Vadodara: નવનિર્મિત ભાજપ કાર્યાલયની તકતી 24 કલાકમાં જ હટાવાઈ, સાંસદ, મેયર, ધારાસભ્યોનાં નામોની બાદબાકીથી વિવાદ વકર્યો

તમે ક્યારેય જોયુ છે કે કાર્યાલયનું ઉદ્ગઘાટન થઈ જાય અને પાછળથી નવેસરથી તક્તિ અનાવરણનો કાર્યક્રમ થાય ? શું આ શક્ય છે ? હાં જો કાર્યાલય ભાજપનું હોય તો બધુ જ શક્ય છે. વડોદરામાં કારેલીબાગમાં પણ કંઈક આવો જ તક્તી અનાવરણનો કાર્યક્રમ યોજાયો અને તક્તી અનાવરણના 24 કલાકમાં જ તક્તીને હટાવવાનો પણ પ્રદેશ પ્રમુખ પાટીલે આદેશ છોડ્યો.

Vadodara: નવનિર્મિત ભાજપ કાર્યાલયની તકતી 24 કલાકમાં જ હટાવાઈ, સાંસદ, મેયર, ધારાસભ્યોનાં નામોની બાદબાકીથી વિવાદ વકર્યો
Follow Us:
Anjali oza
| Edited By: | Updated on: Dec 24, 2024 | 3:29 PM

વડોદરામાં ભાજપના નવા કાર્યાલયની તકતીમાં મહત્વપૂર્ણ નેતાઓના નામ ન હોવાથી વિવાદ ઉભો થયો. સાંસદ, મેયર, ધારાસભ્યોના નામની બાદબાકીથી નારાજગીના સૂર ઉઠ્યા હતા. પ્રદેશ પ્રમુખની સૂચના બાદ 24 કલાકમાં તકતી દૂર કરવામાં આવી. આ ઉપરાંત, વાસ્તુ પૂજનમાં કોર્પોરેટરોને બોલાવવામાં ન આવ્યા હોવાનો પણ વિવાદ છે. આ ઘટનાએ બાદ વડોદરા ભાજપમાં વિખવાદ હોવાનું ફરી એકવાર સામે આવ્યુ છે.

પ્રદેશના નેતાઓની નારાજગી અને પ્રદેશ પ્રમુખની સૂચના બાદ તાત્કાલિક તકતી દૂર કરાઈ

શહેરમાં ભાજપના નવા નિર્માણાધીન કાર્યાલયની તકતીનું કેબિનેટ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે આ તકતીમાં સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સિવાય સાંસદ, મેયર, ધારાસભ્યો અને પ્રભારીનાં નામનો ઉલ્લેખ ન હોવાથી વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતાં અંતે 24 કલાકમાં જ આ તકતીને ત્યાંથી હટાવી લેવાઈ છે. આધારભૂત સૂત્રો મુજબ પ્રદેશના નેતાઓની નારાજગીના કારણે અને પ્રદેશ પ્રમુખની સૂચનાના પગલે તકતી બદલવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપ કાર્યાલયના વાસ્તુ પૂજન અંગે કોર્પોરેટરોને જાણ સુધ્ધાં કરાઈ નહોતી

કારેલીબાગમાં બનતા ભાજપ કાર્યાલયની તકતી અનાવરણના કાર્યક્રમ પૂર્વે તાત્કાલિક ધોરણે શહેર સંગઠનની ટીમે વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પાલિકાના માત્ર 5 પદાધિકારી, 5 ધારાસભ્યો તથા માનીતાઓને જ આમંત્રણ અપાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કાર્યક્રમથી પ્રજાના પ્રતિનિધિ એવા 69 કોર્પોરેટરો પણ અજાણ હોવાનું ખૂલ્યું છે.

B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો

ફરી એકવાર વડોદરા ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો

દેશનું પ્રથમ ભાજપ કાર્યાલય એવું હશે જ્યાં આગળ ખાતમુહૂર્ત ઉદ્ઘાટન સિવાય અલગથી તક્તિ અનાવરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. જોર શોરથી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયાના 24 જ કલાકમાં જે તક્તિનું અનાવરણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, તે તક્તિ ઉતારવાની ફરજ પડી. છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર ભાજપમાં વિખવાદ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તકતી હટાવ્યા બાદ આ વિવાદને વધુ જોરથી વેગ મળ્યો છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">