ઝેરી દારુકાંડ : દાહોદ, ઝાલોદ, લીમડી સહિતના વિસ્તારોમાં પોલીસની રેડ, દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

બોટાદ ઝેરીદારૂ કાંડ ((Barvala Lattha kand) બાદ દાહોદ પોલીસ (Dahod Police) પણ એક્શનમાં આવી છે અને પોલીસે વિવિધ સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 27, 2022 | 9:01 AM

બરવાળા ઝેરી દારૂ કાંડમાં (Barvala Lattha kand) મોતનો આંકડો વધીને 41 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી ભાવનગરની (Bhavnagar) સર ટી હોસ્પિટલમાં કુલ 88 દર્દીઓને લવાયા. જેમાંથી 16 વ્યક્તિના મોત થયા છે. ભાવનગર અને અમદાવાદ સહિત વિવિધ હોસ્પિટલમાં કુલ 144 લોકો સારવાર હેઠળ છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 72 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 5ની હાલત ગંભીર છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. ત્યાં બીજી તરફ ઝેરી દારુકાંડને લઇને રાજ્યની પોલીસ એક્શનમાં આવી ગઇ છે. રાજ્યના જુદા જુદા જિલ્લામાં પોલીસ રેડ પાડી રહી છે. ત્યારે પોલીસે દાહોદ (Dahod) જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં રેડ પાડી હતી. જે દરમિયાન દારુનો જથ્થો ઝડપાયો હતો.

તમે કહેવત સાંભળી હશે ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા. લાગી રહ્યુ છે કે જાણે રાજયની પોલીસ કહેવતનું અનુકરણ કરતા પણ આવડે છે. બરવાળાની ઘટના બાદ પોલીસ તંત્ર અચાનક જાગ્યુ છે. હવે રાજ્યના અલગ અલગ શહેરોમાં પોલીસ દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી રહી છે. બોટાદ ઝેરીદારૂ કાંડ બાદ દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી છે અને પોલીસે વિવિધ સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા છે. દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી, સુખસર સહિતના વિવિધ સ્થળોએ દેશીદારૂના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે ઝાલોદના ચીતોડીયામાં કારમાં લવાતો દારુનો જથ્થો ઝડપી પાડ્યો. દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે.

રાજ્યમાં તમામ જગ્યાએ પોલીસ હવે જાગી છે. પરંતુ સવાલ એ છે કે દારૂના દૂષણને કાયમી નાથવાની જવાબદારી સરકારની છે. ગુજરાતમાં દારૂબંદી હોવા છતાં જો આમ ખુલ્લેઆમ દારૂ બનતો હોય તો તે રાજ્યની સરકાર માટે શરમજનક બાબત છે. ખોટા વાયદાઓ નહી પરંતુ નક્કર પગલા સમયની માગ છે નહી તો ઘટનાઓ બનશે ત્યારે માત્ર પબ્લિક સેન્ટિમેન્ટના લીધે થોડા પગલા લેવાશે, પછી કદાચ ફરી વાર ઘટના ઘટે તેની રાહ જોવાશે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati