Ahmedabad: સવારે પડેલા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયાં, ટ્રાફિક જામથી લોકો ત્રસ્ત

Ahmedabad: સવારે પડેલા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયાં, ટ્રાફિક જામથી લોકો ત્રસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 3:48 PM

GST ક્રોસિંગ પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે ન્યુ રાણીપ ઓવરબ્રિજ પર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર સામાન્ય વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાંખી છે. સામાન્ય વરસાદમાં જ શહેરની ખસ્તા હાલત થઇ ગઈ છે. સવારે એક ઇંચ જેટલા સામાન્ય વરસાદના કારણે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયાં હતાં. AEC બ્રિજથી શાસ્ત્રીનગર રોડ સુધી ટ્રાફિકજામ થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. એક બાજુ અંડર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ મેટ્રો અને રોડની ખોદકામની કામગીરીને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.

અમદાવાદમાં સવારે વરસાદને કારણે ઠેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. GST ક્રોસિંગ પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે ન્યુ રાણીપ ઓવરબ્રિજ પર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂર્વ વિસ્તારોના રસ્તા પર વરસાદી નદીઓ વહી હતી. GCS હોસ્પિટલની બહાર પાણી ભરાયાં છે. આ ઉપરાંત ચામુંડા બ્રીજ, અરવિંદ મિલ વિસ્તારોમાં પણ પાણી ભરાયાં છે.

અમદાવાદના વેજલપુરમાં એક ઈંચ જેવા સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયાં હતાં. વેજલપુર વિસ્તારની શ્રીનંદનગર સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. શ્રીનંદનગરમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે. સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને નેતાઓને વારંવાર રજૂઆત કરી. પરંતુ પાણી ભરાવવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો જ નથી. શ્રીનંદનગરમાં મોટી માત્રામાં પાણી ભરાય તે બાદ તંત્રની ટીમ પંપ મૂકીને પાણી ઉલેચી લે છે. પરંતુ પાણી ભરાવવાની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો જ નથી.

g clip-path="url(#clip0_868_265)">