Jagannath Rath Yatra LIVE Streaming: 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા, પોલીસ કમિશનરે આભાર વ્યક્ત કર્યો

ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો, ગજરાજ, ભજન મંડળી કે અખાડા વિના રથયાત્રા યોજાઈ. રથયાત્રા દરમિયાન ભક્તોના દર્શન કે પૂજા કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો.

Jagannath Rath Yatra LIVE Streaming: 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા, પોલીસ કમિશનરે આભાર વ્યક્ત કર્યો
Bhagwan Jagannath 144th Rath Yatra LIVE News and Updates

| Edited By: Kunjan Shukal

Mar 10, 2022 | 7:06 PM

Rath Yatra LIVE Streaming: અમદાવાદ શહેરમાં કોરોના નિયમોના કડક પાલન સાથે જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા. ખલાસી ભાઈઓ અને પોલીસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણેય રથને ફૂલ સ્પીડમાં અમદાવાદના રાજમાર્ગો પર દોડાવ્યા. અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી. કોરોના કાળમાં કર્ફ્યૂના એલાનને અમદાવાદના ગીચ એવી પોળ વિસ્તારના લોકોએ જડબેસલાક સમર્થન આપ્યું.

રથયાત્રા રૂટ પરના મકાનના લોકોએ પોત-પોતાના ઘરની બારી કે અગાસીમાંથી હર્ષભેર પ્રભુના દર્શનનો લ્હાવો માણ્યો. 144મી રથયાત્રામાં ભક્તોને અનેક ચીજવસ્તુઓની ખોટ સાલી, ન ભજન મંડળીઓના સૂર સંભળાયા, ન અખાડાના કરતબ જોવા મળ્યાં કે ન તો માર્ગો પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. જ્યાં જુઓ ત્યાં માત્ર સુરક્ષા જવાનોનો જડબેસલાક બંદોબસ્ત દેખાયો. ટીવી પર જ નાથની નગરચર્યા નિહાળનારા ભક્તોએ મંગળ પર્વને ઉલ્લાસભેર માણ્યો

પ્રસાદમાં માસ્ક

આ વખતની રથયાત્રામાં ભક્તોમાં પ્રસાદ વિતરણ પર રોક હતી જો કે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભગવાનનાં આશિર્વાદ તરીકે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. સંદેશ સ્પષ્ટ હતો કે કોરોનાની કડક ગાઈડ લાઈન મુજબ જ રથયાત્રા યોજવી અને 23 હજાર પોલીસ કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.

અમિત શાહની મંગળા આરતીમાં હાજરી:

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલનાં હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી. સરસપુરમાં ભગવાનના મોસાળ ખાતે રથયાત્રા થોડો સમય જ રોકાઈને રવાના થઈ ગઈ હતી. સરસપુરમાં દર વર્ષની જેમ યોજાતા ભોજન પ્રસાદ પર પણ પ્રતિબંધ લગાવાયો હતો જેને લઈ ને પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રાના દર્શન ભક્તોએ માત્ર ટીવી પર જ કર્યા હતા.

પહિંદ વિધિ બાદ રથનું પ્રસ્થાન

જગન્નાથની 144મી રથયાત્રામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર પરિસરમાં CM રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલે સોનાની સાવરણી સાથે પરંપરાગત પહિંદ વિધિ કરી. CM વિજય રૂપાણીએ શ્રીફળ વધેરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે સોળ આની સારૂ વર્ષ જાય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે. જગતનો નાથ આપણને સૌને આશીર્વાદ આપે. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા ભગવાન પાસે આશીર્વાદ માંગીએ છીએ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. કચ્છમાં 1 મિલિયન એકર ઘનફૂટ પાણી પહોંચાડવાના આયોજનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કચ્છ નર્મદાના નીરથી હરિયાળું અને વધારે સમૃદ્ધ બનશે તેવી મુખ્યપ્રધાને આશા વ્યક્ત કરી.

સરસપુરમાં ઠાકોર સમાજે કર્યું મામેરૂ

સરસપુર રણછોડરાયજીના મંદિર ખાતે ભગવાનનું મામેરૂ ભરવામાં આવ્યું. મૂળ સરસપુરના જ ઠાકોર પરિવારને મામેરૂ ભરવાનો અણમોલ લ્હાવો મળ્યો. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાઘા, પાઘડી અને અલંકારો અર્પણ કરવામાં આવ્યા. સરસપુરમાં રથયાત્રા 10 મિનિટ રોકાઈ. આ સમયે પ્રભુને મામેરૂ પિરસવામાં આવ્યું. કોરોના કાળમાં નિયમોના પાલન સાથે ભજનમંડળી, અખાડા ન હતા. આમ છતાં પ્રભુને મામેરૂ અર્પણ કરનારા પરિવારે તેને જીવનની ધન્ય ઘડી ગણાવી.

