Banaskantha : પાલનપુરમાં 36 જોખમી ઇમારતો ઉતારવા ચોમાસા પૂર્વે તંત્રની માલિકોને નોટિસ, છતાં કોઇ કાર્યવાહી નહિ
પાલનપુરમાં(Palanpur) અનેક ઇમારતો છે જે જોખમકારક સાબિત થાય તેવી છે જોકે આ જર્જરિત ઇમારતોની કાર્યવાહી પાલિકાએ ચોમાસાના બે માસ અગાઉ કરવાની હોય છે પરંતુ ચોમાસામાં હવે પાલનપુર નગરપાલિકા જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી અને ઇમારતો ઉતારી લેવાની સૂચનાઓ આપે છે.

ગુજરાતના(Gujarat) બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં(Palanpur)અનેક ઇમારતો જર્જરિત હાલતમાં છે. આ ઈમારતો જર્જરિત હોવાથી જોખમી બની રહી છે.ત્યારે પાલનપુર નગરપાલિકાએ 36 જર્જરિત ઇમારતો ઉતારી લેવા માલિકોને નોટિસ આપી છે.પરંતુ હજુ સુધી એક પણ જર્જરિત ઇમારત ધરાવતા માલિકે પાલનપુર પાલિકાની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી કે જર્જરિત ઇમારતો ઉતારવાની કાર્યવાહી કેમ કરી નથી.પાલનપુરમાં અનેક ઇમારતો છે જે જોખમકારક સાબિત થાય તેવી છે જોકે આ જર્જરિત ઇમારતોની કાર્યવાહી પાલિકાએ ચોમાસાના બે માસ અગાઉ કરવાની હોય છે પરંતુ ચોમાસામાં હવે પાલનપુર નગરપાલિકા જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી અને ઇમારતો ઉતારી લેવાની સૂચનાઓ આપે છે.
પાલનપુર નગરપાલિકાએ જર્જરીત ઇમારતો ના માલિકોને નોટિસ આપીને મકાન ઉતારી લેવા તો સૂચના આપી
પરંતુ ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની છે કે જર્જરિત ઇમારત ઘસી પડવાથી મોતની પણ ઘટના બની હોય અને જાન માલને પણ નુકસાન થયું હોય દર વર્ષે એક જ નાટક ભજવાય છે કે નોટિસો આપી અને છૂટી જવાય છે અને કોઈ કાર્યવાહી ન થતાં આખરે જાનમાલનું નુકસાન થાય છે. પાલનપુર નગરપાલિકાએ જર્જરિત ઇમારત ધારકોને 10 જેટલી ઇમારતો પર તો પાલિકાની નોટિસ ચોંટાડી છે જ્યારે 26 જેટલા લોકોને જર્જરિત ઇમારતો ઉતારી લેવા નોટિસ રવાના કરી દેવાય છે જોકે ચોમાસાના અને વરસાદના આગમનને પગલે પાલનપુર નગરપાલિકાએ જર્જરીત ઇમારતો ના માલિકોને નોટિસ આપીને મકાન ઉતારી લેવા તો સૂચના આપી છે પરંતુ તેનો અમલ થતો નથી.
પાલનપુર શહેરમાં અનેકવાર દુર્ઘટનાઓ પણ બની છે ભૂતકાળમાં ઇમારતો ઘસી પડવાની પણ ઘટના બની છે ત્યારે હવે ચોમાસાની ચાલુ સિઝનમાં જર્જરીત ઇમારત ધારકોને નોટિસ આપીને ઉતારી લેવાની સૂચના અપાય છે. હવે પાલિકા આ જર્જરિત ઇમારતો ના ઉતારનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરશે.આ મકાન માલિકો જર્જરીત ઈમારતો નહીં ઉતારે તો નગરપાલિકાની ટીમ આ જર્જરિત ઇમારતોને ઉતારવાની કાર્યવાહી હાથ ધરશે.
(With Input, Atul Trivedi)