Banaskantha : મુસાફરોને રાહત, પાલનપુર સ્ટેશન પર નવો રાહદારી સબવે ખુલ્લો મુકાયો

|

May 14, 2022 | 8:12 PM

પાલનપુર સ્ટેશન(Palanpur Station) પર રૂ.3.5 કરોડના ખર્ચે એક નવો રાહદારી સબવે બનાવવામાં આવ્યો છે. આ સબવેમાં બંને છેડે રેમ્પ છે અને તે વિકલાંગ વ્યક્તિઓ સહિત રાહદારીઓ માટે સરળ અને સલામત અવરજવરની સુવિધા આપશે.

Banaskantha : મુસાફરોને રાહત, પાલનપુર સ્ટેશન પર નવો રાહદારી સબવે ખુલ્લો મુકાયો
Palanpur Pedestrian Subway

Follow us on

કેન્દ્રીય રેલ અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે (Darshana Jardosh ) 13મી મેના રોજ ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિસ્તૃત કનેક્ટિવિટી ની સાથે સાથે સલામતી અને સુવિધા વધારવાથી સંબંધિત વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પાલનપુર-ઉમરદશી, ઊંઝા-ભાંડુ મોટીદાઉ વિભાગ પર નવનિર્મિત સડક ઉપરના પુલો,પાલનપુર સ્ટેશન પર (Palanpur Railway Station)  ટ્વીન રોડ ઓવર બ્રિજ (નં.1) અને પાલનપુર યાર્ડમાં પદયાત્રી સબવેનો સમાવેશ થાય છે. આ સબ-વે બનતા(Sub Way)  મુસાફરોને રાહત મળશે. આ ઉપરાંત ડીએફસીસી આઇએલ દ્વારા પાલનપુર સ્ટેશન પર રૂ.3.5 કરોડના ખર્ચે એક નવો રાહદારી સબવે બનાવવામાં આવ્યો છે. આ સબવેમાં બંને છેડે રેમ્પ છે અને તે વિકલાંગ વ્યક્તિઓ સહિત રાહદારીઓ માટે સરળ અને સલામત અવરજવરની સુવિધા આપશે.

પાલનપુર યાર્ડ ખાતે એક રાહદારી સબવેનું ઉદ્ઘાટન કર્યું

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર માહિતી આપતા જણાવ્યું કે સલામતી,ઝડપ અને ગતિશીલતા ને વધારવા માટે મુજબ કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે પાલનપુર – ઉમરદશી, ઊંઝા-ભાંડુ મોટીદાઉ વિભાગમાં નવનિર્મિત રોડ ઓવર બ્રિજો અને પાલનપુર સ્ટેશન પર ટ્વીન રોડ ઓવર બ્રિજ (નં. 1) અને અમદાવાદ મંડળના પાલનપુર યાર્ડ ખાતે એક રાહદારી સબવેનું ઉદ્ઘાટન કર્યું.

તેમના સંબોધનમાં કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રીએ ભારતીય રેલ્વે ની સાથે-સાથે પશ્ચિમ રેલ્વે માટેનું તેમનું દ્રષ્ટિકોણ શેર કર્યું અને રેલ્વે દ્વારા આ ક્ષેત્રમાં લાવવામાં આવતા નવા અને સકારાત્મક ફેરફારો નું સ્વાગત કર્યું. એ વાત પર ભાર મુક્યો હતો આ જાહેર કલ્યાણ પ્રોજેક્ટ્સથી મુસાફરોની સલામતી અને સુરક્ષાને વધારશે અને તમામ હિતધારકો માટે મુસાફરીને સરળ અને વધુ સુલભ બનાવશે.

Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક
રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?

સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું કે નવનિર્મિત રોડ ઓવર બ્રિજ (LC નંબર 170, 206, 208B) ક્રોસિંગની જગ્યાએ બનાવવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર યાર્ડ ખાતે એક ટ્વીન આરઓબી (નં. 1) બનાવવામાં આવેલ છે. આ રોડ ઓવરબ્રીજોને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ડીએફસીસીઆઇએલ ) અને રાજ્ય સરકાર (208બી ની જગ્યાએ આરઓબી ના કિસ્સામાં) સાથે વહેંચાયેલા ખર્ચના આધારે રૂ. 148.77 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ્સ રેલ ટ્રાફિકની સમય, પાબંદી, સુનિશ્ચિત કરવાની સાથે -સાથે સલામતી અને ઝડપ વધારવા પર સીધી અસર પડશે.સમયની આરઓબી વાહનોની અવર જવર માટે સરળ અને સલામત વિકલ્પ પૂરો પાડે છે. જેથી ભીડ ઓછી થાય છે. તે ભાંડુ, વિસનગર, જેતલ વાસણા, એસબીપુરા, પાલનપુર વગેરેના લોકોને રાજ્ય માર્ગ સાથે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

Published On - 6:46 pm, Sat, 14 May 22

Next Article