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પોલીસની કામગીરી

રથયાત્રાના રૂટ પર પોળમાં કર્ફ્યૂનું કડક પાલન કરાવવામાં પોલીસ સફળ રહી હતી. રથયાત્રામાં રથ પૂજનથી લઈને પહિંદ વિધિ અને બાદમાં રથ મંદિરેથી નિકળ્યા ત્યારથી રથની સાથે જ રહ્યા હતા. પોલીસનાં મનોબળ માટે કહો કે પછી યાત્રાની સ્થિતિ પર સતત નજર રાખવા માટેની વાત હોય, ગૃહપ્રધાન ફિલ્ડમાં જ રહ્યા હતા. આ વખતે ભક્તો કરતા પોલીસની સંખ્યા વધારે જોવા મળી હતી. યાત્રામાં પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત રહ્યા, તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 15 Aug 2021 07:57 AM (IST)

  ગરીબોને અપાતા ચોખા ફોર્ટીફાઈડ કરાશે, જરૂરી પોષક તત્વો ઉમેરાશે

  દેશના દરેક ગરિબ અને દરેક વ્યક્તિ સુધી પોષણ પહોચાડવાની જવાબદારી સરકારની છે. જરૂરી પોષક તત્વોની ખામીને કારણે તેમને શારિરીક તકલીફ થાય છે. તેથી જે ચોખા ગરીબોને આપવામાં આવે છે તે ફોર્ટીફાઈડ કરાશે. તેમાં જરૂરી પોષક તત્વોનો ઉમેરો કરાશે.

 • 12 Jul 2021 11:45 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: જગન્નાથ મંદિરનાં મહંત દિલિપદાસજીએ અમદાવાદનાં નગરજનો અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો

  Jagannath Rath Yatra LIVE Streaming: જગન્નાથ મંદિરનાં મહંત દિલિપદાસજી મહારાજે શાંતિપૂર્ણ રીતે રથયાત્રાની પરંપરા પાર પાડવામાં સહયોગ કરનારા અમદાવાદીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રાજ્યનાં મુખ્યપ્રધાનને પણ પૂર્ણ સહયોગ આપવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

 • 12 Jul 2021 11:36 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાયા બાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું કે અમદાવાદીઓની શિસ્તતાથી પાર પડી યાત્રા

  Jagannath Rath Yatra LIVE Streaming: અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રથયાત્રા શાંતિથી પાર પાડ્યા બાદ નિવેદન આપ્યું હતું કે અમદાવાદીઓની શિસ્ત અને રાજ્ય સરકારનાં સ્પષ્ટ માર્ગદર્શનને લઈને રથયાત્રા સરળતા પૂર્વક પાર પાડવામાં આવી. તેમણે મંદિર પ્રશાસનનો પણ આબાર વ્યક્ત કર્યો હતો.

 • 12 Jul 2021 10:54 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: પોલીસ, જનતા અને મંદિર તંત્રનાં સંયુક્ત પ્રયાસોનાં પ્રતાપે ભગવાન જગન્નાથની રથયાત્રા સુખરૂપ સંપન્ન

  Jagannath Rath Yatra LIVE Streaming: પોલીસ, જનતા અને મંદિર તંત્રનાં સંયુક્ત પ્રયાસોનાં પ્રતાપે ભગવાન જગન્નાથની રથયાત્રા સુખરૂપ સંપન્ન

 • 12 Jul 2021 10:41 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ઘી કાંઠા વિસ્તારમાં પહોચી રથયાત્રા, ભક્તજનોએ શંખનાદ કરીને વધાવી લીધા ભગવાનને

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાનનાં રથ ઘી કાંઠા વિસ્તારમાં પહોચ્યા ત્યારે ભક્તોનો આનંદ ચરમસીમા પર હતો. ઉત્સાહમાં આવેલા ભક્તો એ શંખનાદ કર્યો હતો સાતે પુષ્પવર્ષા પણ કરી હતી.

 • 12 Jul 2021 10:12 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: રંગીલા ચોકી વિસ્તારમાં પહોચી ગયા રથયાત્રાનાં ત્રણેય રથ

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજીનાં રથ રંગીલા ચોકી વિસ્તારમાં પહોચી ગઈ છે. ભક્તોએ ભગવાનનાં રથ પર ઘરમાંથી જ પુષ્પવર્ષા કરી હતી અને દર્શનનો લ્હાવો લીધો હતો.

 • 12 Jul 2021 10:02 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રથ દિલ્લી ચકલા પહોચ્યા

  Jagannath Rath Yatra LIVE Streaming: ગૃહપ્રધાનથી લઈ પોલીસ કમિશનર અને 23 હજાર જેટલા પોલીસ કર્મીની હાજરી વચ્ચે નિકળેલી રથયાત્રા તેના નિર્ધારિત સમય પર ચાલી રહી છે. રથ દિલ્લી ચકલા પહોચી ચુક્યા છે અને ગણતરીનાં સમયમાં નિજ મંદિર પહોચી જશે.

 • 12 Jul 2021 09:51 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: 144મી રથયાત્રાને ઘરે બેસીને ટીવી નાઈન પર નિહાળી ભક્તજનો એ

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની રથયાત્રાને આ વખતે ભક્તોએ ટીવી નાઈન પર નિહાળી હતી. સરકારી ગાઈડ લાઈન પ્રમાણે 8 વિસ્તારમાં કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે જે બાદ ભક્તોએ નાથનાં દર્શન ટીવી નાઈનનાં માધ્યમથી કરી હતી.

