. જેમાં બરવાળામાં 14 લોકો સામે ફરિયાદ થઈ છે, તેમાંથી 7 આરોપીની ધરપકડ કરાઈ છે.જ્યારે રાણપુરમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, તેમાંથી 6 આરોપીની ધરપકડ કરાઈ છે.જ્યારે ધંધુકામાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જે તમામની ધરપકડ કરવામાં આવી છે.

  • 27 Jul 2022 09:35 AM (IST)

    Botad Latthakand Live : ઝેરી દારૂકાંડ બાદ ઉંઘતી પોલીસ સફાળી જાગી

    બોટાદમાં ઝેરી દારૂકાંડથી (Botad Hooch Tragedy) ગુજરાત હચમચી ઉઠ્યું છે.અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ છે.ત્યારે સુરતમાં ઝેરી દારૂકાંડનો બનાવ ન બને તે માટે પોલીસ પણ એક્શનમાં આવી છે.અલગ- અલગ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા અને સુરત પોલીસે (Surat police) પોતાની કામગીરી બતાવવા માટે એક જ દિવસમાં ઘણા કેસો કર્યા છે.પોલીસે  એક જ દિવસમાં દેશી દારૂના 125 કેસ નોંધ્યા અને 1282 લીટર દેશી દારૂ પણ ઝડપ્યો.સાથે જ 4750 લીટર રસાયણ પર ઝડપી પાડ્યું.ઉપરાતં પોલીસે (gujarat police) 128 લોકોની અટકાયત પણ કરી છે.

  • 27 Jul 2022 09:32 AM (IST)

    Gujarat Latthakand : ઝેરી દારૂકાંડની આગમાં અનેક જિંદગીઓ હોમાઈ

    ઝેરી દારૂકાંડ કહો કે કેમિકલ કાંડ પણ અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટ્યા છે.જો વિગતે વાત કરીએ તો રોજિદ ગામમાં 10 ,દેવગાણા ગામમાં 5,ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોના મોત થયા છે.બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે.જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.જ્યારે 144 લોકો હાલ સારવાર હેઠળ છે.

Published On - Jul 27,2022 9:25 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">