Bhavnagar: ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની (jaiveerraj singh gohil ) પાઘડી પર ચકલી આવીને બેસી ગઈ હતી અને ચમત્કારિક ઘટના બની હતી. લોકોને માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયાની દિવ્ય અનુભૂતિ થઈ હતી. આ ક્ષણના તમામ લોતો સાક્ષી બન્યા હતા.
મહત્વનું છે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી (Maharaja Krishna Kumarsinhji) પણ જ્યારે રુવાપરી માં ને ત્યાં આવતા અને શુભ કાર્ય કરતા ત્યારે ચકલી આવીને બેસતી તેવી લોકવાયકા વર્ષો થી ચાલી આવે છે અને તમામ લોકોના મુખે આ વાત જાણીતી છે. લોકવાયકાની આ પરંપરાને નિહાળી લોકો ભૂતકાળ માં સરી પડીને ધન્યતા અનુભવી હતી.
રા નવઘણના ભાલે ચકલી બેઠી ને રસ્તો બગાવ્યો હોવાનું સાહિત્યકારો પાસે સાંભળવા મળે છે. હાલ તો ભાવનગર યુવરાજ સાહેબની પાઘડી પર હવનમાં પાઘડી પર આવી ને ચકલી બેસતાનો વીડિયો વાયરલ થયો છે. આ દિવ્ય અનુભુતીનો વીડિયોને લોકો ઝડપથી શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સે 6449 સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી
ભાવનગરમાં સરકારની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ જ માતાની ગરજ સારતી જોવા મળે છે. સગર્ભા માતાને 108 ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની સગર્ભા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ લઈ જતાં ભાવનગર જિલ્લામાં 6449 સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.
Published On - 6:21 pm, Tue, 10 May 22