 • 12 Jul 2021 09:43 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની રથયાત્રાનાં રૂટ પર સતત નજર

  Jagannath Rath Yatra LIVE Streaming: તંબુ ચોકી વિસ્તારમાં પહોચેલા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સ્થિતિ પર સતત નજર રાખી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાને લઈને જનતાએ આપેલા સહકાર માટે પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

 • 12 Jul 2021 09:21 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: સરસપુરથી રથ નીજ મંદિરે આવવા પરત

  Jagannath Rath Yatra LIVE Streaming: સરસપુરથી રથ નીજ મંદિરે આવવા પરત નિકળ્યા છે. કોરોના કાળમાં પહેલી વાર બનશે કે ગણતરીનાં સમયમાંજ રથ સરસપુરતી નિજ મંદિર પરત આવવા માટે નિકલી ગયા છે. આ વખતે પોલીસ અને ખલાસીઓના ભરોસે જ રથયાત્રા રહી હતી.

 • 12 Jul 2021 09:16 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: મોસાળ સરસપુરમાં ભગવાનનાં ત્રણેય રથનાં વધામણા કરીને મામેરાની વિધિ પૂર્ણ કરાઈ

  Jagannath Rath Yatra LIVE Streaming: મોસાળ સરસપુરમાં ભગવાનનાં ત્રણેય રથનાં વધામણા કરીને મામેરાની વિધિ પૂર્ણ કરાઈ

 • 12 Jul 2021 08:42 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: મામાનાં ઘરે સરસપુર પહોચ્યા ભગવાન જગન્નાથ સહિતનાં રથ

  Jagannath Rath Yatra LIVE Streaming: મામાનાં ઘરે સરસપુર પહોચ્યા ભગવાન જગન્નાથ સહિતનાં રથ કે જ્યાં યજમાન દ્વારા મામેરા માટે પહેલેથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી અને ત્યાંથી રથ પરત થયા હતા

 • 12 Jul 2021 08:39 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ઈંટવાડા સર્કલ પહોચી રથયાત્રા, યાત્રા પહેલા ઘોડેસવાર પોલીસનો કડક બંદોબસ્ત

  Jagannath Rath Yatra LIVE Streaming: ઈંટવાડા સર્કલ પહોચી રથયાત્રા, યાત્રા પહેલા ઘોડેસવાર પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળ્યો હતો. રથયાત્રા જાહેર થયા બાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હતી.

 • 12 Jul 2021 08:36 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે માણો સુરયાત્રા કિંજલ દવે સાથે, સાંભળીને ભક્તિમાં થઈ જાવ લીન

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે માણો સુરયાત્રા. કિંજલ દવેનાં અવાજમાં જગન્નાથજીની ભક્તિ યાત્રાની મોજ માણો અને ભક્તિમાં થઈ જાવ લીન.

 • 12 Jul 2021 08:31 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: કાલુપુર વિસ્તારમાં પહોચ્યા ભગવાન જગન્નાથજીનાં ત્રણેય રથ

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાનનાં રથ હાલમાં કાલુપુર વિસ્તારમાં પહોચી ચુક્યા છે. આગળ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને પાછળ ખલાસીઓ રથને ખેંચીને આવતા હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે.

 • 12 Jul 2021 08:29 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: રાયપુર ખાડિયા વિસ્તારમાં પહોચ્યા ત્રણેય રથ

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાનનાં ત્રણેય રથ રાયપુર ખાડિયા વિસ્તાર સુધી પહોચી ગયા છે. ગજરાજ, અખાડા કે જનતાની હાજરી ન હોવાને લઈ રથ ઝડપથી વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે.

 • 12 Jul 2021 08:23 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: જગન્નાથ મંદિરનાં મહંત દિલિપ દાસજી મહારાજે લોકોને ઘરે રહીને જ દર્શન કરવા અપીલ કરી

  Jagannath Rath Yatra LIVE Streaming: જગન્નાથ મંદિરનાં મહંત દિલિપ દાસજી મહારાજે લોકોને ઘરે રહીને જ દર્શન કરવા અપીલ કરી હતી. તેમણે કોરોનાને લઈ ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવ્યું હતું.

 • 12 Jul 2021 08:19 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઢાળની પોળ ખાતે પહોચી ગઈ

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઢાળની પોળ ખાતે પહોચી ગઈ. આ વિસ્તારમાં પણ કર્ફ્યુનો કડક અમલ ચાલતો હોવાને લઈ પ્રજા કરતા પોલીસ વધારે જોવા મળી હતી.

 • 12 Jul 2021 08:18 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: AMC ઓફિસને ક્રોસ કરીને આગળ વધી ગયા ત્રણેય રથ

  Jagannath Rath Yatra LIVE Streaming: જગન્નાથજી. સુભદ્રાજી અને બળદેવજીનો રથ AMC ઓફિસને ક્રોસ કરી ગયો છે. રથ સાથે માત્ર પોલીસ અને ખલાસીઓજ જોવા મલી રહ્યા ચે.

