Bharuch : સંસ્કાર વિદ્યા ભવન ખાતે બે દિવસીય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી, તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

|

Feb 06, 2023 | 8:11 PM

વિદ્યાર્થીઓએ સુંદર અને જીવંત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક આપીને તેમના રંગીન પ્રદર્શનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્ય મહેમાન મનીષા વાલાએ તેમના વક્તવ્યમાં અભ્યાસ ઉપરાંત રમત ગમતની પ્રવૃત્તિઓમાં પણ રુચિ વધારવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Bharuch : સંસ્કાર વિદ્યા ભવન ખાતે બે દિવસીય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી, તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
A two-day annual day was celebrated

Follow us on

શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન ખાતે બે દિવસીય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળાના બાળકો દ્વારા Beauty of Indian Culture અને Navras the Beauty of Emotions ની થીમ સાથે વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ પ્રમુખ ઉપેન્દ્ર રુંગટા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉ. આકાંક્ષા જાલંધરા, રમતવીર મનીષા વાળા અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જુગલ કિશોર રુઈયા વિશેષ ઉપસ્થિત રહયા હતા.

પ્રાઈમરીના વિદ્યાર્થીઓએ Navras the Beauty of Emotions ની થીમને અમૂલ્ય રીતે વર્ણવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા નવરસના ઉમંગથી સમૃદ્ધ બનીને પ્રેક્ષકો માટે આનંદદાયક બની હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા અને સ્ટાફ સભ્યોની સમર્પિત સેવા દર્શાવતો સન્માન સમારોહ પ્રશંસાને પાત્ર રહ્યો હતો.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

આ અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ઉપાધ્યાય અતિથિ વિશેષ રહ્યા હતા. આ કાર્યક્રમમાં જે.કે.રૂઈયા ટ્રસ્ટી સંસ્કાર ભારતી ટ્રસ્ટ, નિકી એચ મહેતા ટ્રસ્ટી જે.બી.મોદી વિદ્યાલય, શર્મિલા દાસ પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેટર શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન, ટી કે દાસ, મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી વીકે મોદી એન્ટરપ્રાઈઝ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.જાસ્મીન મોદી એડમિનિસ્ટ્રેટર રાધા બાલ વાટિકા , કુલવંત મારવાલ એડમિનિસ્ટ્રેટર રૂંગટા વિદ્યા ભવન, ફાલ્ગુની નાયક પ્રિન્સિપાલ જે બી મોદી વિદ્યાલય અને પ્રશાંત રૂઈયા એ કાર્યક્રમમાં  હાજરી આપી બાળકોની પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન દ્વારા ધોરણ 10 અને 12મા જિલ્લાના ટોપર્સ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને તેમની 10, 20 અને 25 વર્ષની સમર્પિત સેવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે પ્રિન્સિપાલે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં શાળાના શૈક્ષણિક અને સહ શૈક્ષણિક ક્ષેત્રોમાંના લક્ષ્યોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે રૂપિયા 22,000 એકત્ર કરવા બદલ મુખ્ય મહેમાન મનીષા વાળા દ્વારા ધોરણ 3 ની વિદ્યાર્થીની દુર્વા મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ સુંદર અને જીવંત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક આપીને તેમના રંગીન પ્રદર્શનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્ય મહેમાન મનીષા વાળાએ તેમના વક્તવ્યમાં અભ્યાસ ઉપરાંત રમત ગમતની પ્રવૃત્તિઓમાં પણ રુચિ વધારવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગેસ્ટ ઓફ ઓનર ડો. આકાંક્ષા જાલંધરાએ વિદ્યાર્થીઓ સાથે તેમનો સફળતાનો મંત્ર શેર કર્યો હતો.
કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું

Published On - 8:01 pm, Mon, 6 February 23

Next Article