ક્યારે બનશે પૂલ? બનાસકાંઠાના તારંગડા ગામે જીવના જોખમે નદી પસાર કરી શાળાએ પહોંચે છે ભૂલકાઓ, શુ આ વિકાસ છે?- જુઓ Video

બનાસકાંઠાના તારંગડા ગામેથી જે દૃશ્યો સામે આવ્યા છે તે ગતિશીલ ગુજરાતના છે. એ જ ગુજરાત જેના વિકાસ મોડલના વિશ્વભરમાં દાવા કરાય છે. અન્ય રાજ્યોને ગુજરાતના વિકાસ મોડલને અનુસરવા સલાહ અપાય છે, એ જ ગુજરાતના એક ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પૂલ નથી બન્યો અને ગામલોકો પૂલ ઝંખી રહ્યા છે અને તંત્ર કુંભકર્ણની નીંદ્રામાં ગરકાવ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2024 | 7:02 PM

ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત અને મારુ ગુજરાત, સારુ ગુજરાતના દાવા વચ્ચે અત્યંત ચોંકાવનારી હકીકત બનાસકાંઠાના તારંગડામાંથી સામે આવી છે. ગુજરાતના ચકાચૌધ કરી દેતા વિકાસના દાવાઓની પોલ ખોલતા દૃશ્યો બનાસકાંઠાના દાંતા તાલુકાના તારંગડા ગામેથી સામે આવ્યા છે. અહીં બાળકો માટે પ્રાથમિક શાળા તો છે પરંતુ આ શાળાએ પહોંચવા માટેનો રસ્તો નથી. જેના કારણે નાના-નાના ભૂલકાઓ જીવના જોખમે નદી પાર કરીને શાળાએ પહોંચે છે.

નદી ઓળંગી બાળક હેમખેમ પરત ન ફરે ત્યાં સુધી માતાપિતાના જીવ પડીકે બંધાય છે- એ પીડા કોણ સમજશે?

વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને તેમના દફ્તર પલળે નહીં તેનુ ધ્યાન રાખતા નદી પસાર કરે છે. માથે દફતર મુકી વિદ્યાર્થીઓ નદી ઓળંગે છે, ત્યારે ક્યાંક બાળકો સંતુલન ગુમાવી દે અને નદીમાં પડે તો જીવનું જોખમ રહેલુ છે. તેની ચિંતામાં બાળકોના માતાપિતા પણ કામધંધા છોડી બાળકોને શાળાએ લેવા મુકવા આવે છે, બાળકો શાળાએ જાય ત્યારે માતાપિતાના જીવ પડીકે બંધાય છે કે ક્યાંક તેમનું બાળક નદી ઓળંગતા ડૂબી ન જાય. આ જ નદીમાં બે બાળકો તણાઈને મોતને ભેટ્યા છે, આથી જ્યાં સુધી બાળક હેમખેમ શાળાએથી પરત ન આવે ત્યાં સુધી માતાપિતાના જીવ પણ અદ્ધર રહે છે.

અનેક રજૂઆતો બાદ પણ ગામને એક પૂલ કેમ નથી મળી રહ્યો- આને કહેશો વિકાસ મોડલ?

છેલ્લા ઘણા સમયથી તારંગડા ગામના લોકો નદી પર પૂલ બનાવવાની માગ કરી રહ્યા છે. ભર ચોમાસે નદી જ્યારે બે કાંઠે વહેવા લાગે છે ત્યારે સ્થિતિ વધુ કફોડી બની જાય છે. તેમને પુલ ક્યારે મળશે અને મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. દરરોજ જીવ હાથમાં લઈને બાળકો શાળાએ જાય છે અને રોજ ભીના કપડા સાથે બાળકો શાળામાં અભ્યાસ કરવા મજબુર બને છે ત્યારે આ સ્થિતિમાં તેમનો જીવ અભ્યાસમાં લાગતો હશે કે કેમ તે પણ મોટો સવાલ છે.

T20 વર્લ્ડ કપની ટિકિટ માત્ર 114 રૂપિયા, બાળકોને ફ્રી એન્ટ્રી
ગુજરાત કરતા વિદેશમાં ફેમસ છે આદિત્ય ગઢવીના ગીત, જુઓ ફોટો
BBA અને B.Com માં શું છે તફાવત, 12 પછી શું કરવું?
Coconut For Health: દરરોજ નારિયેળ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
1kw ઓફ ગ્રીડ Solar System ની કિંમત કેટલી? જાણો ફાયદા
UAE ક્રાઉન પ્રિન્સ જાપાનની આ વસ્તુના છે શોખીન

152 વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં છે માત્ર 2 જ ઓરડા

તારંગડા ગામની પ્રાથમિક શાળામાં પણ સમ ખાવા પૂરતા માત્ર 2 જ ઓરડા છે જે તંત્રની પોલ ખોલી રહ્યા છે. શાળા પ્રશાસન દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે 152 વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા વધુ બે ઓરડા બનાવી આપવાની માગ કરાઈ છે. આ અંગે વારંવાર ફાઈલ મુકવા છતા હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. ત્યારે તંત્રમાં ક્યા પ્રકારે લાલિયાવાડી ચાલે છે તેનો બોલતો પુરાવો આ ગામની શાળા છે.

જે શિક્ષકનું નામ તારંગડાની શાળામાં બોલાય છે એ અન્યત્ર ફરજ બજાવે છે

અહીં શિક્ષકનું નામ મસ્ટરમાં જો બોલાય છે પરંતુ DEOની સૂચનાથી તેઓ અન્યત્ર ફરજ બજાવી રહ્યા છે અને પગાર આ શાળામાંથી ચુકવાય છે. વિદ્યાર્થીઓના ભાવિની કોઈને પડી નથી. વિદ્યાર્થીઓ ભણે કે ન ભણે બસ સહુ પોત પોતાના હેતુ પાર પાડવામાં લાગેલા છે અને વિદ્યાર્થીઓ શિક્ષકની ઘટ સાથે જ ભણી રહ્યા છે. જેમા તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.

શિક્ષકોની ઘટ, ઓરડાઓની ઘટ, પૂલ વિનાના રસ્તા- શું આ જ છે ગતિશીલ ગુજરાત?

એક તરફ શાળાએ જવા માટેનો રસ્તો નથી, નદી ઓળંગીને જીવના જોખમે વિદ્યાર્થીઓ દરરોજ શાળાએ જાય છે અને શાળામાં પણ શિક્ષકની અછત, ઓરડાની અછત સહિતની પરેશાનીઓનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા છે, ત્યારે આમા કેવી રીતે કહેવુ કે આ મારુ ગુજરાત સારુ ગુજરાત છે. શું આને ગતિશીલ ગુજરાત કહેશો ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">