 • 12 Jul 2021 08:11 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: રથયાત્રા ખમાસા ગેટ ક્રોસ કરી ગઈ

  Jagannath Rath Yatra LIVE Streaming: રથયાત્રા ખમાસા ગેટ ક્રોસ કરી ગઈ છે. ખલાસીઓ દ્વારા ઝડપથી રથને ખેંચવામાં આવી રહ્યો છે અને સમયને પણ સાચવવાનો હોવાથી રથ ઝડપથી ચાલી રહ્યા છે.

 • 12 Jul 2021 08:07 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: મંદિરમાંથી રથ બહાર કઢાયા બાદ ખલાસીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે મૌખિક બોલાચાલી

  Jagannath Rath Yatra LIVE Streaming: મંદિરમાંથી રથ બહાર કઢાયા બાદ ખલાસીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે મૌખિક બોલાચાલી થઈ હતી. પોલીસ માટે આ રથયાત્રાને સમય પર મંદિરમાં પાછી લાવવાનો પડકાર છે અને તેના માટે ઉતાવળ કરતા હોવાનું કારણ સામે આવ્યું હતું. જો કે સામાન્ય બોલાચાલી બાદ રથ આગળ ધપી ગયા છે.

 • 12 Jul 2021 07:51 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: કચ્છી નવા વર્ષ પર મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા, કહ્યું કે કચ્છનાં લોકોની પાણીની સમસ્યા જલ્દી દુર થશે

  Jagannath Rath Yatra LIVE Streaming: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કચ્છી નવા વર્ષ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. અષાઢી બીજ પ્રસંગે શુભકામના સાથે તેમણે કચ્છનાં પાણીનાં પ્રશ્નને આ વર્ષે ઉકેલી નાખવામાં આવશેની માહિતિ આપી હતી.

 • 12 Jul 2021 07:34 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાનો દબદબાભેર પ્રારંભ

  Jagannath Rath Yatra LIVE Streaming: મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા પહિંદ વિધિ સંપન્ન કરાયા બાદ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

 • 12 Jul 2021 07:19 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: કોરોના સામે જાગૃતિ લાવવા રથને માસ્ક પહેરાવવામાં આવ્યું

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની રથયાત્રા ગયા વર્ષે કોરોનાને લઈને મોકુફ રાખવામાં આવી હતી. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન વચ્ચે કાઢવામાં આવી રહી છે ત્યારે જનતામાં પણ કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.

 • 12 Jul 2021 07:09 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જગન્નાથ મંદિર પહોચ્યા પહિંદ વિધિમાં ભાગ લીધો

  Jagannath Rath Yatra LIVE Streaming:

  ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ ગયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જગન્નાથ મંદિર પહોચી ગયા છે. હવે ટૂંક સમયમાં પહિંદ વિધિ કરવામાં આવશે.અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144 Rathyatra) નિયમો સાથે નિકળશે. રાજ્ય સરકારે કોરોના(Corona) નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. આજે રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 120 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે.

 • 12 Jul 2021 07:02 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: મુખ્યપ્રધાનનાં હસ્તે પહિંદ વિધિ, જાણો વિધિ સાથેનો ઈતિહાસ

  Jagannath Rath Yatra LIVE Streaming: મુખ્યપ્રધાનનાં હસ્તે પહિંદ વિધિ કરાશે ત્યારે જાણો કે પહિંદવિધિ કરવામાં કેમ આવે છે અને તેના પાછળનો ઈતિહાસ શું છે.

  રથયાત્રામાં પહિંદવિધિનું અનેરુ મહત્વ હોય છે ત્યારે આ વર્ષે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પહિંદવિધિ કરવામાં આવશે. CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદવિધિ કરી હતી. રથની સફાઇ બાદ જ ભગવાન જગન્નાથ રથમાં બિરાજે છે અને પહિંદવિધિ બાદ જ રથયાત્રાનો પ્રારંભ થાય છે. પહિંદવિધિ બાદ CM રૂપાણીએ રથનું દોરડું ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

  મહત્વનું છે કે રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

 • 12 Jul 2021 06:51 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજી રથમાં બિરાજમાન, ટૂંક સમયમાં પહિંદ વિધિ

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ ગયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જગન્નાથ મંદિર પહોચી ગયા છે અને ટૂંક સમયમાં પહિંદ વિધિ કરશે.

 • 12 Jul 2021 06:35 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિયમો સાથે નિકળશે, જાણો કેવા રહેશે નિયમ

  Jagannath Rath Yatra LIVE Streaming:

