AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : 580 કિલો ગાંજાની હેરાફેરીના કેસમાં 4 આરોપીઓને 15 વર્ષની સજા ફટકારાઈ

નારોકોટી કંટ્રોલ બ્યુરો અમદાવાદએ ભરૂચમાંથી ઝડપી પાડેવાલા 580 કિલો ગાંજાના કેસમાં ૪ આરોપીઓને ૧૫ વર્ષની સખત સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Bharuch : 580 કિલો ગાંજાની હેરાફેરીના કેસમાં 4 આરોપીઓને 15 વર્ષની સજા ફટકારાઈ
| Updated on: Feb 12, 2026 | 10:51 AM
Share

નારોકોટી કંટ્રોલ બ્યુરો અમદાવાદએ ભરૂચમાંથી ઝડપી પાડેવાલા 580 કિલો ગાંજાના કેસમાં 4 આરોપીઓને 15 વર્ષની સખત સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નારકૉટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રપીક સબ્સ્ટેન્સીસ એનડીપીએસના ગુનામાંભરૂચ જીલ્લાના પાંચમા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જડજ દ્વારા દાખલારૂપ ચુકાદો અપાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ટ્રકમાં ગાંજાની ખેપની DRI ને બાતમી મળી હતી

સુપ્રીટેડન્ટ ઓફિસર અને ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ અમદાવાદ હરીશકુમારને મળેલ બાતમીના આધારે તેમણે રાકેશ દાતણીયા ઈન્ટેલીજન્સ ઓફીસરને NDPS એક્ટ હેઠળ જરૂરી ટીમ બનાવી જરૂરી કાર્યવાહી સૂચના આપી હતી. બાતમી આધારે ટીમે ભરૂચમાં નર્મદા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ગાંજો ટ્રકમાં પ્રમોદકુમાર નામનો શખ્શ લઇ આવવાનો હતો જે માટે ટીમની રચના કરી તારીખ 14/06/2018 ના રોજ રેઇડ માટે વોચ ગોઠવી હતી. રાત્રીના 9:45 કલાકે અંકલેશ્વર તરફથી એક ટ્રક નર્મદા હોટલ ભરૂચ ખાતે આવીને ઉભી રહેલ ત્યારબાદ બાતમી મુજબ એક એકટીવા લઈને બે વ્યક્તિઓ આવેલા અને ટ્રક ડ્રાઈવર સાથે વાતચીત કરતા હતા ત્યારે તમામને ઘેરી લઇ પકડી પાડેલ તેમજ ટ્રકમાં રહેલ પદાર્થની તપાસ કરતા તે ગાંજો હોવાની હકીકત ડ્રગ ડીટેકશન કીટ દ્વારા તપાસ કરતા માલુમ પડેલ હતી.

રેઇડ દરમિયાન ગાંજાની ડિલિવરી લેવા મહિલા પહોંચી

ટ્રક ડ્રાઈવર પ્રમોદકુમાર સાથેના કંડકટર શિશુપાલ અને એકટીવા ઉપર આવેલ મનીષ અને તેની પાછળ બેસેલ કમલ સામલની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ હતી કાર્યવાહી રાત્રીથી લઇ સવાર સુધી ચાલુ હતી ત્યારે બીજા દિવસે આરોપી એક મહિલા ગાંજાની ડિલિવરી લેવા માટે આવેલ હોવાનું આરોપીના મોબાઈલ ઉપર રાજુ નામના વ્યક્તિનો ફોન આવતા રેડીંગ પાર્ટી ફોન પર થયેલ વાત મુજબની જગ્યાએ પહોચતા તે સમયે રાજુ નામનો વ્યક્તિ ત્યાંથી ભાગી ગયેલ પરંતુ હુંડાઇ વરના ગાડીમાં એક સ્ત્રી મળી આવતા તેઓનની ગુનાના કામે પૂછપરછ કરી જરૂરી કાર્યવાહી કરી ગુનાના કામે અટક કરવામાં આવી હતી. તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી પ્રતિબંધિત 580 કિ.ગ્રામ ગાંજો ગાંજાનું વેચાણ કરવાના ગુનાના કામે NDPS એક્ટની કલમ-૮(સી), અને 20(બી)(ii), સાથે ૨૫ અને ૨૯ મુજબનો ગુનો કર્યો હોવાની ફરિયાદ દાખલ કરાઈ હતી.

15 વર્ષ ની સજા અને 1 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો

ગુનાના તમામ આરોપીઓ પ્રમોદકુમાર પુરણસિંગ, શિશુપાલ ગુલાબસીંગ ,મનિષ હરીશભાઈ અને કમલ સામલનાઓએ મળી કુલ 4 આરોપીઓને 580 કિ.ગ્રામ ગાંજો ગાંજાની હેરાફેરી, વેચાણ કરવાના ગુનાના કામે NDPS એક્ટની ૮(સી), અને 20(બી)(ii), સાથે ૨૫ અને ૨૯ મુજબનો ગુનો કરેલો હોય તેઓને ગુનેગાર ઠેરવી 15 વર્ષ ની સજા અને 1 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે.

કોર્ટે જીલ્લા સ૨કા૨ી વકીલ પ૨ેશ બી. પંડયાની દલીલો ગ્રાહય રાખી

ફરીયાદ પક્ષનો કેસ ભરૂચના પાંચમા એડીશનલ એન્ટ ડી. સે. જડજ પી.એમ. સોનીની કોર્ટ સમક્ષ ચાલી જતાં આરોપીઓ વિરૂધ્ધનો એનડીપીએસ એકટ હેઠળનો ગુનો સાબિત થતા ફ૨ીયાદ પક્ષ તરફે જીલ્લા સ૨કા૨ી વકીલ પ૨ેશ બી. પંડયાની દલીલો અને ચુકાદાઓને વંચાણમાં લેતા તમામ દલીલોને ગ્રાહય રાખી આ ગુનાના કેસના આરોપીઓને સજા ફટકારાઇ છે.

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">