AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: WhatsApp નો અંત… સરકારના આ એક નિર્ણયથી 10 કરોડ યુઝર્સના ફોનમાંથી એપ ગાયબ થવાના આરે

મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ ગુરુવારે દાવો કર્યો કે, સરકારે તેના પ્લેટફોર્મને 'સંપૂર્ણ રીતે બ્લોક' કરવાનો પ્રયાસ કર્યો છે. WhatsApp ના જણાવ્યા અનુસાર, આ પગલું લોકોને સરકારની 'સુપર એપ' તરફ ધકેલવા માટે લેવામાં આવેલ છે.

Breaking News: WhatsApp નો અંત... સરકારના આ એક નિર્ણયથી 10 કરોડ યુઝર્સના ફોનમાંથી એપ ગાયબ થવાના આરે
| Updated on: Feb 12, 2026 | 11:16 AM
Share

મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ ગુરુવારે દાવો કર્યો કે, રશિયન સરકારે તેના પ્લેટફોર્મને ‘સંપૂર્ણ રીતે બ્લોક’ કરવાનો પ્રયાસ કર્યો છે. કંપનીનું કહેવું છે કે, આ પગલું લોકોને સરકારની ‘સુપર એપ’ તરફ ધકેલવા માટે લેવામાં આવેલ છે.

‘WhatsApp’ સાથે ટેલિગ્રામ સકંજામાં

WhatsApp ના જણાવ્યા અનુસાર, રશિયામાં તેના 10 કરોડથી વધુ યુઝર્સ છે અને તેમને ખાનગી તેમજ સુરક્ષિત સંવાદ (Secure Communication) થી વંચિત રાખવા એ લોકોની સુરક્ષા માટે એક નુકસાનકારક પગલું હશે. બીજી તરફ, Telegram ના સ્થાપક પાવેલ દુરોવ (Pavel Durov) એ પણ જણાવ્યું હતું કે, રશિયા ટેલિગ્રામના ઉપયોગને પણ મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

એક રિપોર્ટ મુજબ, Meta ની માલિકીના WhatsApp એ જણાવ્યું કે, રશિયન સરકાર સરકારી હસ્તકની એપ ‘Max’ ને પ્રોત્સાહન આપી રહી છે. આ એપ ચીનના ‘WeChat’ ની તર્જ પર બનાવવામાં આવી છે, જેમાં મેસેજિંગની સાથે સાથે સરકારી સેવાઓ, ડોક્યુમેન્ટ સ્ટોરેજ, બેંકિંગ અને બીજી ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. બ્લૂમબર્ગ અને ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલો અનુસાર, રશિયામાં લાખો લોકો અચાનક WhatsApp થી ડિસ્કનેક્ટ થઈ ગયા.

10 કરોડથી વધુ લોકોની સુરક્ષા જોખમમાં

WhatsApp એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તે તેના યુઝર્સને કનેક્ટેડ રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. કંપનીનું માનવું છે કે, 10 કરોડથી વધુ લોકોને ખાનગી અને સુરક્ષિત સંવાદ (Private and Secure Communication) થી અલગ કરવા એ “પાછળ તરફનું ડગલું” છે, જેનાથી લોકોની સુરક્ષા જોખમમાં આવશે.

માત્ર WhatsApp જ નહીં પણ Telegram પર પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અહેવાલો મુજબ, રશિયાનું કોમ્યુનિકેશન વોચડોગ Roskomnadzor આ અઠવાડિયે ટેલિગ્રામની પહોંચ મર્યાદિત કરવાની યોજના બનાવી રહ્યું છે. ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવે આ પગલાને “તાનાશાહી” ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, રશિયા તેના નાગરિકોને સરકારી નિયંત્રણ હેઠળની (State-controlled) એપ વાપરવા માટે મજબૂર કરવા માંગે છે, જે ખાસ કરીને દેખરેખ અને રાજકીય સેન્સરશિપ માટે બનાવવામાં આવી છે. દુરોવે સ્પષ્ટપણે કહ્યું કે, ભલે ગમે તેટલું દબાણ હોય પણ ‘ટેલિગ્રામ’ સ્વતંત્રતા અને ગોપનીયતાનું સમર્થન કરશે.

રશિયન સરકારે શું કહ્યું?

બીજી તરફ, ક્રેમલિન (રશિયન સરકાર) નું કહેવું છે કે, આ સમગ્ર મામલો કાયદાના પાલન સાથે જોડાયેલો છે. સરકારનો તર્ક છે કે, વિદેશી ટેક કંપનીઓએ રશિયન કાયદાઓનું પાલન કરવું જોઈએ અને જો તેઓ વાતચીત દ્વારા સહમતી બનાવે તો ઉકેલ શક્ય છે. આ અગાઉ પણ રશિયાએ વિદેશી પ્લેટફોર્મ પર માહિતી શેર ન કરવાના આરોપો લગાવ્યા હતા અને કેટલીક સેવાઓ પર મર્યાદાઓ લાદી હતી.

શું છે ‘Max’ સુપર એપ?

રશિયા ‘Max’ ને એક ‘ઓલ-ઈન-વન’ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે રજૂ કરી રહ્યું છે, જેમાં મેસેજિંગની સાથે સાથે સરકારી સેવાઓ, બેંકિંગ, ડિજિટલ ડોક્યુમેન્ટ્સ અને બીજી જાહેર સુવિધાઓ જોડવામાં આવી છે. વિવેચકોનું કહેવું છે કે, આનાથી સરકારને યુઝર્સની ગતિવિધિઓ પર વધુ નજર રાખવાની તક મળશે. જો કે, સરકાર આ આરોપોને ફગાવી રહી છે.

સામાન્ય યુઝર્સ પર શું અસર પડશે?

રશિયામાં WhatsApp અને Telegram જેવા પ્લેટફોર્મ રોજિંદા જીવનનો મહત્વનો ભાગ છે. બિઝનેસ કોમ્યુનિકેશનથી લઈને અંગત વાતચીત સુધી, લાખો લોકો આ બંને એપ્સ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, જો આ એપ્સની પહોંચ સંપૂર્ણપણે મર્યાદિત થઈ જશે, તો લોકોએ મજબૂરીમાં સરકારી એપ તરફ વળવું પડી શકે છે.

WhatsApp Breaking News : એપ ડાઉનલોડ કર્યા વગર કરી શકાશે કોલિંગ ! WhatsApp વેબમાં ઉમેરાશે અદ્ભુત સુવિધા

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">