  નિયમો સાથે રથયાત્રા

  કર્ફ્યૂ સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પહિંદ વિધિ કરાવશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે રથયાત્રામાં પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ અખાડા, ટ્રક, ગજરાજ, ભજન મંડળી, બેન્ડ વગેરેને મંજૂરી નહીં રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે ટીવીના માધ્યમથી ભક્તો રથયાત્રાના LIVE દર્શન કરી શકશે રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ બંદોબસ્ત રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં અન્ય જિલ્લામાંથી આવતા લોકોને અમદાવાદમાં પ્રવેશ નહીં મળે ત્રણ રથ સહિત માત્ર 5 વાહનો સાથે પરંપરાગત રથયાત્રા નીકળશે ખલાસીઓનો 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ ખલાસીઓની સંખ્યા એક સાથે 60થી વધારે ન રાખવા આદેશ રસીના બે ડોઝ લીધેલા ખલાસીઓને પ્રાથમિકતા અપાશે, એક ડોઝ લેવો ફરજિયાત 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ અમલી કરાશે રથયાત્રાના દિવસે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાશે રથ પરત ન આવે ત્યાં સુધી તે રૂટ પર કરફ્યુ રહેશે રથયાત્રા સવારે નિજ મંદિરથી પ્રસ્થાન કરી 4-5 કલાકના સમયગાળામાં પૂર્ણ કરી દેવાશે નિજ મંદિરથી નીકળી રથયાત્રા સરસપુરની વિધિ માટે નીકળશે આ સિવાય ક્યાંય રોકાશે નહીં મામેરાની વિધિમાં સરસપુરમાં રસી લીધી હશે તેને જ હાજરી આપવા મળશે સરસપુર ખાતે ભોજનના ભંડારા કરવા પર પણ પ્રતિબંધ સ્થાનિક તંત્રએ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે રથયાત્રામાં ભાગ લેનારનો 48 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ રથયાત્રામાં સામેલ રથ કે વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે રથયાત્રામાં સામેલ લોકોએ કોવિડ-19 પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે

 • 12 Jul 2021 06:27 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ખલાસીઓનું યાત્રાને લઇને મહત્વનું નિવેદન, રથને નિજ મંદિર પહોચતા 4 થી 5 વાગી શકે છે

  Jagannath Rath Yatra LIVE Streaming:

  ખલાસીઓનુ યાત્રાને લઇને મહત્વનુ નિવેદન સામે આવ્યું છે કે રથને મંદિર પહોચતા 4 થી 5 વાગી શકે છે. રથ પર ખલાસીઓની સંખ્યા નોધપાત્ર ઓછી છે. સરસપુરથી મંદિરના રુટ પર લાગી શકે છે વધુ સમય. દર વર્ષે 1000 થી વધુ ખલાસી હોય છે જેની સામે આ વર્ષે માત્ર 120 ખલાસી રથ ખેચી રહ્યા છે જેને લઈને સમયમાં વધારો થઈ શકે છે.

 • 12 Jul 2021 06:16 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથ, બળબદ્ર અને સુભદ્રાજીને રથમાં પધરાવવામાં આવ્યા

  Jagannath Rath Yatra LIVE Streaming: જય જગન્નાથનાં જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બળબદ્ર અને સુભદ્રાજીને રથમાં પધરાવવામાં આવ્યા છે. મહંત દિલિપદાસજી મહારાજ અને ટ્રસ્ટી સહિત નક્કી કરેલા આમંત્રિતો વચ્ચે ભગવાન રથમાં બિરાજમાન થયા

 • 12 Jul 2021 06:12 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: રથયાત્રા પહેલા પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરાયો, જાણો શું કહ્યું શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે

  Jagannath Rath Yatra LIVE Streaming: રથયાત્રા પહેલા પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરાયો,  શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે

  7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ અમલી કરાશે રથયાત્રાના દિવસે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાશે રથ પરત ન આવે ત્યાં સુધી તે રૂટ પર કરફ્યુ રહેશે રથયાત્રા સવારે નિજ મંદિરથી પ્રસ્થાન કરી 4-5 કલાકના સમયગાળામાં પૂર્ણ કરી દેવાશે નિજ મંદિરથી નીકળી રથયાત્રા સરસપુરની વિધિ માટે નીકળશે આ સિવાય ક્યાંય રોકાશે નહીં મામેરાની વિધિમાં સરસપુરમાં રસી લીધી હશે તેને જ હાજરી આપવા મળશે સરસપુર ખાતે ભોજનના ભંડારા કરવા પર પણ પ્રતિબંધ સ્થાનિક તંત્રએ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે રથયાત્રામાં ભાગ લેનારનો 48 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ રથયાત્રામાં સામેલ રથ કે વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે રથયાત્રામાં સામેલ લોકોએ કોવિડ-19 પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે

 • 12 Jul 2021 05:42 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: રથયાત્રામાં ભગવાનનો રથ ખેંચનારા ખલાસીઓ સાથે ખાસ વાત, સાંભળો આ આ ખાસ ભક્તોની લાગણી

  Jagannath Rath Yatra LIVE Streaming: રથયાત્રામાં ભગવાનનો રથ ખેંચનારા ખલાસીઓ સાથે ખાસ વાત, સાંભળો આ આ ખાસ ભક્તોની લાગણી

 • 12 Jul 2021 05:33 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: રાજ્યનાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કોરોના કાળમાં ભીડ એકત્ર ન કરીને સમાજ સેવા કરીએ

