Gujarat Monsoon 2022 : રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ સિઝનનો 50 ટકા વરસી ગયો, કચ્છમાં સૌથી વધુ 97 ટકા વરસાદ પડ્યો
Heavy Rain: રાજ્યમાં જે રીતે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે તેને જોતા છેલ્લા એક મહિનામાં જ સિઝનનો 50 વરસાદ પડી ગયો છે. જેમા કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોખરે છે.
Gujarat Monsoon 2022 રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજાની બેટિંગ યથાવત છે. ક્યાંક ધોધમાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. કુલ વરસાદની જો વાત કરીએ તો, ગુજરાતમાં એક જ મહિનામાં સિઝનનો 50 ટકા વરસાદ (Average Rain) વરસી ગયો છે. 15 જૂને શરૂ થયેલા ચોમાસામાં પાછલા 10 દિવસમાં જ 15 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે. કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો 97 ટકા જેટલો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સિઝનનો 64 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ 51 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ હતું તે મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન સારો અને કાર્વત્રિક વરસાદ રહેશે.
ગુજરાતમાં સાર્વત્રિક 50 ટકા વરસાદ
રાજ્યના સરેરાશ વરસાદની એવરેજ 850 મીલીમીટર છે. તે પૈકીનો 50 ટકા વરસાદ એક મહિનામાં વરસી ગયો છે. રાજ્યની જે એવરેજ છે તેને જોતા માત્ર બે મહિનામાં જ 50 ટકા વરસાદ પડી ગયો છે. ટકાવારીની દૃષ્ટિએ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 64 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 51 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. મધ્ય અને પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં પણ 41ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે.
આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી
હાલ જે રીતે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે તેને જોતા આગામી દિવસોમાં સરેરાશ કરતા પણ વધુ વરસાદ પડે તો નવાઈ નહીં. અરબી સમુદ્રમાં જે વધુ એક લો પ્રેશરની સિસ્ટમ આકાર લઈ રહી છે તેને જોતા ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. તેમજ આગામી બે દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી

મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ

અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