  Jagannath Rath Yatra LIVE Streaming: કોરોનાની ચુસ્ત ગાઈડલાઈન વચ્ચે અમદાવાદ જગન્નાથ યાત્રાને લીલીઝંડી આપવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે રાજ્યનાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કોરોના કાળમાં ભીડ એકત્ર ન કરીને સમાજ સેવા કરીએ. રથયાત્રાનાં દર્શન ઘરે રહીને જ કરીએ

 • 12 Jul 2021 05:25 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: કોરોના કાળ વચ્ચે ભક્તોને ઘરે બેસીને જ રથયાત્રાના દર્શન કરવા માટે પ્રદિપસિંહ જાડેજાની અપીલ

  Jagannath Rath Yatra LIVE Streaming: કોરોના કાળ વચ્ચે ભક્તોને ઘરે બેસીને જ રથયાત્રાના દર્શન કરવા માટે પ્રદિપસિંહ જાડેજાએ અપીલ કરી હતી. મંદિરનાં ટ્રસ્ટી દ્વારા પણ ભક્તોને આ વર્ષે નાથનાં દર્શન ઘરે રહીને જ કરવા માટે અપીલ કરાઈ હતી.

 • 12 Jul 2021 05:18 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: સરસપુરમાં ભક્તો નિહાળવા લાગ્ચા છે ભગવાની રાહ, ઘરમાંથી જ ભક્તો કરી શકશે દર્શન

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાની યાત્રા સરસપુર પહોચશે કે જ્યાં તેમનું મોસાળ છે. આજે વહેલી સવારથી જ સરસપુરમાં ભક્તો તૈયારીમાં લાગી ગયા છે. જો કે આ વખતે માત્ર યજમાનને જ મંજુરી હોવાથી કોઈ ખાસ ભીડ જોવા નહી મળે. નિહાળો શું કહી રહ્યા છે ભક્તજનો

 • 12 Jul 2021 05:11 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: મંદિરમાં ગોઠવાઈ ગયા છે ભગવાનનાં રથ, હવે ભક્તોને મળવા ભગવાન આતુર

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની રથયાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મંદિર પરિસરમાં ભગવાનનાં રથ ગોઠવાઈ ગયા છે. રાજ્યનાં મુખ્યપ્રધાનનાં હસ્તે પહિંદ વિધિ કરાયા બાદ રથને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ રથયાત્રાનાં ઘરે બેઠા દર્શન આપ TV9 પર કરી શકશો

 • 12 Jul 2021 05:05 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: નાથની નગરચર્યા પહેલા ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આજે ભક્તો નહી પણ ભગવાન ભક્તો સુધી પહોચશે

  Jagannath Rath Yatra LIVE Streaming: જગન્નાથ મંદિરનાં મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે પાછલા વર્ષે બ્રેક લાગ્યા બાદ આ વર્ષે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો ભલે મંદિરમાં નાથ પાસે નથી આવી શકતા પણ ભગવાન જગન્નાથ તેમની પાસે આવી રહ્યા છે તેવો ભાવ બન્યો છે. આ સાથે જ મંદિર અને રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 • 12 Jul 2021 04:59 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથ માટે બન્યો ખાસ ખીચડાનો પ્રસાદ, જામો મહિમા

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પ્રસંગે આજે મંદિરમાં પરંપરાગત રીતે ભગવાન માટે ખીચડાનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. જગન્નાથજીની રથયાત્રા સાથે ભંડારો હોય કે પછી પ્રસાદ ઘણું મહત્વ રાખે છે.  રથયાત્રા સાથે ભગવાનના પ્રસાદ માટે તૈયાર થતો ખીચડો ભોગ માટે તૈયાર થતો હોય છે અને સૌ પહેલાં ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવે છે.

 • 12 Jul 2021 04:48 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: અને ભગવાન જગન્નાથનાં રથની ડિઝાઈનમાંજ આવ્યો ખાસ ફેરફાર, વાંચો રથનો રસપ્રદ ઈતિહાસ

  Jagannath Rath Yatra LIVE Streaming: સમય આવ્યો 2013 કે 14 કે જ્યારે રથની ડિઝાઇન બદલવામાં આવી. જેમાં જે ત્રણે રથની 15 ફૂટ હાઈટ હતી જે 16 ફૂટ હાઈટ કરી રથને નવો લુક આપવામાં આવ્યો. આમ 1878 થી શરૂ થયેલી રથયાત્રામાં ત્યારથી લઈને અત્યાર સુધી રથમાં અનેક ફેરફાર કરાયા. જે તમામ ફેરફાર ખલાસીઓ દવારા કરવામાં આવ્યા. અને આજે પણ તે 1950 માં બનાવેલા રથ અડીખમ જોવા મળી રહ્યા છે. જે ખલાસીઓની મહેનત અને શ્રદ્ધાનું કેન્દ્ર પણ  બન્યું છે.

 • 12 Jul 2021 04:46 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથનો રથ અને તેનો ઈતિહાસ, વાંચો રથનાં પૈંડા કેમ અને કઈ સાલમાં બદલવા પડ્યા

  Jagannath Rath Yatra LIVE Streaming: લાકડાના પૈડા હોવાથી પૈડા તૂટતા રહેતા કે નુકશાન થતું. જેને ધ્યાને રાખી 1992માં રથના સ્ટેરિંગ સાથે જોડાયેલા આગળના બે પૈડામાં લોખંડની પ્લેટ નાખી ફરતે લાકડાના બ્લોક મૂકી પૈડા તૈયાર કરાયા. જેથી રથના પૈડાને જલ્દી નુકશાન ન થાય અને રથયાત્રા વગર અડચણે પૂર્ણ કરી શકાય.

  આ તમામ પ્રક્રિયા બાદ 1992 આસપાસ સૌથી મોટો ફેરફાર રથમાં કરવાના આવ્યો. જેમાં બળદેવના રથમાં 16 જ્યારે જગન્નાથના અને સુભદ્રાના રથમાં 12 – 12 પૈડા હતા તેમજ લોખંડની પ્લેટ સાથે પૈડા તૈયાર કરાયા જોકે હાલાકી યથાવત રહી. જેના પર ખલાસીઓએ ફેર વિચારણા કરી 1992 પહેલા ખલાસીઓએ રથમાં મોટો ફેરફાર કર્યો હતો.

  તમામ રથમાં પાછળ 4 જ્યારે આગળ 2 પૈડા કરવામાં આવ્યા. જેથી રથનો વજન હલકો થતા રથ ખેંચવામાં સરળતા રહે. અત્યાર સુધી તેજ 6 પૈડા સાથે રથ ખેંચવામાં આવે છે. જોકે પૈડાને મેઈન્ટેઈન કરવા દર વર્ષે પૈડાના લાકડા બદલાય છે. જેથી રથયાત્રા કોઈ પણ અડચણ વગર પૂર્ણ થાય. તો સાથે જ સ્ટિયરીંગની  પણ હાઈટ ઊંચી કરવામાં આવી જેથી ખલાસીઓને રથ ખેંચવામાં વધુ સરળતા રહે.

 • 12 Jul 2021 04:43 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાનના જગન્નાથના રથના 71 વર્ષની કથા, વાંચો અત્યાર સુધી રથમાં કેવા પ્રકારનાં ફેરફાર આવ્યા

  Jagannath Rath Yatra LIVE Streaming: 1878માં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારે ભગવાને નારીયેળીના થડમાંથી બનાવેલ નાના રથમાં લઈ જવાતા હતા. જે રથ ખલાસીઓએ તૈયાર કર્યા હતા. જોકે રથયાત્રામાં સામાન્ય હાલાકી પડતી હોવાથી અને રથ નવા મળે તે આશયથી 1950માં નવા રથ બનાવવામાં આવ્યા. તે રથ પણ ખલાસીઓએ બનાવ્યા હતા. જોકે તે સમયે ખલાસીઓ પાસે તેટલું બજેટ ન હતું પણ ભગવાન જગન્નાથના આશીર્વાદથી તે કાર્ય સફળ રહ્યું અને 1950 માં ભગવાનને નવા રથમાં લઇ જઇ રથયાત્રા કાઢવામાં આવી.

  1950માં તૈયાર કરવામાં આવેલા રથ ભરૂચના કારીગરો દ્વારા સાગના લાકડા માંથી તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભગવાન બળદેવના રથમાં 16 પૈડા હતા જ્યારે જગન્નાથ અને સુભદ્રાના રથમાં 12 – 12 પૈડા હતા. જે રથ પહેલા ધક્કા મારીને ખલાસીઓ ખેંચતા હતા. જોકે રથયાત્રા દરમિયાન ખલાસીઓને રથ ખેંચવામાં હાલાકી પડતી હતી. જેને ધ્યાને રાખી 1975 આસપાસમાં રથમાં સ્ટિયરીંગ નાખવામાં આવ્યા. જેથી રથ યોગ્ય રીતે મુવ કરી શકાય.

 • 12 Jul 2021 04:40 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે રથયાત્રા રૂટનું ચેકીંગ કર્યું

  Jagannath Rath Yatra LIVE Streaming:

  બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે રથયાત્રા રૂટનું ચેકીંગ કર્યું. જેમાં તેઓએ મકાન, દુકાન, ફૂટપાથ,છત, રેલિંગ. અને વાહનો સહિત શંકાસ્પદ લાગતી જગ્યા પર સામાન ખસેડીને તપાસ કરી. જેથી રથયાત્રા દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવે. તેમજ કોઈ ઘટના ન બને અને કોઈ દુર્ઘટના થતા ટાળી શકાય.

 • 12 Jul 2021 04:39 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસે કર્ફ્યૂ પાળવા સ્થાનિક આગેવાનોની લોકોને અપીલ

  Jagannath Rath Yatra LIVE Streaming: અમદાવાદ(Ahmedabad) માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા(Rathyatra) ને હવે ગણતરીના કલાક બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં રથયાત્રાને કરફ્યુ અને પ્રોટોકોલ સાથે મંજૂરી આપવામાં આવી તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક વિસ્તારોમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 • 12 Jul 2021 04:31 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથની પહિંદ વિધિ ઓડિશામાં ‘છેરા-પહરા' વિધિના નામે પ્રસિદ્ધ

  Jagannath Rath Yatra LIVE Streaming:

  પહિંદ વિધિનો મહિમા અને ઈતિહાસ

  ઑડિશામાં આ વિધિ ‘છેરા-પહરા' વિધિના નામે પ્રસિદ્ધ ઑડિશામાં રાજાના હસ્તે થાય છે પહિંદ વિધિ ગજપતિ મહારાજ મનાય છે પ્રભુના પ્રથમ સેવક રાજા સ્વયં સેવક બની યાત્રાના માર્ગને કરે છે સ્વચ્છ સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની થશે સફાઈ ગુજરાતમાં મુખ્યપ્રધાનના હસ્તે થશે પહિંદ વિધિ ગુજરાતમાં વર્ષ 1990માં થઈ પહિંદ વિધિની શરૂઆત પહિંદ વિધિ બાદ જ થશે રથયાત્રાનો પ્રારંભ

 • 12 Jul 2021 04:25 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ગૃહપ્રધાન અમિતશાહ મંગળા આરતીમાં પહોચ્યા હતા, ઘરે બેઠા કરો નાથનાં દર્શન અને આરતીનો લાભ લો

  Jagannath Rath Yatra LIVE Streaming: રથયાત્રાનાં પ્રસ્થાન પહેલા ગૃહપ્રધાન અમિત શાહ જગન્નાથ મંદિર પહોચ્યા હતા અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ભક્તો માટે પ્રસ્તુત છે મંગળા આરતીનો ખાસ વિડિયો કે જેના માધ્યમથી ભક્તો ઘરે બેઠા જ આરતીનો લ્હાવો લઈ શકશે. જગન્નાથ ભગવાનનાં દર્શન કરી શકશે.

 • 12 Jul 2021 04:20 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: રાજ્યનાં મુખ્યપ્રધાન કરશે પહિંદ વિધિ, સોનાની સાવરણીથી રસ્તો સાફ કરશે

  Jagannath Rath Yatra LIVE Streaming:

  અમદાવાદમાં પ્રભુ જગન્નાથજીની 144મી રથયાત્રા ટૂંક સમયમાં પ્રસ્થાન કરશે. કોરોના મહામારી વચ્ચે ગયા વર્ષનાં બ્રેક બાદ નાથની નગરચર્યા નિકળવા જઈ રહી છે. મંગળાઆરતી સાથે શુભ દિવસની શરૂઆત થઈ ચુકી છે. ટૂંક સમયમાં પ્રભુની આંખેથી પાટા છોડવામાં આવશે અને ભક્તોને થશે પ્રભુના ભાવસભર નેત્રના દર્શન. જણાવવું રહ્યું કે રથયાત્રા પૂર્વે રાજ્યનાં મુખ્યપ્રધાનના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ પણ મુખ્યપ્રધાન જ રથનું દોરડું ખેંચીને કરાવશે.

 • 12 Jul 2021 04:16 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે 144મી રથયાત્રા વચ્ચે વાંચો શું ખાસ રહેશે

  Jagannath Rath Yatra LIVE Streaming:

  અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે 144મી રથયાત્રા વચ્ચેની ખાસ અપડેટ કોરોનાકાળમાં કરફયુ સાથે રથયાત્રાનું આયોજન 5 વાહનો અને 60 ખલાસીઓ સાથે રથયાત્રાનું આયોજન ભક્ત,ગજરાજ ,ભજન મંડળી અને અખાડાને મંજૂરી નહીં ટીવી, મોબાઈલ થકી જ રથયાત્રાના દર્શન કરવા અપીલ 19 કિલોમીટરના રૂટ પર સવારે 7થી 2 સુધી કરફયુનો અમલ સવારે 4 કલાકે ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે મંગળા આરતી સવારે 4.30 કલાકે ભગવાન જગન્નાથને વિશિષ્ટ ભોગ સવારે 5.30 કલાકે રથમાં ભગવાનનો પ્રવેશ સવારે 7 કલાકે સીએમ રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદવિધિ સરસપુરમાં મોસાળ ખાતે પણ થોડો સમય રોકાશે રથ રથયાત્રા બંદોબસ્તમાં 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો RAF, SRP સહિત તમામ સુરક્ષા એજન્સી સ્ટેન્ડ ટુ 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફયુનું કડક પાલન રથયાત્રા રૂટ પર ભક્તો ભેગા ન થાય તેની ખાસ તકેદારી સમયસર રથયાત્રા પૂર્ણ થાય તે અંગે ખાસ માર્ગદર્શન

 • 12 Jul 2021 04:13 AM (IST)

  Jagannath Rath Yatra LIVE Streaming: ગૃહ પ્રધાન અમિતશાહ પહોચ્યા આરતીમાં, દિલિપદાસજી મહારાજ સાતે આરતી ઉતારી

  Jagannath Rath Yatra LIVE Streaming: ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં અમિત શાહ પહોચ્યા અને આરતી કરી હતી. તેમની સાતે મહંત દિલિપ દાસજી અને મંડળનાં સભ્યો પણ જોડાયા હતા.

  અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેવા માટે જગન્નાથ મંદિર પહોચ્યા હતા અને આરતીમાં ભાગ લીધો હતો

Published On - Jul 12,2021 11:45 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati